ગાઢ મિત્રો
અખિલ અને અનુરાગ બંને ગાઢ મિત્રો હતા. અખિલ પાંચમા ધોરણમાં ભણતો હતો.જયારે અનુરાગ છઠ્ઠા ધોરણમાં. તેઓ બંને સાથે સ્કૂલમાં જતા અને સાથે રમતા હતા.
ગરમીના દિવસો શરૂ થઈ ગયા હતા.શાળામાં વેકેશન પડી ગયું હતું.એક દિવસ બંને જણા બજારમાં ખરીદવાનું વિચાર્યું.અખિલને કેટલાક રમકડાંની જરૂર હતી.જયારે અનુરાગને વાર્તાના પુસ્તકો ખરીદવાના હતા.
રવિવારનો દિવસ હતો.બંને મિત્રોએ પોતાના નિત્યક્રમ પતાવીને વસ્ત્રો પહેરીને બજારમાં ખરીદવાને માટે નીકળી પડયા.અનુરાગે પોતાની મનગમતી પુસ્તકો ખરીદી લીધી.જયારે અખિલે પણ સારા એવા રમકડાં ખરીદ્યા.ત્યારબાદ બંને જણા ઘેર પાછા ફર્યા હતા.
અચાનક અનુરાગની નજર રસ્તા પર પડેલા એક કાળા રંગના પાકીટ પર ગઈ. થોડોક વિચાર કરીને તેણે તે પાકીટ ઉપાડી લીધું.જયારે પાકીટ હાથમાં લીધું ત્યારે તે ભારે લાગતું હતું.જરૂર એમાં સારો એવો માલ ભરેલો હશે.
અખિલે પાકીટ ખોલ્યું તો તેણે જાેયું તો અંદર ઘણાં બધા રૂપિયા હતા.આ જાેઈને બંને જણાં હેરાન થઈ ગયા.રૂપિયાની સાથે કેટલાક કાગળો પણ હતા.જની પર કાંઈક લખેલું હતું.
હવે બંને મિત્રો વિચારમાં પડી ગયા.આટલા બધા રૂપિયા જાેઈને એમના મનમાં કોઈ જ લાલચ નહોતી આવી.અખિલ બોલ્યો, ‘આ રૂપિયા જેના હશે તે કેટલો મુસીબતમાં હશે ?
આપણે આ પાકીટ કોઈપણ હિસાબે એને પાછું આપવું જાેઈએ.વિચારમાં પડેલા અનુરાગે કહ્યું, ત્યાં જ એમની નજર પર્સની ચેઈન નીચે એક ચમકતી વસ્તુ પર પડી.એમણે તે ચીજને પાકીટમાંથી બહાર કાઢી તો જાેયું તો તે એક સોનાની ચેઈન હતી.તે ખુબ જ કિંમતી લાગતી હતી.
અખિલ બોલ્યો,આ રૂપિયા જે માણસના છે, તેની જ આ ચેઈન લાગે છે.
થોડીવાર ચેઈનને આમતેમ જાેયા બાદ અનુરાગે કહ્યું,આ જાે આ ચેઈન ખોલવાના હુક પર કાંઈક લખેલું છે.જરા વાંચ તો એને પછી મને બતાવ કે શું લખેલું છે ? અખિલે વાંચીને કહ્યું,આની પર તો રા.દ.જ. લખેલું છે. અનુરાગ વિચારમાં પડી ગયો કે આનો મતલબ શું હશે ? પછી તે બોલ્યો,‘અખિલ, આ સોનાની ચેઈન કોઈ ઝવેરીની દુકાનેથી લેવામાં આવી હશે. કદાચ આ શબ્દનો અર્થ ‘રામદાસ જવેલર્સ’ થઈ શકે.
બંને તરત જ એ ઝવેરીની દુકાને ગયા.અખિલે ત્યાં પહોંચીને એક કર્મચારીને પુછયું, શું અમે આ દુકાનના શેઠને મળી શકીએ ?
કર્મચારીએ કહ્યું,હજી શેઠ આવ્યા નથી,બોલો તમારે શું કામ છે ?
શું તમે મને એ બતાવી શકો છો આ ચેઈન અહીંયાથી કોણે ખરીદી છે? અનુરાગે પૂછયું.
કર્મચારીએ એ ચેઈન લઈને સારી રીતે જાેયા પછી કહ્યું, ‘આ ચેઈન તો આ દુકાનમાંથી શહેરના મશહુર શેઠ ધર્મદાસે ખરીદી હતી.
શું તમને પુરી ખાતરી છે ? અખિલે ફરીથી પ્રશ્ન કર્યો.
આ ચેઈન મેં જ એમને દેખાડી હતી.. કર્મચારીએ કહ્યું. પછી બંને મિત્રોએ કર્મચારીને શેઠના ઘરનું સરનામું પુછયું અને શેઠ ધર્મદાસને મળવાને માટે નીકળી પડયા.બંને જણા શેઠ ધર્મદાસને ત્યાં પહોંચીને એમને નમસ્તે કર્યા અને પછી પોતાની પાસે રહેલું પાકીટ દેખાડીને કહ્યું, શેઠજી,શું આ તમારૂં પાકીટ છે ? શેઠે પાકીટ જાેઈને કહ્યું, હા, બાળકો આ તો મારૂં જ પાકિટ છે..તમને એ કયાંથી મળ્યું ?બંને મિત્રોએ સાચી વાત શેઠ ધર્મદાસને કહી.આ સાંભળીને શેઠ ધર્મદાસ બોલ્યા, ‘મને તમારા જેવા ઈમાનદાર બાળકો પર ગર્વ છે..આભાર…! મારા રૂપિયા તો સુરક્ષિત છે..ત્યારબાદ બંને મિત્રોનો આભાર માનીને બંનેને શેઠે ઈનામ આપ્યું અને ત્યારબાદ એમને માનભેર વિદાય કર્યા.
કમલેશ કંસારા મુ.અમદાવાદ