રીંન્કલ અને ટીન્કલ

કલરવ
કલરવ

ઘણા સમય પહેલાંની આ વાત છે. અમરાગઢ નામનું એક ગામ હતું. ગામમાં બે બહેનો રહેતી હતી. એકનું નામ રીંકલ ને બીજીનું નામ ટીંકલ. રીન્કલ દેખાવે સહેજ શ્યામ હતી. તેનો ચહેરો પણ સામાન્ય હતો. જયારે તેની નાની બહેન ટીંકલ રૂપાળી અને નમણી હતી. જેથી દેખાવમાં બહુ જ સુંદર લાગતી હતી. ભણવામાં પણ રીંન્કલ કરતાં ટીન્કલ હોંશિયાર હતી. તે હંમેશા કલાસમાં પહેલો નંબર લાવતી હતી. તેમજ શાળામાં ગમે તે કાર્યક્રમનું આયોજન થાય તો તેમાં ટીંન્કલ જરૂરથી ભાગ લેતી હતી અને હંમેશા ઈનામો મેળવતી હતી. રીંન્કલ ભણવામાં કે રમત ગમતમાં કયાંય આગળ આવી શકતી ન હતી.
ટીંકલના આ બધા ગુણોને કારણે સૌ તેને ખુબ જ વ્હાલ કરતાં હતાં. મમ્મી-પપ્પા અને શેરીના સૌ લોકોના હોઠ પર હંમેશાં તેનું નામ રહેતું હતું. એજ કારણથી રીંકલને તેની ઈર્ષા આવતી હતી. પોતે મોટી હોવા છતાં નાની બહેનને જે મહત્વ મળતું હતું. તે તેનાથી સહન થતું ન હતું.એટલે તે કયારેય તેની સાથે સીધી રીતે વાત પણ કરતી ન હતી અને કોઈપણ રીતે નુકશાન પહોંચાડવાનો જ વિચાર કર્યા કરતી હતી. કારણ કે રીંકલને ટ્રીંકલના નામથી જ નફરત થઈ ગઈ હતી. તેને એમ થતું કે જા તેનું કંઈક બીજું નામ હોત તો સારૂં હતું. નાની બહેન રૂપે હું તેને એ રીતે પ્રેમ કરી લેત.
પરંતુ કોણ જાણે કેમ ટ્રીંકલ એવી માટીની બનેલી છે કે રીંકલને જેટલી ખીજવે છે, હેરાન પરેશાન કરે છે એટલી તે વધુને વધુ તેની પાસે આવ્યા કરે છે. કયારેય તેને કોઈ વાતે ખોટું જ લાગતુ ંનથી. રીસાવાનું તો જાણે કે તેને આવડતું જ નથી..
મમ્મી જ્યારે બંને બહેનોને કોઈ કામ સોંપે છે તો ટ્રીંકલ સૌ પહેલાં પોતાનું કામ પતાવી દે છે અને પછી રીંકલ પાસે આવી તે કહે છે, મોટીબેન તે મારૂં કામ તો પતી ગયું છે. હવે તને મદદ કરૂં.. અને તે એટલા ભોળપણથી આ વાત કહે છે કે રીંકલને એમ લાગે છે કે તે તેને ખીજવવા જે આ બધું કરી રહી છે.
એક વખત એવું પણ બન્યું કે, ટ્રીંકલ તેની બહેનપણીઓ સાથે ઉજાણી કરવા ગઈ. તેની એક બહેનપણી જેનું નામ સીમ્પલ હતું. તે રમતાં રમતાં તળાવમાં લપસી પડી અને ડુબવા લાગી. જ્યારે ટ્રીંકલે આ દ્રશ્ય જાયું તો જીવની પરવા કર્યા વિના તે એકદમ તળાવમાં કુદી પડી અને બહેનપણીને તળાવમાંથી બહાર કાઢી લાવી. આ બનાવ બન્યો ત્યારે શાળામાં અને સમગ્ર ગામમાં કેટલાય દીવસો સુધી ટ્રીંકલની બહાદુરીની વાતો ચાલ્યા કરી..શાળાના આચાર્યે પ્રાર્થના બાદ પોતાના વકતવ્યમાં તેના ખુબ જ વખાણ કર્યા અને ટ્રીંકલને એકસો એક રૂપિયાનું ઈનામ પણ શાળા તરફથી આપવામાં આવ્યું. આ વાત જાણીને મમ્મી-પપ્પા ખુશખુશાલ થઈ ગયા પણ રીંકલને આ વાત ગમી નહીં. તે અંદરને અંદર બળવા લાગી. તેને એમ થયા કરતું હતું કે હું તેની મોટી બહેન હોવા છતાં આવું કંઈ કહી શકતી નથી પણ હમણાં થોડા દિવસ પહેલાં એક એવી ઘટના બની કે રીંકલની આ તમામ ઈર્ષાની ભાવના જ બદલાઈ ગઈ. તેમજ તેના હૃદયમાં એક નાની બહેન પ્રત્યે જેવો નિર્મળ પ્રેમ હોવો જાઈએ તે પ્રગટયો. વાત જાણે એમ બની હતી કે, ટ્રીંકલ બંગલાના પાછળના ભાગમાં આંબાના ઝાડ નીચે બેસી કોઈક પુસ્તક વાંચતી હતી. તે સમયે રીંકલ ત્યાં આવી. તેણે જાયું તો આંબાની ઉંચી ડાળ પર એક કેરી લટકતી હતી. રીંકલને કાચી કેરી બહુ ભાવતી હતી. કેરી જાઈને તેના મોંમાં પાણી આવ્યું. તેણે એક નાનકડો પથ્થર ઉઠાવ્યો અને જાર કરીને ફેંકયો.. તે જ સમયે ટ્રીંકલનું ધ્યાન તેની તરફ દોરાયું. તે એકદમ ભયભીત થઈ બોલી ઉઠી..‘મોટી બેન.. મોટી બેન.. પથ્થર ન મારતી આંબા ઉપર મધ બેઠું છે.’
આ સમયે રીંકલના મગજમાં વિચાર આવ્યો. આજ તો આને મજા ચખાડી જ દઉં.. તેથી તેણે એક સહેજ મોટો પથરો ઉઠાવ્યો.. અને સીધો જ મધપુડા પર માર્યો.. પરંતુ એ જ્યાં ભાગવા ગઈ ત્યાં ઠેસ વાગવાથી ઉંધા મોંઢે નીચે પડી. મધમાખીઓનો ગણગણાટ તેને સંભળાતો હતો. તેના ગોઠણ

