સ્વાતંત્ર્ય સેનાનીની સ્મૃતિ રૂપે તકતી લગાવાઈ

કલરવ
કલરવ

મારા દાદા ડાહ્યાભાઈ મોતીલાલ વકીલ જેઓ નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલા હતા.૧૯૪૨ માં મુક્તિસંગ્રામ વખતે એમનું યુવાન લોહી ઉકળી ઉઠ્યું અને રાજ્યને ઉથલાવી પાડવાના કાવતરામાં હથિયાર સાથે રંગે હાથે પોલીસના હાથમાં ઝડપાઈ ગયેલા. ફાંસી અથવા જનમટીપ થશે એવો સૌને ડર હતો પણ આતો નીડર હતા , સિદ્ધપુરની જેલમાં એક – બે માસ રાખેલા. જામીન મળતાં છૂટા પણ કરી દીધેલા. પરંતુ લડત ચાલુ રાખી હતી .

ત્યારબાદ એક સફળ વકીલ તરીકેની નામના પ્રાપ્ત કરી તેમજ સાહિત્ય ક્ષેત્રે પણ કલમ ચલાવી. જેઓએ ‘ દક્ષગીતા ‘ ની રચના કરી . તેઓ સ્વાતંર્ત્ય સેનાની,વકીલ, રાજકારણ, અધ્યાત્મ અને સાહિત્યકાર સાથે અનોખો ઘરોબો ધરાવતા હતા. એમના ચાર પુત્રો પૈકી શરદભાઈ વકીલ મારા પિતા ડીસા ખાતે પ્રોફેસર તરીકેની ફરજ બજાવતા હતા. તેમણે ત્રણ કૃતિઓ લખી છે. બે કાવ્યસંગ્રહો (૧) દિલને નથી કરાર (૨) યાદના આકાશમાં (૩) પરિશીલન ( વિવેચન ). દાદાજી અને પિતાજીનું સાંનિધ્ય મળતાં મને પણ પુસ્તક લખવાની ઈચ્છા થઈ હતી. મારું પુસ્તક ‘ જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ -૨૦૧૨ નું તાજેતરમાં વિમોચન થયું હતું.

મારી માતા હર્ષદા વકીલ પણ સ્વાતંર્ત્ય સેનાની હતા. મારી નાની બહેન આશ્લેષા સફળ વકીલ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી છે. મારા દાદા ડાહ્યાભાઈ મોતીલાલ બારોટ જેઓએ રાજ્યની રક્ષા કાજે શહિદ પણ થયા હતા , જેની સ્મૃતિરૂપે આજરોજ મારા વતન જંગરાલ મુકામે મારા દાદાના નામની ‘સ્વાતંર્ત્ય સેનાની ‘ તરીકેની તકતી સરકાર દ્વારા મુકવામાં આવી , જેના માટે સરકારનો તેમજ જંગરાલ ગ્રામ પંચાયતનો આભાર માનું છું તેમજ ધન્યતા અનુભવું છું !
– નીલમ વકીલ
(ડીસા)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.