સૂર્ય-ચંદ્ર ગ્રહણ અને દિવાળી દેવદિવાળી..મંદિરોના પ્રવેશ દ્વાર બંધ

કલરવ
કલરવ

યશપાલસિંહ ટી વાઘેલા શ્રી ઓગડ વિધા મંદિર થરા
ભારતીય સંસ્કૃતિ માનવ જીવન ઘડતર અને પર્યાવરણ જાળવણીનો આધાર બીબ છે તેમ કહી તો કોઈ અતિશ્યોક્તિ નથી. વિક્રમ સંવત ૨૦૭૮ના અંતિમ દિવસે સૂર્યગ્રહણ અને ૨૦૭૯ના નવા વર્ષે ચંદ્ર ગ્રહણ ભારતીય પ્રજાને જ નહીં ઘણા બીજા દેશોની પ્રજામાં વિહવળતા ભર્યું બની રહયું છે. રશિયા યુક્રેન યુદ્ધ શું વિશ્વ યુદ્ધમાં પરિણમશે.? મિત્રો આ બધી વિહવળતા વચ્ચે આજે દેશવાસીઓ ૨૨મી ઓક્ટોબરે ધનતેરસ ઊજવશે. ૨૩મીએ કાળી ચૌદશ અને ૨૪ ઓક્ટોબરે સવારે કાળી ચૌદશ અને સાંજે દિવાળી પર્વ ઊજવાશે. ૨૫મીએ આંશિક સૂર્યગ્રહણ હોવાથી કોઈ પર્વ રહેશે નહીં.

૨૬મી તારીખે ગોવર્ધન પૂજા અને ૨૭મીએ ભાઈબીજ ઊજવવામાં આવશે.આખો દિવસ સૂતક રહેશે, પૂજા-પાઠ થઈ શકશે નહીંઆ એક ખગોળીય ઘટના છે, પરંતુ ધર્મની દૃષ્ટિએ આ સૂર્યગ્રહણ ખાસ રહેશે, કેમ કે આ ગ્રહણ દિવાળીના બીજા દિવસે રહેશે. ભારતમાં સાંજે ચાર વાગ્યાથી ગ્રહણ શરૂ થવાને કારણે એનું સૂતક બાર કલાક પહેલાં એટલે સવારે ચાર વાગે જ શરૂ થઈ જશે, એટલે ગોવર્ધન પૂજા ૨૫મી ઓક્ટોબર ની જગ્યાએ ૨૬મી ઓક્ટોબરે થશે.ભારતમાં સૂર્યગ્રહણનો પ્રભાવ રહેશે?

૨૫મી ઓક્ટોબરે સૂર્યગ્રહણ ભલે ભારતમાં આંશિક રીતે દેખાય, પરંતુ એની અસર વાતાવરણ અને સામાન્ય લોકો પર પણ પડશે, એટલે સૂતકકાળ અને ગ્રહણ સમયે સાવધાની રાખવી પડશે. સૂતકકાળ અને ગ્રહણ દરમિયાન મંદિર અને ઘરના પૂજાસ્થળ બંધ રાખવાં. મૂર્તિઓને સ્પર્શ કરવો નહીં. ખાનપાન થોડા સમય માટે ટાળવું.

વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોએ ગ્રહણના ત્રણ કલાક પહેલાં ભોજન કરી લેવું. ગ્રહણ સમયગાળામાં મંત્રજાપ, ધ્યાન અને કીર્તન કરો. આ સમયે દાન આપવું જાેઈએ. ગ્રહણ પૂર્ણ થયા પછી પૂજાસ્થળે અને પૂજાઘરમાં ગંગાજળ છાંટીને શુદ્ધીકરણ કરવું. નદીઓમાં સ્નાન કરવાની પજણ પરંપરા છે.વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પચ્ચીસમી ઓક્ટોબરે ભારતમાં સાંજે ચાર વાગે સૂર્યગ્રહણ જાેવા મળશે, આખો દિવસ સૂતક પાળવાનું રહેશે. વર્ષ ૨૦૨૨ અને વિક્રમ સંવત ૨૦૭૮નું આ છેલ્લું સૂર્યગ્રહણ રહેશે.

