વડની સાક્ષી
એક ગામમાં નારણ નામનો શ્રીમંત વ્યક્તિ રહેતો હતો.એક દિવસ એની પેઢી પર મોહન નામનો ગરીબ ખેડૂત આવ્યો અને પોતાના ઘરને મરામત કરવાને માટે શેઠ પાસે રૂપિયા માંગ્યા.નરમ હૃદયના શેઠે એને બસો રૂપિયા આપ્યા અને સમયસર તેને ચુકવવાનું કહ્યું પરંતુ મોહન સમયસર પૈસા પાછા ન આપી શકયો, સમય પસાર થતો ગયો પરંતુ મોહન પૈસા પાછા આપવાનું નામ જ નહોતો લેતો. એક દિવસ રસ્તામાં શેઠને નારણ મળી ગયો.શેઠે પોતાના પૈસાની માંગણી કરી ત્યારે મોહન બોલ્યો, કયા પૈસા ? શેઠે કહ્યું, ‘મેં તને તારૂં મકાન રીપેરીંગ કરવાને માટે બસો રૂપિયા આપ્યા હતા. તું તો એવી રીતે વાત કરે છે કે જાણે તને કાંઈ જ યાદ નથી.’ જાે હું ભુલી ગયો છું તો તમારી પાસે કાંઈપણ લખાણ હોય તો તે બતાવીને લઈ જજાે.
મોહન બોલ્યો. ‘મંે તો તને એ પૈસા કોઈપણ લખાણ વગર આપ્યા હતા તે કહ્યું હતું કે, થોડા દિવસમાં પાછા આપી જઈશ તારી પર વિશ્વાસ મુકીને મેં કોઈ જ લખાણ કર્યું નહોતું શેઠે કહ્યું. ‘વાહ ! તમે ખરાં છો.આજ દિન સુધી તમે કોઈને પણ લખાણ વગર પૈસા આપ્યા નથી તો તમે મારી ઉપર એવો આરોપ શા માટે લગાવો છો કે મેં તમારી પાસેથી ઉધાર રૂપિયા લીધા છે છે કોઈ સાક્ષી ? મોહન ગુસ્સે થઈને બોલ્યો. ઉગ્ર બોલાચાલીમાં બે ચાર લોકો ભેગાં થઈ ગયા.શેઠે પોતાની વાત કહી ત્યારે મોહને એને જુુઠું બતાવ્યું. જે કાંઈપણ હોય હવે તો આનો ન્યાય ગામનો મુખીયા જ કરશે મોહન કહે..હા ! ચાલો..’ બંને જણાં ગામના મુખીયા પાસે પહોંચ્યા.. બંને જણાએ પોતપોતાની રજુઆત કરી. મુખીયો ઘણો જ હોંશિયાર હતો.તે ખુબ જ અનુભવી પણ હતો.એમણે બંનેની વાત ધ્યાનપુર્વક સાંભળી. મોહન બોલ્યો,‘શું હું એટલો બધો ગરીબ છંુ કે મારે શેઠ પાસે ઉધાર લેવું પડે ? સાચી વાત તો એ છે કે મેં ખેતરમાં મજુરી કરીને મારૂં ઘર રીપેરીંગ કરાવ્યું છે. જાે મેં શેઠ પાસેથી રૂપિયા લીધા હોય તો છે કોઈ સાક્ષી કે લખાણ ?તે કોઈને પણ લખ્યા વગર રૂપિયા આપતા જ નથી.’
મુખીયાએ શેઠ તરફ જાેઈને કહ્યું,તમે એને રૂપિયા આપ્યા ત્યારે ત્યાં કોણ હતું ? શું તમે રૂપિયા આપ્યા ત્યારે કોઈએ જાેયું તું ખરૂં ? શેઠ વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા,હાં, ત્યાં એક વડનું ઝાડ હતું એની નીચે ઉભા રહીને મેં એને રૂપિયા આપ્યા હતા. મુખીયા બોલ્યો,તો પછી એ વડના ઝાડને જ આપણે સાક્ષી બનાવીએ.તમે જઈને એ વડના વૃક્ષને અહીંયા આવવાનું કહો. શેઠ તો મનમાં ગણગણવા લાગ્યા, શું વડનું વૃક્ષ સાક્ષી આપવા આવે ખરૂં ? મુખીયા બોલ્યો, જયાર હું બોલાવું છુ એટલે તે જરૂર આવશે. જાવ તમે જલદી જઈને બોલાવી લાવો. તમે વડને કહીને પાછા આવો કે મેં એને બોલાવ્યો છે અમે તમારી રાહ જાેઈશું. ત્યાં ભેગાં થયેલા લોકો આશ્ચર્યમાં પડી ગયા. જયારે મોહનના મનમાં આનંદ સમાતો નહોતો.તે મનોમન વિચારતો હતો કે મુખીયા પાગલ થઈ ગયો છે.શું વડનું વૃક્ષ અહીં આવશે ખરૂં ? મારૂં દેવું કયારેય સાબિત થવાનું નથી ? શેઠ તો ગયા વડની પાસે અને મુખીયા થોડીવાર સુધી ચુપ રહ્યો.પછી એણે મોહનને પુછયું ‘અરે, મોહન ! શું શેઠ સાચે જ વડના ઝાડ પાસે પહોંચી ગયા હશે?’
અરે કેવી રીતે પહોચે શેઠ ? એ તો અહીંયાથી લગભગ ચાર માઈલ દૂર છે.હમણાં જ વરસાદ પડવાથી રસ્તા પર કાદવ કીચડ થઈ ગયો છે.એટલું જ નહીં ત્યાં એટલા બધા વડના વૃક્ષ છે કે તે એ જ ઓળખી નહીં શકે કે કયું વડનું ઝાડ હતું ? મોહન બોલ્યો.
થોડીવાર પછી શેઠ પાછા ફર્યા અને કહ્યું કે તારી સાક્ષી વડના ઝાડે આપી દીધી છે એમ મહીને મુખીયાએ મોહનની પીઠ પર જાેરજાેરથી લાકડી મારી એને કહ્યું, ચોર-મક્કાર.. તને કેવી રીતે ખબર પડી કે ત્યાં અસંખ્ય વડનાં ઝાડ આવેલાં છે અને તું એ પણ જાણે છે કે શેઠે તને રૂપિયા આપ્યા છે પરંતુ તું તે પાછા આપવા માગતો નથી કારણ કે કોઈ લખાણ સાક્ષી નહોતું માટે !
મુખીયાની ચાલાકી પર લોકો ચકીત થઈ ગયા. મોહને પોતાનો ગુન્હો માની લીધો અને ઉધાર રૂપિયા લીધા હતા તે કબુલ્યું.એણે તરત જ શેઠને રૂપિયા ચુકવી દીધા અને શરમથી પોતાનું માથું ઝુકાવીને ગામમાં ફરવા લાગ્યો.
કમલેશ કંસારા