રાષ્ટ્રપિતા ગાંધીજીની ‘ઢાલ’ રાષ્ટ્રવીર છેલભાઈ
આઝાદી જંગના સમયની આ વાત છે.
આખા દેશની જનતા ભારતભરમાં સત્યાગ્રહ પર સંગ્રામ કરી રહી હતી.
તે સમયે સૌરાષ્ટ્રમાં.. રાજાશાહીનાં નવાં જનતા પર પારાવાર જુલ્મો થતા હતા તે પ્રદેશમાં..
રાજકોટ રાજયમાં ઠાકોર ધર્મેન્દ્રસિંહ રાજા.. તે તો કાયમ શરાબમાં ડુબેલાને ડુબેલા રહેતા.
રાજનો કારભાર, અંગ્રેજી સરકારનો હજુરીયો, દિવાન વીરાવાળા કરે,તેના પારાવાર જુલ્મો, સામે રાજકોટની વીર જનતાએ સત્યાગ્રહ આરંભી દીધો.
આ એલાન..રાષ્ટ્રસેવકો, વજુભાઈ શુકલ, ઢેબરભાઈ, જેઠાલાલ જાેશી તથા રાષ્ટ્રવીર છેલભાઈએ આપ્યું. વીરાવાળાએ સત્યાગ્રહી જનતા ઉપર પારાવાર જુલ્મો આદર્યા, જેલમાં પુર્યા, ઘોડા દોડાવ્યા, લાઠીમાર વરસાવ્યો, પરંતુ જનતા અડગ રહી.
સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો.
ગાંધીજી, જવાહર, સરદાર વગેરે દેશનેતાઓ વીરા વાળાના જુલ્મોથી વ્યથિત બન્યા.
અને.. ગાંધીજીએ ઝડપથી નિર્ણય લીધો. જાહેરાત કરી.. ‘રાજકોટ જઈશ.. એકવીસ દિવસના ઉપવાસ કરીશ..’ આ જાહેરાતથી જાણે સમગ્ર દેશમાં વીજ કડાકો થયો.
ધરતીકંપ થયો.. નેતાઓએ ગાંધીજીને વિનંતી કરી કે, ‘બાપુ ! વીરાવાળો ભારે ખતરનાક છે..’
ગાંધીજીએ કહ્યું, મારો નિર્ણય અફર છે. બાજી શ્રીરામને હાથ છે..’
ગાંધીજી..ભરવેગે.. આવી પહોંચ્યા..
રાજકોટ અને રાજકોટની ‘રાષ્ટ્રીય શાળા’ માં ઐતિહાસિક એવા એકવીસ દિવસના અનશનનો પ્રારંભ કર્યો.. રાષ્ટ્રની સમગ્ર જનતા ચિંતીત થઈ.
ગાંધીજીના દિર્ઘાયુષ્ય માટે પ્રાર્થનાઓ થઈ..
રાષ્ટ્રની સમગ્ર જનતા ચિંતીત થઈ. દિવસો ઉપર દિવસો પસાર.. પરંતુ જાલીમ વીરાવાળો હલ્યો નહીં.. ઉલટાનું તે જાલીમે રાષ્ટ્રપિતાની હત્યાનું કાવત્રું રચ્યું.
રાષ્ટ્રવીર છેલભાઈને આ ગુપ્ત માહિતીની આગોતરી ખબર પહોંચી ગઈ.
વીર છેલભાઈ સતર્ક થયા, સાબદા થયા. ખિસ્સામાં નાની એવી રીવોલ્વર છુપાવી, ગાંધીજીના છુપા અંગરક્ષક બની ગયા અને ચારે બાજુથી ચાંપતી નજર રાખી રહ્યા. ગાંધીજી રોજ પ્રાર્થના સભા યોજે. .હજારો દર્શનાર્થીઓ આવે.
‘વૈષ્ણવજન તો તેને રે કહીએ
જે પીડ પરાઈ જાણે..’
ભજનો ગવાય પછી ‘રામધુન’ ઉપડે.
‘રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ..’
થોક થોક.. લોક આ ઝીલે..
ગાંધીજી ઈશ્વર મનનમાં મગ્ન અને તલ્લીન બને,
સમાધિસ્થ બને, આ ગાંધીજીનો રોજનો ક્રમ
રોજનો કાર્યક્રમ.. એક દિવસ વીરાવાળાના અને વિદેશી સરકારના છુપા કાવત્રાના દેશદ્રોહીઓની
ગાંધીજીના હત્યા કરવાની યોજના અનુસાર.. ગાંધીજી પ્રાર્થનામાં મગ્ન હતા ત્યારે ‘રામધુન’ ગવાતી હતી ત્યારે… કાવત્રાખોરો ગાંધીજી ઉપર ધસી ગયા.
ગાંધીજીની સમાધિમાં ખલેલ પડી.. જાેયું તો.. કાવત્રાખોરો ધસી રહ્યા હતા..
સ્વયંસેવકો બેબાકળાબન્યા.. ત્યાં તો.. વીર છેલભાઈ પ્રગટ થયા..
ધસી ગયા.. સ્વયંસેવકોને સિંહ ગર્જના કરી..
સ્વયંસેવક.. ગાંધીજીની રક્ષા કરવા કોશીશ કરી રહ્યો હતો.. તે હિંમતલાલ દવે ઉમંગમાં આવી ગયા અને છેલભાઈને જાેઈને બધા જ ઉમંગમાં આવી ગયા.
ગાંધીજી અર્ધબેભાન હાલતમાં આવી ગયા. ગાંધીજીએ અડગ રીતે કહ્યું કે, હું નહીં મરૂં મને મરણની બીક નથી..
કાવત્રાખોર હત્યારાઓને ખાળવામાં આવ્યા અને વીરવાળાનું રાષ્ટ્રપિતાની હત્યા કરવાનું કાવત્રું નિષ્ફળ નીવડયું..
આમ વીર છેલભાઈએ
ગાંધીજીની ‘ઢાલ’ બનીને ગાંધીજીનું રક્ષણ કર્યું.