સાચી પ્રાર્થના

કલરવ
કલરવ

એક ગામમાં એક તળાવ આવેલું હતું. તળાવ ઘણું જ ઊંડુ હતું. આ પાણી ગરમીમાં પણ સુકાતુ ન હતું. આ તળાવમાં રંગબેરંગી માછલીઓ અને દેડકા રહેતા હતા. ગામના લોકો પણ તળાવમાં રહેતા જળચરને કયારેય મારતા નહોતા. પરંતુ માછલીઓને ખાવાને માટે લોટની ગોળીઓ બનાવીને તળાવમાં નાંખતા હતા. આ તળાવમાં માછલીઓ અને દેડકાઓને ખૂબ જ શાંતિ મળતી હતી.
એકવાર વર્ષાઋતુમાં પાણી ના, વરસ્યુ સમય જતાં તળાવનું પાણી ધીરે ધીરે સુકાવા માંડયું. દેડકા અને માછલીઓને ચિંતા થવા લાગી. તળાવનું પાણી એટલું બધુ ઓછુ થઈ ગયું કે સૂર્યની ગરમીથી નીચેની માછલીઓ અને દેડકાઓને ખૂબ જ પીડા થતી હતી.એક દિવસ તળાવના કિનારે આવેલા પીપળાના ઝાડ પર બેઠેલા પક્ષીઓ પણ આવી ગરમીમાં રાહત મેળવવાને માટે ઠંડા પ્રદેશોની તરફ ભાગવા લાગ્યા. દેડકાના કેટલાક ઝુન્ડો પણ ઉછળ કૂદ કરીને જવાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ માછલીઓ કયાં જાય ? કેવી રીતે જાય ?બે દિવસમાં તો તળાવનું બધુ જ પાણી સૂકાઈ ગયું.
તળાવમાં એક દેડકો હતો. તે કયાંય ના ગયો એના સાથીદારોએ એને પૂછયું કે દેડકા ભાઈ, કેમ તમે આ તળાવ છોડીને ના ગયા ?
દેડકાએ જવાબ આપતા કહ્યું. મિત્રો, મને મારી જન્મભૂમિ અત્યંત પ્યારી છે. મેં આ તળાવમાં જ જન્મ લીધો છે. અને અહીયાં જ રમી, ગણીને મોટો થયો છું. સુખ દુઃખમાં લોકોએ મને સાથ આપ્યો છે. તો પછી હું આ તળાવને કેવી રીતે છોડી શકું. અને માછલીઓની સાથે જ મોટા થતાં દેડકાએ એમને છેક સુધી સાથ આપવાનું વચન પણ આપ્યું ત્યારે માછલીઓ બોલી ઉઠી ‘‘ દેડકાભાઈ અમે તો મજબુર છીએ. અમે તો તમારી જેમ ઉછળી કૂદ કરીને જઈ પણ શકતા નથી ’’
દેડકાએ કહ્યું, ‘હું તમારા લોકોનો સાથ છોડીને કયારેય પણ નહી જાઉ. ’ બધા દિવસો સરખા નથી રહેતા. દુઃખના દિવસો આવે છે,પરંતુ કેટલાક દિવસો બાદ સુખનો સુરજ પણ ઉગે છે.આપણે ઈશ્વર પર વિશ્વાસ કરવો જાેઈએ, તે ખૂબ જ દયાળુ છે સૃષ્ટિના દરેક જીવ પર એની કૃપા વરસે છે એક દુઃખીની પ્રાર્થનામાં ઘણો જ પ્રભાવ જાેવા મળે છે. ’’
દેડકાએ સાંજના સમયે બધી જ માછલીઓને એક સ્થાન પર ભેગી કરી, બધાએ સાથે મળીને ઘણા સમય સુધી ઈશ્વરની પ્રાર્થના કરી બધાના મનમાં એ આશા હતી કે,એમની પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળશે.
જે સમયે દેડકો અને માછલીઓમાં આ વાત થઈ રહી હતી ત્યારે ગામમાં રહેતો એક બાળક કે જેનુ નામ મોહન હતું તેણે આ બધુ સાંભળ્યું તે તરત જ દોડતો ગામમાં ગયો અને તેણે બધી વાત ગ્રામજનોને કરી. ગામના લોકોને મનમાં થયું કે કેવો પ્રેમ છે આ જીવજંતુઓને પોતાની જન્મભૂમિને માટે અને આપણે માનવી પોતાના સ્વાર્થ માટે કોઈની પણ પરવા કરતા નથી.
આવો આપણે બધા ભેગા થઈને ઈશ્વરને પ્રાર્થના કરીએ, ગામના લોકોએ સાચા મનથી ઈશ્વરને પ્રાર્થના કરી અને કેવા સંયોગ બન્યા એ જ દિવસે આકાશમાં કાળા વાદળા આવી ચઢયા અને મૂશળધાર વરસાદ વરસ્યો ગામનું તળાવ છલોછલ ભરાઈ ગયું ગામના લોકો આનંદથી નાચવા લાગ્યા તળાવમાં માછલીઓ અને દેડકાનું મન હર્ષથી નાચી ઉઠયું.
માટે કહેવાય છે કે માતૃભૂમિથી વધીને બીજે કયાંય સ્વર્ગ નથી.માટે આપણે આપણી માતૃભૂમિની રક્ષા કરવાને માટે પોતાના પ્રાણોના પણ બલિદાન આપતા અચકાવંુ ના જાેઈએ. કોઈપણ આવેલ સમસ્યા પર આાપણે ધીરજ રાખવી જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.