અવલોકન કરવાની ટેવ

કલરવ
કલરવ

એકવાર એક ફકીર વગડામાં ચાલતો જતો હતો. રસ્તામાં સામેથી આવતો એક વાણિયો મળ્યો. ફકીરે એને ઉભો રાખીને પુછયું, શેઠ તમારૂં એકાદ ઊંટ ખોવાય છે.’
વાણીયા વેપારીએ કહ્યું, હા મારૂં એક ઊંટ ખોવાય છે. હું તેને જ શોધવા નીકળ્યો છું..
એટલે ફકીરે કહ્યું, શું તમારા ઊંટની જમણી આંખ ફુટેલી છે ? ને તે ડાબા પગે લંગડાતું ચાલે છે ? તમે એની પીઠ પર એક બાજુ મધ લાદ્યું છે અને બીજી બાજુ ઘઉં લાદ્યા છે. ખરૂં ને ? વેપારીએ કહ્યું, સાવ સાચી વાત છે. બાવા તમે એને આટલું ધારી ધારીને જાેયું લાગે છે. તો ચાલો બતાવો મને એ કઈ તરફ ગયું છે અને કયાં છે ? ફકીરે જવાબ આપ્યો, ‘શેઠ મેં તમારૂં ઊંટ જાેયું નથી અને તમારા સિવાય કોઈના મોંઢે મેં એની વાત પણ સાંભળી નથી પછી હું તમારૂં ઊંટ કેવી રીતે બતાવું ?
વાણિયાએ કહ્યું, બાવા એ બધી વાત રહેવા દો અને એની પીઠ પર જે ઝવેરાત હતું તે કયાં ગયું ?
ફકીરે કહ્યું, શેઠજી હું સાચું કહું છું કે મેં તમારૂં ઊંટ જાેયું નથી. તેમજ તમારૂં ઝવેરાત પણ જાેયું નથી. હું એમાંની એક પણ વાત વિશે જાણતો નથી.
એ સાંભળીને વેપારીએ ફકીરને પકડી કચેરીમાં રજુ કર્યાે ત્યાં ફકીરની ઝડતી લેવામાં આવી પરંતુ એની પાસેથી કાંઈપણ પ્રાપ્ત ના થયું. તેણે ચોરી કરી છે અથવા તો તે જુઠું બોલે છે એવા કોઈ જ પુરાવા ન મળ્યા. એટલે ન્યાયાધીશ મુંઝવણમાં પડી ગયો.
એણે ફકીરને પુછયું, બાવા તમે ચોરી કરો કે જુઠું બોલે છે એવા કોઈ જ પુરાવા ન મળ્યા. એટલે ન્યાયાધીશ મુંઝવણમાં પડી ગયા.
એણે ફકીરને પુછયું, બાવા તમે ચોરી કરો કે જુઠું બોલો એવું તો મને લાગતુ ંનથી પણ તમે જે ઉંટની નિશાનીઓ આપી છે તે ઉપરથી એમ જ લાગે છે કે તમે એ ઊંટને નજરોનજર જાેયું હોવું જાેઈએ તો મને એ વાતનો ખુલાસો કરશો ?
ત્યારે ફકીરે કહ્યું, ‘નામદાર તમારી મુંઝવણ હું સમજુ છું પરંતુ તમે મારી વાત સાંભળશો એટલે તમને એનો ખુલાસો મળી જશે. હું ઘણા વરસો થયા વગડામાં એકલો જ રહું છું. પણ હું વગડામાં મને ઘણું બધું જાેવાનું, જાણવાનું મળી રહે છે. આજે મેં રસ્તે ચાલતા ઉંટના પગલાં જાેયા, તેના માર્ગમાં એક જ બાજુના પાંદડા કરડેલા દેખાયા એટલે મને થયું કે ઊંટ એક આંખે કાણું હશે . વળી જે પાંદડા કરડેલા હતા તેમાં વચમાંનોથોડો ભાગ રહી જતો હતો. એટલે ઊંટનો આગળનો દાંત તુટી ગયો હશે. તેમાં પગલામાંનું એક એક પગલું આછું પડતું હતું એટલે મને થયું કે તે એક પગે લંગડું હશે. તેના રસ્તાની એક બાજુ ઘઉં વેરાયેલા હતા અને તેને લઈ જવાને માટે કીડીઓ ઉમટી હતી. જ્યારે બીજી બાજુ માખીઓ બણબણતી હતી. એટલે તે પરથી મેં જાણ્યું કે ઊંટની બીજી બાજુ મધ ભરેલું હોવું જાેઈએ. ઊંટ સાથે કોઈ માણસ હશે નહીં, કારણ કે માણસ હોય તો ઘઉં અને મધ ઢોળાય નહીં આ બધા ઉપરથી મને લાગ્યું કે ઊંટ એના માલીકથી છુટું પડી ગયું લાગે છે. આ સાંભળીને ન્યાયાધીશ તથા આખી કચેરીના લોકો દંગ રહી ગયા. સૌ આ ફકીરની ઝીણી નજર તથા અનુમાન કરવાની શક્તિના વખાણ કરવા લાગ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.