સત્તુની સમજદારી.

કલરવ
કલરવ

સત્તુ નામની ડોશી હતી. એકવાર એ વગડામાંથી પસાર થતી હતી. મુખે રામનું નામ હતું અને ડગલાં એની ગતિમાં હતાં. હાથમાં દંડો હતો, પગમાં સપાટો હતી. સપાટમાંથી એક અવાજ હતો એ એની છોકરી જમનીના ઘેર જતી હતી. જમની બિમાર હોવાના સમાચાર આવ્યા હતા. ઝટ ઝટ પહોંચવું જરૂરી હતી.
વગડાની કેડીની બેય તરફ સુકું ઘાસ હતું વગડામાં વળી એ એકલી હતી. વગડામાં હોય પણ કોણ ? જાેકે ડોશીને કશો ભય ન હતો ડર ન હતો. કેડીમાં આગળ ચાલતાં ચાલતાં નાનો કુવો આવ્યો અને કુવામાંથી પ્રાણીનો અવાજ આવતો હતો. સત્તુ ડોશીની આંખો ખેંચાણી.. કોઈ પ્રાણી બિચારૂં અંદર પડી ગયું લાગે છે.. એ તો કેડીથી દસ બાર ડગલાં દુર આવેલા નાનાએ કુવા પાસે પહોંચ્યાં.. અંદર નજર કરી તો બે ઘડી વળ ખાઈ ગયાં.
કુવાની અંદર એક લક્કડબગ્ગો પડી ગયો હતો અને એ બહાર આવવાને માટે અવાજ કરી રહ્યો હતો. એનો સૂર હતો જાણે કોઈ એને કુવામાંથી બહાર કાઢે પણ પણ આ તો લક્કડબગ્ગો એય પાછું લુચ્ચું ઘાતકી પ્રાણી એના તીક્ષ્ણ દાંત જાેતાં જ મોત યાદ આવી જાય..
સત્તુ ડોશી એક પળ તો ત્યાંથી એ લક્કડબગ્ગાને કુવામાં જેમનોતેમ રાખીને આગળ નીકળી જવાની હતી. ડોશીને કયાંક ભીતી હતી જાે બહાર કાઢું તો મુઓ એ જ મને મારવા ખાવા તૈયાર થઈ જાયું. આ તો રહ્યું હિંસક પ્રાણી.. આવું વિચારીને ડોશી ત્યાંથી નીકળત પણ.. પણ એને દયા આવી ગઈ હશે.. જંગલનું પ્રાણી છે મારે કંઈક કરવુ ંપડશે.
બીજી તરફ ડોશીનો સ્વભાવ પણ પરગજુ દયાળુ હતો. મુંગા પ્રાણી પ્રત્યે એક જાતની લાગણી હતી. એ એકદમ બહાર આવી ગઈ.
સત્તુ ડોશીએ આજુબાજુ નજર ફેરવી થોડેક દુર બીજાે કુવો હતો એમાં ભરચક પાણી હતું.
ત્યાં તો કુવામાં પડેલો અને અંદરના કાદવ કીચડથી ગંદા થઈ ગયેલા લક્કડબગ્ગાએ ફરી વાર અવાજ કયોર્, જાણે ઓ સત્તુ માજી મને કુવામાંથી કાઢો તમારો ઉપકાર હંુ કયારેય નહીં ભુલુ.. મને કાઢો..
ડોશીને દયા આવી ગઈ. પોતાની સાડી કાઢી નીચે કુવામાં નાખતાં કહ્યું તું એને તારા દાંત વડે પકડ.. હું તને ઉપરની તરફ ખેંચું છું. સત્તુ ડોશીએ કહ્યું.
નીચે કુવામાં જ્યાં લકકડ બગ્ગો પડયો હતો ત્યાં સાડીનો ભાગ ગયો. લકડબગ્ગાએ સાડીને છેડાને દાંતમાં દબાવ્યો.. ઉપરથી સત્તુ ડોશીએ ખેંચી કાઢયો.. અંદરથી એ બહાર આવ્યો. ત્યારે એકદમ ગંદો, ગંધ મારતો હતો. એક તો એ ગંદો હતો જ ને ઉપરથી એને કુવાની ગંદકી વળગી હતી.
આ તરફ સત્તુ ડોશીએ દયા ખાઈને લકડબગ્ગાને બહાર કાઢયો પણ એ તો એની જાત પર ગયો. ડોશી એને આઘો જવાનું કહે એ પહેલાં જ લકડબગ્ગો કહે, ડોશલી ભુખ લાગી છે અને હું તને ખાવા માગું છું..
લકડબગ્ગાની બાબત સાંભળી ડોશી ચોંકી.. એને થયું મેં નકામી દયાને ખાધી.. માણસે દયા પણ સામેના પાત્રની જાેઈએ ખાવી જોઈએ.. પરંતુ શું થાય ? પોતે અસહાય હતી અને સામે ખુંખાર એવો દુષ્ટ લકડબગ્ગો હતો એ પોતાને છેતરી ગયો હતો અને એ વળી સારી સારી વાતો સાંભળીને પોતાનો સ્વભાવ છોડવાનો ન હતો. શિખામણની એને પાછી કોઈ જ અસર થવાની ન હતી..
થોડીક ક્ષણો પસાર થઈ ત્યાં તો એ લકડબગ્ગાએ વિવેક પણ ખોઈ નાખતાં કહ્યું, ડોશલી વાર ન કર..
ડોશલી.. ત્યાં તો ચંદ ક્ષણોમાં સત્તુ ડોશીએ વિચાયુँ.. હાથે કરીને પેટ ચોળીને શુળ જયાં ઉભું કર્યું છે. મુસીબતને સામે બોલાવી છે તો માર્ગ કાઢવો રહ્યો..
ડોશીએ કહ્યું અલ્યા ઓ બગ્ગા તું મને ખાવા માગે છે ? એની મને ખુબ ખુશી છે. એનાથી રૂડું શું હોઈ શકે.. પરંતુ ડોશી અટકી…
પરંતુ શું..?
તું કુવાના કાદવથી વધારે ગંદો થયો છે.. એક તો ગંદો હતો પહેલાં ચોખ્ખો થા…
કેવી રીતે ?
ને સત્તુ ડોશી લકકડબગ્ગાને બીજા કુવે લઈ ગયા. અંદર પડી ચોખ્ખા થવા કહ્યું.. મુરખો એ અંદર પડયો.. હવે તમે જ કહેજાે.. સત્તુ ડોશી ત્યાં ઉભી રહે એ બને ખરૂ ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.