ચોવીસ ઓક્ટોબરે દિવાળી અને પચ્ચીસમીએ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે વર્ષ ૨૦૨૨નું આ છેલ્લું સૂર્યગ્રહણ રહેશે. આ ગ્રહણ આંશિક છે અને દેશમાં અનેક જગ્યાએ જાેવા પણ મળશે. ધાર્મિક દૃષ્ટિએ પણ આ ગ્રહણ ખાસ રહેશે. આ પહેલાં ૩૦મી એપ્રિલના રોજ સૂર્યગ્રહણ થયું હતું, પરંતુ એ દેશમાં દેખાયું નહોતું. ખગોળ વિજ્ઞાન પ્રમાણે, ભારતમાં હવે મોટું સૂર્યગ્રહણ એકવીસમી મે ૨૦૩૧ના રોજ દેખાશે, જે વલયાકાર ગ્રહણ રહેશે. એનાં ત્રણ વર્ષ પછી વીસમી માર્ચ, ૨૦૩૪ના રોજ પૂર્ણ સૂર્યગ્રહણ ભારતમાં જાેવા મળશે.

બિડલા તારામંડળ, કોલકાતાના ખગોળ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, આ ગ્રહણ દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં સૌથી સારું જાેવા મળશે. ત્યાં જ દેશના પૂર્વ ભાગમાં ગ્રહણ જાેવા મળશે નહીં, કેમ કે એ જગ્યાએ સૂર્યાસ્ત થઈ ગયો હશે. આ સિવાય યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયાના થોડા ભાગમાં પણ આ ગ્રહણ જાેવા મળશે.શ્રીનગર, જમ્મુ અને જલંધર માં સૌથી સારું જાેવા મળશે
આ ગ્રહણ સાંજે ૪.૩૦ વાગ્યે પોતાના મધ્ય ચરણમાં રહેશે. આ સમયે દેશમાં ગ્રહણ જાેવા મળી શકે છે. ભારતમાં લેહ, લદાખ, જમ્મુ, શ્રીનગર, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આ ગ્રહણ જાેવા મળશે, જેમાં શ્રીનગર, જમ્મુ, જલંધર, અમૃતસર, ચંદીગઢ, દેહરાદૂન, હરિદ્વાર અને શિમલામાં સૌથી સ્પષ્ટ જાેવા મળશે.

તામિલનાડુ, કર્ણાટક, મુંબઈ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, બંગાળ અને બિહારમાં થોડા જ સમય માટે પણ અસ્પષ્ટ દેખાશે. ત્યાં જ આસામ, અરુણાચલ, મણિપુર, નાગાલેન્ડમાં આ ગ્રહણ દેખાશે નહીં.સૂર્યનો અડધો ભાગ ઢંકાઈ જશે. અમાસના દિવસે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી લગભગ એક લાઇનમાં આવી જાય છે, જેને સૂર્યગ્રહણ કહેવાય છે. ૨૫ ઓક્ટોબરે પણ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી લગભગ સીધી રેખામાં રહેશે. ચંદ્ર આંશિક રીતે થોડા સમય માટે સૂર્યને ઢાંકતો જાેવા મળશે, જેથી આ આંશિક સૂર્યગ્રહણ કહેવાશે. આ ગ્રહણ દરમિયાન ભારતમાં સૂર્યનો પંચાવન ટકા ભાગ ચંદ્રથી ઢંકાયેલો રહેશે.

નવી દિલ્હીમાં આ ગ્રહણ સાંજે લગભગ ૪.૨૯ કલાકે શરૂ થઈને સૂર્યાસ્ત સાથે ૧૮.૦૯ કલાકે પૂર્ણ થઈ જશે.વિક્રમ સંવત-૨૦૭૯ના વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આઠમી નવેમ્બર, ૨૦૨૨ એટલે કે કારતક સુદ પૂનમ દેવદિવાળીના રોજ થશે. મળતી માહિતી મુજબ, આ ચંદ્રગ્રહણ સાંજે ૫.૨૮ વાગ્યાથી ૭.૨૬ વાગ્યા સુધી ચાલશે.આ ગ્રહણ ભારતના કેટલાક ભાગોમાં દેખાશે.ચાહક શુભેચ્છક હિતચિંતક મિત્રો,દિપોત્સવી અને વિક્રમ સંવત ૨૦૭૯ના નવા વર્ષની હાર્દિક શુભેચ્છા. ગ્રહણ પ્રાકૃતિક ઘટના છે. પૃથ્વીલોક પર કયાં કેવી અસર કરશે તે આગામી સમય જ બતાવશે. પરંતુ આપણે નવા વર્ષની ઉતમ ઉર્જા સાથે પ્રફુલ્લિત બનીએ બસ એજ.
યશપાલસિંહ ટી વાઘેલા શ્રી ઓગડ વિધા મંદિર થરા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.