હિંમતનો વિજય

કલરવ
કલરવ

એક જંગલ હતું. આ જંગલમાં અનેક વૃક્ષો આવેલા હતા.જંગલમાં વચ્ચે એક સુંદર તળાવ હતું. આ તળાવના કીનારે એક વડનું ઝાડ હતું. આ વડના ઝાડ ઉપર એક પોપટનો માળો હતો.પોપટ પોતાની પત્ની અને એક નાના બચ્ચાં સાથે માળામાં રહેતો હતો.
પોપટનું બચ્ચું ઘણું જ નાનું હતું હજુ એને પાંખો પણ ફુટી નહોતી. એટલે એના ઉડવાનો કોઈ પ્રશ્ન જ નહોતો.
પોપટ અને પોપટી દરરોજ સવારે વારાફરતી દાણા ચણવા જાય અને દાણાને પોતાની ચાંચમાં પકડી લાવીને બચ્ચાંને માળામાં એકલો છોડતા નહોતા.
જાે પોપટ દાણા ચણવા જાય તો પોપટી માળાની રક્ષા કરે અને જાે પોપટી દાણા ચણવા જાય ત્યારે પોપટ માળાની રક્ષા કરતો હતો.
એક દિવસ પોપટ વહેલી સવારે દાણા ચણવાને માટે નીકળી પડયો. ઘણી વાર થઈ છતાંય પોપટ દાણા લઈને પાછો ના ફર્યો.પોપટીને ચિંતા થઈ. જાે બચ્ચાંને ખાવાનું નહીં મળે તો તે બિચારૂં ભુખથી મરી જશે. તેમ છતાંય પોપટી પોપટની રાહ જાેવા લાગી. અંતે પોપટીએ વિચાર્યું કે તે આટલામાં કયાંક નજીકમાંથી દાણા ચણીને લઈ આવે.આવો મનમાં વિચાર કર્યો કે હું જલદીથી પાછી આવી જઈશ.પોપટીએ જાેયું તો બચ્ચું માળામાં સુઈ ગયું હતું. એટલે પોપટી ઉડીને દાણા લેવા નજીક આવેલા સ્થાને ગઈ.
આ ઝાડની બખોલમાં એક સાપ રહેતો હતો. તેની નજર પોપટ પોપટીનાં બચ્ચાં પર હતી કે કયારે માળો સુનો પડે એટલે હું જઈને એના બચ્ચાંને મારી ખાઉ. સાપે જાેયું કે માળામાં પોપટ પોપટી નથી એટલે તે ધીરે ધીરે પોપટના માળા તરફ સરકવા લાગ્યો. પોપટના મોંમાં પાણી આવ્યું જેવો તે માળાની નજીક પહોંચ્યો ત્યાં જ પોપટ અને પોપટી આવી પહોંચ્યા. સાંપને માળા પાસે જાેઈને બંને ગભરાઈ ગયા.
પોપટી રડવા લાગી ત્યારે પોપટે એને હિંમત આપતાં કહ્યું કે, અત્યારે રડવાનો સમય નથી. આપણે હિંમતથી કામ લેવાનું છે. બંનેએ મળીને સાપ પર હુમલો કરી દીધો સાપના શરીર પર અને પોપટી ચાંચ વડે પ્રહાર કરવા લાગ્યા. અચાનક આક્રમણ થવાથી સાપ ગભરાઈ ગયો અને પોતાનું સંતુલન ગુમાવતાં ઝાડ પરથી જમીન પર ગબડી પડયો.ે ભોજન હાથમાંથી જતું જાેતાં સાપ ફરીથી ઝાડ પર ચડવા લાગ્યો.
પોપટ અને પોપટી બમણા વેગથી સાપના શરીર પર ચાંચ દ્વારા હુમલો કર્યો. બંને જણાએ સાપનો પીછો ના છોડયો. બંને જણા ત્યાં સુધી ચાંચ મારતાં રહ્યા જ્યાં સુધી સાપ અધમુઆ ન થઈ ગયો. થોડી વારમાં જ પોપટ પોપટીએ જાેયું કે સાપના શરીરમાંથી લોહી નીકળતું હતુંં. અંતે સાપ મૃત્યુ પામ્યો ત્યારે પોપટ પોપટીને શાંતિ થઈ.
ઉભી થયેલી સ્થિતિમાં હિંમત દાખવવામાં આવે તો જરૂર સમસ્યામાંથી છુટકારો મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.