જગલાની વરસાદની દુકાન

કલરવ
કલરવ

ચોમાસુ ચાલુ થવાના જાણે દિવસો ગણાઈ રહ્યા હતા. જંગલના બધાં નાના મોટાં પ્રાણીઓ કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. સૌ ઈચ્છતા હતા કે વરસાદ થાય તો ભૈ ટાઢુ ટાઢુ લાગે પણ વરસાદ પડવો એ કુદરતની મરજી હતી કોઈ પ્રાણીની નહીં.
આ તરફ જવગલ જગલો વાંદરો, સાવ નવરોધુપ હતો. એ ઈચ્છી રહ્યો હતો કે ચોમાસામાં કંઈક કામ કરૂ બે પૈસાની કમાણી કરૂં ઘેર બેસી રહીને શું કરવાનું ? જવગણ જગલાને વિચાર આવ્યો એવા કામ કરવા અંગે પત્ની જગલીને પૂછયું જગલી એ સાંભળતાં જ કહ્યું, નાથ તમારો વિચાર સારો છે પણ કામ શું કરશો ?
ને જગલાએ પોતાના મનમાં દોડતા વિચારોને જણાવ્યા. ચોમાસામાં ભજીયા અને દાળવડાં ખુબ જ મોટી સંખ્યામાં વેચાય છે. કયાંક મકાઈના ભુટ્ટા શેકેલી મગફળી.. જગલાએ વિચારો બતાવ્યા પણ એની પત્નીએ મોં ફુલાવતાં જણાવ્યું આ બધા કડાકૂટાના કામ છે મહેનત પ્રમાણે પૈસા ઓછા મળે એના કરતાં પ્લાસ્ટીકની વસ્તુઓ વેચો. વરસાદમાં પહેરવાના બુટ ચંપલ, છત્રી, રેઈનકોટના નુકશાન જાય ના વેચાય તો થોડા દિવસ પછી પણ વેચાય અને એની સૌને જરૂર પડે.
પણ પૈસા કયાં છે મારી પાસે એટલા બધા હું લાવી શકુંજગલા કરતાં જગલી હોંશિયાર હતી એ આખરે નારી હતી ચતુર હતી. એણે તરત જ હાથમાં પહેરેલી બે બંગડી પૈકીની એકને કાઢીને આપતાં કહ્યું, આને વેચી દો..જે પૈસા આવે એમાંથી ધંધો તમે શરૂ કરી દો..તમારી મહેનત જરૂરથી રંગ લાવશે.. જગલી બોલી, એ પછી જગલો ગયો. ઝવેરીને દુકાનમાં વાત જણાવી.ઝવેરીને…ઝવેરી.. જગલાને ઓળખતો હતો. એણે કહ્યું, રૂપ્યા રૂપિયા ઝવેરીને રૂપિયા શબ્દ બોલતાં બરાબર ફાવતું ન હતું) માટે ગૃહલક્ષ્મીના કંગન ન વેચો.. હું આપું છું, કેટલા જાઈએ છે ? જગલાએ જણાવ્યા અને ઝવેરીએ ગણાવ્યા..
આ તરફ જગલો ઘેર આવ્યો.. પત્નીને ઝવેરીની વાત જણાવી. જગલી રાજી થઈ એ દિવસ રવિવારનો હતો અને સોમવારે જગલો એક શહેરમાં ગયો જે જે વસ્તુઓ જથ્થાબંધ ભાવે ખરીદી..રોકડા રૂપિયા આપી એ સાંજે જ ઘેર આવી ગયો અને મંગળવારે લારી શરૂ કરી.વનમાં જ્યાં એક તરફ ચાર રસ્તા હતા ત્યાં ઉભો રહ્યો..જાકે એને પોતાના ધંધા વિશે કશું બોલવું પડયું નહીં. તો પણ બપોરના બાર સુધી ત્રણ છત્રીઓ બે જાડી બુટ વેચાઈ ગયા.
જગલો ખુશ થયો.બપોરે ટીફીન લઈને આવેલી જગલીને તો ખુબ જ ઉત્સાહ આવ્યો..વાહ..નાથ તમારી મહેનત જરૂર જરૂર સફળ થશે..પહેલા દિવસે નફો થયો હતો..
મંગળવારે સવારે જગલો પાછો શહેરમાં ગયો અને બીજા માલ રોકડેથી લઈ આવ્યો..લારીમાં ગોઠવ્યો..એ પણ વેચાઈ ગયો. જગલાની છત્રીઓ રંગબેરંગી વેચાઈ..બુટ વેચાયા..ટોપી અને રેઈનકોટ વેચાયા વરસાદમાં પહેરવાના વળી સેન્ડલ વેચાયા..ગઈકાલ સુધી તો જાણે જગલાને કશો ધંધો ન હતો.એ એકદમ રંગમાં આવી ગયો.
એક દિવસ જંગલના નામચીન છોટીયા શિયાળની પત્ની છોટાણીએ કહ્યું,‘તમેય આ જગલા પાસેથી તમારા બુટ મારા સેડન્લ એક રેઈનકોટ અને છત્રી લઈ આવોને..
છોટાણીએ કહ્યું..છોટીયાએ ચપટી વગાડતાં કહ્યું, ‘વહાલી એમાં શું ધાડ મારવાની છે, આજે સાંજે લાવી દઈશ. છોટાણી રાજી થઈ.
સાંજ થતાં જ છોટીયો જગલા પાસે પહોંચ્યો અને લીસ્ટઆપ્યું. જગલાએ લીસ્ટ લીધું તો ખરૂં પણ એ છોટીયાનો વહેવા પુરી રીતે જાણતો હતોએકવાર જયાં ત્યાંથી ઉધારી કરતો પણ ચુકવતો નહીં.એટલએણે જેવું લીસ્ટ લીધું જાયું કે તરત જ કહ્યું વસ્તુના પૈસા રોકડા આપવા પડશે.. હું કોઈનું ઉધાર રાખતો નથી. જગલો બોલ્યો કે છોટીયાને ગુસ્સો આવી ગયો પણ પગ પછાડતાં એ બોલી ઉઠયો.. અલ્યા.. અલ્યા એ જગલા… હું ઉધારીયો છું..
તમો ઉધારીયા.. કે રોકડીયા ? હું જાણતો નથી.. પણ વસ્તુના રોકડા થશે..
રોકડા.. ઉધાર.. ઉધાર રોકડા ને બે વચ્ચે લડાઈ થઈ. છોટીયાએ ત્યાં પડેલી એક છત્રી ઉઠાવી અને જગલાના લમણામાં ઠોકી દીધી. ઉપરથી બોલ્યો..મારૂં આખું ખાનદાન ધનવાન છે તારા જેવું પ્લાસ્ટીક વેચનારૂં નહીં.. હા આજે તો બસ ઉધાર જ લઈશ.. તારે આપવું પડશે..
વાત વધી પડી. બંને વચ્ચે મારામારી થઈ..
કોઈએ જઈને વાઘ મામાને ફરીયાદ કરી .
વાઘ મામા જાતે આવ્યા.. છોટીયાને ધમકાવતાં કહ્યું અલ્યા છોટીયા આ બધું શું માંડયું ? એક તો ઉધાર લેવું ને ઉપરથી ચરબી કરી દેવી ? રોકડા ખિસ્સામાં હોય તો ઉભો રહે નહીં તો…
એ સાથે જ છોટીયો સમજી ગયો ત્યાંથી ચુપચાપ રવાના થવા ગયો. પણ મામાએ એને બરાબરનો ધમકાવ્યો…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.