સંગ તેવો રંગ
હવે ભરવાડનો આ છોકરો બગલાની પાંખ જેવાં સ્વચ્છ શ્વેત કપડાં પહેરી ઘોડા પર સવાર થઈ રાજ દરબારમાં પણ જવા લાગ્યો હતો. તે રાજ દરબારમાં જે કંઈ સાંભળે, જુએ તે બધંુ રાત પડે એટલે ઘેર આવીને વણઝારીને કહેતો. અને અમુક વસ્તુ તેને ન સમજાય તો વણઝારી તેને સમસ્યાનું સમાધાન કરી દેતી. કોઈ વાતનો ચોક્કસ અર્થ સમજાવતી અને ભરવાડ જ્યારે પોતાની સુઝસમજથી કોઈ સારૂ કામ કરે તો તેને શાબાશી આપતી.
એક દિવસ રાજા શિકાર કરવા જંગલમાં ઉપડયો. તેની સાથે તેના ઘણા બધા દરબારીઓ, અને પેલો ભરવાડ છોકરો પણ હતો. રાજાએ એક હરણના ટોળાની પાછળ ઘોડો ખુબ દોડાવ્યો. શિકારનો પીછો કરતાં કરતાં રાજા ખુબ દુર નીકળી ગયો.તેની સાથેના દરબારીઓ ખુબ પાછળ રહી ગયા અને થાકીને આરામ કરવા લાગ્યા પણ પેલો ભરવાડ પોતાના ઘોડા સાથે રાજાની સાથે સાથે ચાલતો રહ્યો.
સુરજ હવે પશ્ચિમ દિશાએ ઢળવા લાગ્યો. જંગલનાં ૃવૃક્ષોના પડછાયા લાંબાને લાંબા થવા લાગ્યા. રાજાનો ઘોડો પણ હવે થાકયો હતો. તે ઉભો રહ્યો. રાજાએ આજુબાજુ નજર દોડાવી તેને સમજણ પડતી ન હતી કે તે કેટલો દૂર નીકળી ગયો છે. તેણે પોતાની પાછળ દુર સુધી નજર કરી તેણે જાેયું તો તેનો કોઈ દરબારી કે સેવક દેખાતો ન હતો. હા પાછળ એક ઘોડો આવતો હતો. તે પેલા ભરવાડનો હતો. તે રાજા પાસે આવીને ઉભો રહ્યો. તેણે ઉપરથી ઘરડાનો નીચે ઉતાર્યો. નજીકના ઝરણામાંથી પાણી લાવીને પીવડાવ્યું.પસીનો લુંછી આપ્યો. પછી ઘોડાની કાઠી ઉતારી જમીન પર બિછાવી દીધી. રાજા હવે આરામ કરવા લાગ્યો. ભરવાડ તેના પગ દબાવવા લાગ્યો. રાજા સુતાં સુતાં વિચાર કરવા લાગ્યો કે મારા બધા સાથીઓ અને દરબારીઓ પોતાની મોજ મસ્તીમાં જ મસ્ત રહે છે. જરાક મુશ્કેલી આવી તો તેમણે મારો સાથ છોડી દીધો પણ આ બિચારો ભરવાડ તેને તો હું કંઈ પગાર પણ આપતો નથી કે નથી આખી કોઈ જાગીર છતાં તેણે મારો સાથ છોડયો નથી અને આવા ઘોર જંગલમાં ખુલ્લી તલવાર લઈ મારી સુરક્ષા અને સેવામાં ખડેપગે ઉભો છે. વિચાર કરતાં કરતાં રાજાને ઉંઘ આવી ગઈ.
સવારે રાજા અને ભરવાડ બંને રાજમહેલે પહોંચ્યા. રાજા ભરવાડની સ્વામીભક્તિ જાેઈને ખુશખુશાલ થઈ ગયો હતો. તેણે ભરવાડને કહ્યું, માંગ..માંગ.. તે આપું. તે સાંંભળી ભરવાડે કહ્યું, ‘મહારાજ, ઈનામની માંગણી હું આવતી કાલે કરીશ..’
ભરવાડે ઘેર જઈને વણઝારીને બધી વાત કહી પછી પુછયું, મારે રાજા પાસે ઈનામ શું માંગવું ? વણઝારીએ કહ્યું કે, તું રાજાને કહેજે કે જાે તમે મારાથી ખુશ થયા હો તો મને આ નગરનો હાકેમ બનાવી દો..
