નકલખોર દેડકો
કોઈ એક તળાવમાં ઘણા બધા જળચરો રહેતા હતા. એમાં કેટલાક દેડકા અને કેટલાંક કાચબાઓ પણ હતા. એમાં એક કાચબો અને દેડકાને મીત્રતા થઈ.
એક દિવસ કાચબાએ દેડકાને કહ્યું, ‘મિત્ર કાલે મારી વર્ષગાંઠ છે તો તું જરૂર આવજે..’
‘વાહ.. બહુ સરસ..હું જરૂર આવીશ પણ મને એ તો કહે કે પાર્ટી કેટલા વાગે શરૂ થશે..’ દેડકો ખુશ થતાં બોલ્યો.
કાલ સાંજે ૭ વાગે.. અમે બધા ખુબ જ મોજમસ્તી કરીશું..આટલું કહીને કાચબો તો જતો રહ્યો. બીજા દિવસે સાંજે દેડકો તૈયાર થઈને પોતાના મિત્ર કાચબાની જન્મદિનની પાર્ટીમાં પહોંચી ગયો. કાચબાનું ઘર રંગબેરંગી રોશનીથી ઝગમગતું હતું. બધા જ કાચબાઓ પોતાની પીઠ પર રંગબેરંગી મીણબત્તીઓ સળગાવીને નાચી રહ્યા હતા.
દેડકાએ પોતાના મિત્ર કાચબાને બર્થડે ગીફટ આપી અને પછી કેક ખાઈને નાસ્તો કરવા લાગ્યો.
કાચબાની પીઠ પર મીણબત્તીઓ જાેતાં જ દેડકાંએ નક્કી કર્યું કે મારો જન્મદિન ૧પ દિવસ પછી આવવાનો છે તો હું પણ આ જ પ્રકારે જન્મદિન ઉજવીશ.
પાર્ટી પુરી થતાં દેડકો પોતાના ઘેર ગયો.
બીજા દિવસે દેડકાએ પોતાના મીત્રો અને સગાં સંબંધીઓને ભેગા કરીને કાચબાને ત્યાં કેવી રીતે જન્મદિવસ ઉજવાયો તેની વાત કરી. દેડકાએ કહ્યું કે, ૧પ દિવસ પછી મારો પણ જન્મદિવસ આપણે બધાએ આપણી પીઠ પર રંગબેરંગી મીણબત્તીઓ સળગાવીને ઉજવવાનો છે.દેડકાંની વાત સાંભળીને બધાં દેડકાં એકબીજાની સામે જાેવા લાગ્યા, તેઓ શંકાથી બોલ્યા, પરંતુ આપણે એવું કરી શકીશું ખરા ?
‘કેમ નહીં ? આપણે બધા દેડકાં કાચબાની બરોબરી કરી શકીએ તેવા છીએ. જાે આપણે એમના કરતાં સારૂં ના કરીએ તો એ લોકો આપણી મશ્કરી કરશે.
છેવટે બધાએ હા પાડતાં કહ્યું, સારૂં આપણે આપણું નાક નહીં કપાવા દઈએ.’રૂપછી જાેરશોરથી બધા જન્મદિવસની ઉજવણીમાં પડી ગયા. દેડકાએ પોતાના મિત્ર કાચબાને તથા અન્ય મિત્રોને જન્મદિવસે આવવાનું આમંત્રણ આપ્યું.
૧પ દિવસ બાદ નદીના કીનારે દેડકાએ પોતાનો જન્મ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. જન્મદિવસે પાર્ટી શરૂ થઈ બધા દેડકાઓએ પોતાની પીઠ પર રંગબેરંગી મીણબત્તીઓ ગોઠવીને પ્રગટાવી.
આ જાેઈને કેટલાક દેડકાએ આવું કરવાની ના પાડી. તેઓ કહેવા લાગ્યા કે તમે તમારી પીઠ પર મીણબત્તીઓ ના સળગાવો તમે બધા દાઝી જશો.
‘અરે પણ આપણે આપણા જ્ઞાતિબંધુનો જન્મદિવસ ધામધુમથી મનાવવો તો જાેઈએ ને જેથી લોકો જાેયા જ કરે. તમે તમારે કેક અને નાસ્તો ખાવ અને મોજ કરો.. દેડકાઓ મશ્કરીમાં બોલ્યા.
નકલખોર દેડકાઓના મનમાં કાચબાઓને નીચા દેખાડવાનું ભુત સવાર થયું હતું. એટલે તેઓ પીઠ પર મીણબત્તીઓ સળગાવીને નાચવા માંડયા.
થોડીવાર પછી મીણ પીગળવા લાગ્યું.. અને ગરમ ગરમ મીણ દેડકાઓની પીઠ પર પડવા લાગ્યું. એનાથી એમની પીઠ પરની ચામડી બળવા માંડી.અચાનક જેની વર્ષગાંઠ હતી તે દેડકો ચીસ પાડી ઉઠયો અને બોલ્યો, હાય..હાય.. મારી પીઠ દાઝી ગઈ અન્ય દેડકાઓ પણ ચીસો પાડવા માંડયા.
બચાવો… બચાવો..ની ચીસો ગુંજવા લાગી.. ત્યારે કેટલાક કાચબાએ સલાહ આપી કે, અરે તમે બભા પાણીમાં કુદીને મીણબત્તી ઓલવી નાખો નહીંતર બધા જ સળગીને રાખ થઈ જશો..આ સાંભળીને બધા દેડકાઓ પાણીમાં કુદી પડયા અને શરમના માર્યા તળાવના તળીયે જઈને બેસી ગયા