વગર વિચારે જે કરે
એક મુનિ હતા. રોજ તે પોતાના શિષ્યોને ઉપદેશ શિખામણ આપતાં કહેતા હતા કે પ્રત્યેક પ્રાણીમાં ઈશ્વરનો વાસ છે.નાના નાના જીવજંતુઓથી માંડીને વિકરાળ સ્વરૂપ ધરાવતી દરેક સજીવ વસ્તુમાં પરમાત્મા હાજર હોય છે. એટલે કોઈનાથી પણ કયારેય ભયભીત ના થવું જાેઈએ.
ગુરૂનો ઉપદેશ સાંભળીને શિષ્યો અત્યંત પ્રસન્ન થતાં. એક દિવસ એક શિષ્ય આશ્રમમાંથી નજીક આવેલા એક શહેરમાં ગયો. ત્યાં તે રસ્તા પર ધ્યાનમાં મસ્ત થઈને ચાલતો હતો. એટલામાં રસ્તામાં શોરબકોર સંભળાયો. એક પાગલ હાથી રસ્તા પર દોડતો આવી રહ્યો હતો. એની ઉપર બેઠેલો મહાવત જાેરજાેરથી બુમો પાડીને લોકોને સાવચેત કરતો હતો. ઉપર બેઠો બેઠો મહાવત બુમો પાડીને કહેતો હતો કે ભાગો, ભાગો દુર હટો આ હાથી પાગલ થયો છે અને તે મારા અંકુશમાં રહ્યો નથી. માટે તમારા પ્રાણ બચાવવાને માટે એના માર્ગમાંથી હટી જાવ.
લોકો પોતાના પ્રાણ બચાવવાને માટે આમતેમ દોડવા લાગ્યા પરંતુ શિષ્ય તો પોતાની મસ્તીમાં રસ્તાની વચ્ચે ચાલતો હતો. એને તો પોતાના ગુરૂદેવની વાણીમાં આપેલ મંત્ર યાદ હતો કે દરેક જીવમાં ઈશ્વરનો વાસ હોય છે તો પછી મારે શા માટે ડરવું જાેઈએ ? મહાવતે એને હાથીની સામે આવતાં જાેઈને બુમો પાડીને તેને હટવાનું કહ્યું, પરંતુ શિષ્ય માન્યો નહીં.હાથીએ નજીક આવીને પેલા શિષ્યને સુંઢમાં પકડીને લપેટયો અને એને દુર ફેંકી દીધો. જમીન પર પડવાથી શિષ્યનાં હાડકાં ભાગી ગયાં.કેટલાક રાહદારીઓ એને લઈને આશ્રમ આવ્યા.
ગુરૂજીએ શિષ્યને જાેતાં પુછયું, વસ્ત શું થયુ ં? શિષ્યે જવાબ આપતાં કહ્યું, ગુરૂજી એક પાગલ હાથી સામેથી આવતો હતો. હું એનાથી સહેજ પણ ડર્યો નહીં કારણ કે મારી પાસે તમારો ગુરૂ મંત્ર હતો પરંતુ હાથીએ મને સુંઢમાં પકડીને દુર ફંગોળી દીધો. તમારા ઉપદેશ મુજબ મેં પાગલ હાથીમાં ઈશ્વરનું સ્વરૂપ જાેયુ ંપરંતુ હાથીએ ઈશ્વરે મારાં હાડકાં જ ભાંગી નાખ્યા. તમારો ઉપદેશ મિથ્યા છે.
આ સાંભળીને ગુરૂ મંદ મંદ હસતાં બોલ્યાં, ‘વત્સ ! શું એ હાથી પર કોઈ સવાર હતું ખરૂ ં?’
‘શિષ્યે કહ્યું, હાથી પર એક મહાવત બેઠો હતો અને તે લોકોને રસ્તા પરથી ખસી જવા માટે બુમો પાડતો હતો.
ગુરૂજી બોલ્યા, અરે પાગલ ! તારે મહાવતમાં બિરાજમાન ભગવાનની વાત પહેલા માનવી જાેઈતી હતી. કારણ કે એક પાગલ હાથી કરતાં મહાવત વધુ જાગૃત હતો. તું વિવેક શૂન્ય થઈને માત્ર મારા શબ્દોને પકડી રાખ્યા પરંતુ એમાં રહેલાં રહસ્યને કયારેય ઓળખ્યું નહીં.
શિષ્યને હવે ગુરૂની વાતનું રહસ્ય સમજાયું કે જે પ્રાણીની ચેતના વધુ જાગૃત હોય એનો ભગવાન અર્થાત બ્રહ્મ વધુ જાગૃત હોય છે એટલે માનવીએ શબ્દને નહીં પણ એમાં રહસ્યને સમજવું જાેઈએ અને પોતાની અક્કલથી કામ લેવું જાેઈએ.
કયારેય વગર વિચારે કોઈપણ નિર્ણય ના લેવો જાેઈએ નહીંતર પોતાનું નુકશાન કરી શકે છે.