ભરવાડ રાજાને નગરનો હાકેમ બનાવી દીધો. આ નગર ઘણું મોટું હતું.ઘણા વેપારીઓ અહીંથી માલ ખરીદીને લઈ જતા અને લાવતા હતા. ભરવાડ સૌના પાસેથી કર વસુલ કરતો હતો. મોટા મોટા વેપારીઓ તેની સામે હાથ જાેડીને ઉભા રહેતા હતા. આ રીતે ભરવાડે આ હકુમતનું કામ પણ સારી રીતે સંભાળી લીધું હતું.એક દિવસ વણઝારીએ ભરવાડને કહ્યું, બેટા લાખા વણઝારા નામનો એક વેપારી આપણા નગરમાં જરૂર આવશે. જ્યારે તે આવે ત્યારે તેનો કર આસાનીથી વસુલ કરી લેતો નહીં. પણ તેને ધક્કા ખવડાવજે. હેરાન કરજે અને કર વસુલાતમાં સમય લગાડજે.
હવે બન્યું એવું કે, આખો દિવસ લાખો વણઝારો ઊંટો પર માલ લઈને આ નગરમાં આવી પહોંચ્યો. પેલા હાકેમ બનેલા ભરવાડે ઘેર આવીને કહ્યું, માં લાખો વણઝારો આપણા શહેરમાં આવ્યો છે.. માંએ કહ્યું તું તેનો કર લેવામાં સમય લગાવજે.
હવે હાકેમ ભરવાડનો કરની વસુલાતમાં આજ નહીં કાલે, કાલે નહીં પરમ દિવસે એમ રોજ રોજ કંઈને કંઈ બહાના બતાવતો હતો વણઝારાએ પોતાનો માલ વેચી દીધો હતો અને જે કંઈ આ શહેરમાંથી ખરીદવાનું હતું તે પણ ખરીદી લીધું હતું. તેથી તેને હવે બીજા શહેરમાં જવાની ઉતાવળ હતી. તેણે વિચાર કર્યો કે કચેરીમાંનો હાકેમ તેનું કંઈ સાંભળતો નથી. તેથી આજ સાંજે તેના ઘેર જઈને મળું. હાથ જાેડી વિનંતી કરૂ અને જાે કંઈ રૂશ્વત લેતો હોય તો તે આપીને પણ મારા કામનો નિકાલ કરૂં.
સાંજ પડી, વણઝારો ભરવાડના ઘેર આવ્યો. ભરવાડ પોતાની ખુરશી પર બેઠો હતો. વણઝારો તેની સામે હાથ જાેડીને ઉભો રહ્યો અને કહેવા લાગ્યો, સાહેબ મારા પર દયા કરો.. કૃપા કરી મારો કર વસુલ કરી લો. મારે જવામાં મોડું થાય છે જેથી ખરીદેલો મારો માલ પડયો પડયો બગડી રહ્યો છે.
વણઝારી અંદર બેઠીબેઠી વણઝારાની કાનુની કાકલુદી સાંભળી મનમાં ને મનમાં મુશ્કુરાતી હતી. વણઝારાને ઘણીવાર સુધી હાથ જાેડી ઉભો રહેલો જાેઈને વણઝારીને નોકરને મોકલીને ભરવાડને અંદર બોલાવ્યો. હું અંદર માંને મેલીને આવું છું..એટલું કહી ભરવાડ ખુરશી પરથી ઉભો થયો.વણઝારાએ ઝટ દઈને પોતાની નજીક પડેલી ભરવાડની મોજડી ઉપાડી લીધી અને તેને પહેરાવવા હાથ લંબાવ્યો.. ત્યારે વણઝારી દ્વાર ખોલીને બહાર નીકળી.વણઝારાના હાથમાં ભરવાડની મોજડી જેમની તેમ રહી ગઈ. તે એકદમ બોલી ઉઠયો, અરે ! તું અહીં ?
હાં જાેયોને સંગનો રંગ.. આ સોબતની જ અસર છે કે તમે પેલા ભરવાડની મોજડી હાથમાં લઈને ઉભા છો.. વણઝારીએ કહ્યું.