છોલાઈ ગયા હતા. નાક પર વાગ્યું હતું.તે હજુ ઉભી થવાની કોશીશ કરતી હતી ત્યાં તો ટ્રીંકલનો અવાજ સંભળાયો.. ‘મોટીબેન લે મારા દુપટ્ટાથી મોં ઢાંકી લે અને ભાગવા માંડ..’ આટલું કહેતાંની સાથે ટ્રીંકલ તેના મોં આડે પોતાની જાતે દુપટ્ટો વિંટાળીને મોં ઢાંકી દીધું અને રીંકલનો હાથ પકડી જલદી જલદી ઘરના આંગણામાં લઈ આવી. રીંકલને એક પણ મધમાખી કરડી ન હતી. જ્યારે તેણે પોતાના ચહેરા પરથી દુપટ્ટો હટાવ્યો તો તે દંગ રહી ગઈ..ટ્રીંકલ તેની સામે ઉભી પોતાના ચહેરા અને ગરદન પર ખંજવાળતી રહી હતી. એક બે મધમાખીઓ હજુ તેના ચહેરા અને ગરદન પર ચોંટેલી હતી પરંતુ આટલું બધું થયા છતાં તે હજુ હસતી જ હતી. મોટી બહેન તને મધમાખીઓ કરડી તો નથી ને ? હસતાં હસતાં હજુ તે પુછતી હતી. આ જાઈ રીંકલ તેને ગળે લગાડી એકદમ રડી પડી.. તેને એમ લાગ્યું કે ભલે હું તેની મોટીબહેન છું પણ તેનો પ્રેમ, લાગણી અને પરોપકાર ભાવના પાસે હું બિલકુલ નાની છું. તેના સ્વભાવે તેને મોટી બનાવી દીધી છે અને મારી ઈર્ષાએ મને વામન બનાવી મુકી છે.
બાલમિત્રો તે દિવસથી રીંકલ હવે કયારેય ટ્રીંકલની અદેખાઈ કરતી નથી. માણસ ઉંમરથી નહીં કાર્યથી મહાન બને છે. ઉમદા ભાવના જ તેને સૌને માટે પ્રીતી પાત્ર બનાવે છે વાત જરૂરથી ધ્યાનમાં રાખજા હોં…

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.