કોણ બનશે રાજા ?

કલરવ
કલરવ

કંચનવનમાં શેરસિંહનું રાજય સમાપ્ત થયું હતું પરંતુ ત્યાં રાજા વિના એવી સ્થિતિ સર્જાઈ કે જાણે જંગલરાજ ના હોય.સૌ કોઈ પોતાની મરજી પ્રમાણે કાર્ય કરી રહ્યા હતા. વનમાં અશાંતિ, મારકાપ માટે રહેવું મુશ્કેલ બની ગયું હતું. કેટલાંક જાનવરો શેરસિંહને યાદ કરતા હતા કે જ્યાં સુધી શેરસિંહ જંગલના રાજા હતા ત્યારે કેવી એકતા અને શાંતિ કાયમ હતી. જાે આવુ ંજ ચાલતું રહેશે તો એક દિવસ આ વન જ સમાપ્ત થઈ જશે અને બધા જાનવરો માર્યા જશે.
એક દિવસ વનના બધા પ્રાણીઓએ ભેગા થઈને રાજાની પસંદગી કરવાનું નક્કી કર્યું. સભામાં વરૂએ કહ્યું આપણે કોઈ તો ઉપાય શોધવો જ પડશે. શા માટે આપણે બધાની સંમતિથી રાજાની પસંદગી ન કરવી જાેઈએ.જેના કારણે વનમાં શાંતિ સ્થપાય.
બધાએ વરૂની વાતને સંમતિ આપી પણ સમસ્યા એ હતી કે કોને રાજા બનાવવામાં આવે. જે શેરસિંહની જેમ બધા જ પ્રાણીઓને એક જંજીરમાં બાંધી શકે અને વનમાં ફરી એકવાર શાંતિનો સ્વર ગુંજી ઉઠે.
બધા પ્રાણીઓના મનમાં એક સમસ્યા હતી કે કંચનવનનો રાજા કોને બનાવાય ? કારણ કે દરેક પ્રાણી પોતાની જાતને બીજાથી મોટો બતાવી રહ્યો હતો.સભામાં મોરે ઉભા થઈને કહ્યું, આપણે દરેક પ્રાણીને એક અઠવાડીયાનો સમય આપીએ અને એમને કંઈક કામ સોંપીએ જે પોતાનું કામ સારી રીતે કરશે તેને અહીંયાનો રાજા બનાવવામાં આવે.
બધા મોરની વાત પર સંમત થયા અને દરેક પ્રાણીને પોતાની યોગ્યતાનુસાર કામ આપવામાં આવ્યું.લોમડીને જંગલમાંથી માટી હટાવવાનું વાંદરાને ઝાડ પર બાઝેલા જાળાને હટાવવાનું, હાથીને જંગલમાં આમતેમ પડેલા પથ્થરને ઉઠાવીને એક ખાડામાં નાખવાનું કામ સોંપવામાં આવ્યું. જ્યારે સસલાને જંગલમાં ઘાસની સફાઈનું કાર્ય સોંપ્યું.
એક અઠવાડીયું પસાર થઈ ગયું ત્યારે બધા પ્રાણીઓ પોત પોતાના કાર્યની વિગત લઈને મેદાનમાં ભેગા થયા. દરેક પ્રાણીએ પોત પોતાનું કાર્ય પુરા ખંતથી કર્યું હતું. માત્ર હાથીને જે કામ સોંપવામાં આવ્યું હતુંતેમાં તેણે એક પણ પથ્થર ખાડામાં નાખ્યો ન હતો.
પાછી એક સમસ્યા ઉભી થઈ. કોના કાર્યને સારૂં ગણવામાં આવે ત્યારે બુધ્ધિમાન સસલાંએ એક યુક્તિ બતાવી. એણે કહ્યું કે, શા માટે આપણે રાજા માટે મતદાન ના કરીએ ? જેને સૌથી વધુ વોટ (મત) મળશે તે આ જંગલનો રાજા બનશે. બધાને આ વાત ગમી ગઈ. બીજા દિવસે વનમાં ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું. રાજા થવા માટે કેટલાક પ્રાણીઓએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી. જેમાં રીંછ, લોમડી, સસલું, વાંદરો અને હાથી મુખ્ય હતા.
બીજા દિવસે એક મોટા મેદાનમાં બધા જ પશુ પક્ષીઓએ આવીને પોતાનું મતદાન કર્યું. સાંજના સમયે મતની ગણતરીનું કામ શરૂ થયું.
પરંતુ આ શુ ં? હાથી મત ગણતરીમાં સૌથી આગળ ચાલી રહ્યો હતો જ્યારે મત ગણતરી પુરી થઈ ત્યારે હાથી સૌથી વધુ મતે વિજયી જાહેર થયો. બધા જાનવરોને આશ્ચર્ય થયું ત્યારે પક્ષીરાજ ગરૂડ ત્યાં હાજર થયા અને એમણે હાજર રહેલ બધા જ જાનવરોને સંબોધિત કરતાં કહ્યું હાથી જ્યારે પ્રતિદિન પથ્થર લઈને ખાડામાં જતો હતો પરંતુ ત્યાં એણે જાેયું કે, એ ખાડામાં પક્ષીરાજ ગરૂડના ઈંડા જોયા એટલે હાથીએ પથ્થરને ખાડામાં ન નાખતાં બહાર જ ઢગલો કરવા માંડયો. હાથીએ પોતાની જાતને રાજા બનાવવાની લાલચથી દુર રાખીને એક જીવને બચાવવાનું ઉપયોગી સમજયું. હાથીની આ પરોપકારની ભાવના જાેઈને અમે બધા પક્ષીઓએ નક્કી કર્યું કે જે પોતાની લાલચ છોડીને બીજાના સુખદુઃખને ધ્યાનમાં રાખીને મદદ કરે તે જ સાચો રાજા કહેવાય અને શાસનનો સાચો અધિકારી કહેવાય છે. આપણા વનમાં પશુઓની અપેક્ષાએ પક્ષીઓની સંખ્યા વધુ છે. એટલે હાથી વનના રાજાની ચૂંટણીમાં ભારે મતોથી જીતી ગયેલ છે.
ચૂંટણીના પરિણામને વનના સૌ જાનવરોએ માન્ય રાખતાં હાથીનો રાજા તરીકે સ્વીકાર કર્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.