સિંહ અને ભરવાડ
ઘણા સમય પહેલાંની આ વાત છે.ગીરનું જંગલ ત્યારે બહુ ગાઢ વૃક્ષોથી છવાયેલું હતું.ઘટાદાર વૃક્ષોના આ જંગલમાં જયાં સૂર્યના કિરણો પણ પહોંચી ન શકે તેવા વિસ્તારમાં સિંહોનું એક ટોળું રહેતું હતું.જીવનની અનેક તડકી છાંયડી જાેઈ હોય તેવો એક વૃદ્ધ સિંહ તેનું નેતૃત્વ કરતો હતો.શિકારીઓને કારણે મોતના વિકરાવ પંજાએ અનેક વખત તેની તરફ પોતાના હાથ ફેલાવ્યા હતા.
પરંતુ તે તેના પંજામાંથી દરેક વખતે ઉગરી જવામાં કામયાબ બન્યો હતો તે જંગલના નિયમોને બરાબર જાણતો હતો.તેને ખબર હતી કે એક દિવસ જરૂર એવો આવશે કે જ્યારે તે પોતાની નિર્બળ કાયાને કારણે તેના જુથનું નેતૃત્વ નહીં કરી શકે.અને તે દિવસ કદાચ તેના જીવનનો અંતિમ દિવસ હતો.
જુના ઘાવ વધુને વધુ રૂઝતા હતા.પરંતુ પોતે એક રાજાની ફરજ સમજતો હતો જેથી તે હંમેશા શિકાર શોધવા માટે પોતાની ટોળીની આગેવાની કરતો હતો.જાે કેે હવે તેના સાંધા દુઝંતા હતા.અને કમરની પીડા તેને સતાવતી હતી.
ઉનાળાના એક દિવસે એવું બન્યું કે તે પોતાના ટોળાને લઈને જંગલમાં આખો દિવસ ભટક્યો.ભુખ અને તરસથી ટોળામાં સૌ અકળાવા લાગ્યાં અને તે સમયે જ વૃદ્ધ સિંહે એક હરણને જાેયું તે ગરમી તરસ અને ભુખથી સાવ નંખાઈ ગયો હતો.છતાં પોતાના શરીરમાં હતી એ બધી તાકાત એકઠી કરી તેણે હરણ ઉપર હુમલો કર્યો પરંતુ આજે પહેલીવાર તેના હાથમાંથી શિકાર છટકી ગયો.તે વખતે તેની ચહેરા પર નિરાશાની રેખા દેખાઈ તે કેટલીક વાર સુધી નીચું જાેઈ બેસી રહ્યો.
પરંતુ છેવટે તેણે ટોળાંના અન્ય સભ્યોની પ્રતિક્રિયા જાેવા માટે મોં કર્યું ત્યારે પહેલી વખતે તેણે ટોળાંના અન્ય સભ્યોની આંખોમાં દુષ્ટ વૃત્તિ જાેઈ.વયમાં નાનાં સિંહબાળો તેનાથી બિલકુલ ડરતાં ન હતાં એટલું જ નહીં તેની ઉંમરનો મળા જાે પણ સમતા ન હતાં અને હવે તો તેની પાસેથી પસાર થતાં ત્યારે તેની સામે ડોળા કાઢતાં અને ગુસ્સે થતા હતાં તેમની આંખોમાં ક્રોધનો અગ્નિ લાલ ભભુકતો દેખાતો હતો.તેઓ જાણતા હતા કે હવે આ સિંહ ઘરડો થયો છે.તેનામાં હવે નબળાઈ આવતી જાય છે.તેથી આંખુ ટોળું બદલો લેવા જાણે કે ટાંપીને બેઠું હતું.તેમના પર અત્યાર સુધી સત્તા જમાવવા અને જાે હુકમી ચલાવવા બદલ એ લોકો તેને સજા કરવા માંગતા હતા.
આ વાત સમજતા વૃદ્ધ સિંહને વાર ન લાગી.અને તેથી તેણે આ લોકોનો માર્ગ મોકળો કરવા ટોળું છોડી ને ચાલ્યા જવાનો નિર્ણય કર્યો.
પશ્ચિમનાં આકાશમાં ગીરના ડુંગરાઓની પાછળ સુરજ સંતાઈ ગયો.જંગલમાં અંધકાર છવાઈ ગયો.ત્યારે ધીમા પગલે વૃદ્ધ સિંહ ત્યાંથી ચાલી નીકળ્યો.
ટોળાના બાકીના સભ્યો તેના પલાયન થવાનું કારણ સમજી ગયા.તેથી તેમણે તેનો પીછો કર્યો.તેથી શાણો વૃદ્ધ સિંહ ઝડપથી ભાગ્યો.ડુંગર ડુંગર અને કોતર નદી નાળાં વટાવતો તે આગળ વધ્યો.તે જંગલનો ભાગ જ્યાં પુરો થતો હતો.તેવા સપાટ પ્રદેશ તરફ આવ્યો હતો.અહીં એક વૃદ્ધ ભરવાડની જર્જરીત ઝુંપડી હતી.તેની પાસે આવીને તે ઊભો રહ્યો.
એક સમયે આ ભરવાડ પણ તેની નેસડીનો વડો હતો.તે પોતાના ઢોર ઢાંખર અને ટોળાંના સભ્યોને લઈને આખો પંથક ધુમી વળ્યો હતો.તે બહાદુર અને શાણો હતો.અને તેના સમજદારી જાવો નિર્ણયોને કારણે જ તેના સાથીઓમાં તે અળખામણો બની ગયો હતો.છતાં તેણે તેના નેસવાસીઓને અનેક વખતે પુર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોમાંથી બચાવ્યા હતા.
પરંતુ કહેવાય છે કે તે કે એક સરખા દિવસ તો કોઈના જતા નથી.એવું જ આ ભરવાડની બાબતે પણ બન્યું હતું.સમયની સાથે સાથે તેની ઉંમર વધતી જતી હતી. શરીર મનનું કહ્યું કરતું ન હતું.તેના બાવડાંમાં હવે પહેલા જેવું બળ રહ્યું ન હતું.
એક ઉનાળે આ ભરવાડો એક ગામની નજીકમાં પડાવ નાંખી ને રહેતા હતા.ત્યાં તેમણે નાના નાનાં ઘાસનાં ઝુંપડાં બનાવ્યા હતા.તેની બાજુમાં પશુઓ માટે વાડાઓ બનાવ્યા હતા.આ વિસ્તાર જંગલની બીલકુલ નજીક હોવાથી વારંવાર સિંહ ચિત્તા જેવાં હિંસક પ્રાણીઓ તેમના પશુઓના વાડા પર ધસી આવતાં હતા. અને હુમલો કરી કોઈને કોઈ પ્રાણીને ઉઠાવી જતાં હતાં.ક્યારેય તો ઝુંપડાંમાં ઘુસી આવી બાળકોને પણ ઉઠાવી જતાં હતાં.
આવો એક બનાવ બન્યો જેમાં નેસડાની એક નાની છોકરીને સિંહ ઉઠાવી ગયો ત્યારે પેલા નેતૃત્ય કરનાર વૃદ્ધ ભરવાડ તરફ તેના નેસડામાં અસંતોષ વર્તાવા લાગ્યો.વૃદ્ધ ભરવાડ એ વાત ને સમજી ગયો.એક દિવસ મોડી રાત્રે કોઈનેય કહ્યા વિના તે ચુપચાપ જંગલના માર્ગે ચાલી નીકળ્યો.અને જંગલમાં આવી જંગલની વચ્ચે ઝુપડી બનાવી રહેવા લાગ્યો.જંગલના ફળફૂલ ભેગાં કરી ને પોતાનું ગુજરાન ચલાવતો હતો.ચોમાસું આવતાં તેની સાથે ના ભરવાડો પોત પોતાનાં માલ સાથે બીજે પ્રયાણ કર્યું પરંતુ તેઓએ પેલા વૃદ્ધને સાથે લીધા નહીં કે તેને યાદ પણ કર્યા નહીં.
હાં એકવખત એવું બન્યું હતું કે બહું કે એક વરસાદી રાતે સિંહોનું ટોળું વૃદ્ધ ભરવાડની ઝુંપડી તરફ ઘસી આવ્યું હતું.પરંતુ તેણે વૃદ્ધ ભરવાડનો શિકાર કર્યો ન હતો.કેમકે વૃદ્ધા સિંહેે તેમને તેમ કરતા રોક્યા હતા. શિકારમાં માણસ ખપતો ન હતો.અને તે બધા એવા ભુખ્યાડાંસ પણ થયા ન હતાં.વળી આ વૃદ્ધ ભરવાડ નિરૂપદ્રવી લાગ્યો હતો.તેની પાસે કોઈ હથિયાર પણ ન હતું.
આમ પેલો વૃદ્ધ ભરવાડ આ જંગલમાં શાંતિથી તેનું જીવન પસાર કરતો હતો.અને નીડર બની રહેતો હતો. એક રાત્રે તેણે જ્યારે તેના ઝુંપડાની બહાર લાંબા નિસાસાનો સાદ સાંભળ્યો ત્યારે તેણે મશાલ જલાવી અને ઝુંપડાનો ઝાંપો ખોલ્યો.ત્યારે તેણે પોતાના બારણે ઉભેલ વૃદ્ધસિંહની આંખોમાં સહાયની યાચના ભરી વેદના જાેઈ.તેનાથી થોડો જ દૂર સિંહોનું ટોળું ટાંપીને બેઠું હતું. વૃદ્ધ ભરવાડે તેની મશાલ આમથી તેમ હલાવી જેથી સિંહોનું ટોળું અંધારામાં વીન ગઈ ગયું.વૃદ્ધ ભરવાડ લાંબા સમય સુધી ઝુંપડીના ઝાંપે બેઠાં બેઠાં તેના પગ પાસે બેઠેલ વૃદ્ધ સિંહની કેશાવાળી હાથથી પસવારતો હતો. નટવર હેડાઉ