મધુવન

કલરવ
કલરવ

દેવના દરબારમાં મુજને કશોય રસ નથી,
સત્ય કહું છું મારે એમાં આવવું ચોક્ક્‌સ નથી. તે દિવસથી સ્વર્ગ-પ્રાપ્તિની તજી મેં ઝંખના,
જાણવા જે દી મળ્યું કે ત્યાં કોઇ માણસ નથી.
હરિપ્રસાદ મોહનલાલ સંઘવી દિલહર” સંઘવી ના શબ્દોમાં દેવના દરબાર એટલે કે સ્વર્ગમાં ન જવાની ખુમારી વ્યક્ત થઇ છે. સ્વર્ગ અને નર્ક એ માનવીના મનની કલ્પના અને શોષણ કરવાની એક તરકીબ છે. આજના વિજ્ઞાને બ્રહ્માંડના અનેક રહસ્યો ખૂલી આપ્યાં છે , પણ ક્યાંય કોઇ વૈજ્ઞાનિકને કોઇ સ્વર્ગ જાેવા મળ્યું નથી. જેનો સ્વભાવ સુંદર છે જે નિજની મસ્તીમાં મશગુલ છે એના માટે તો અહીંયા જ સ્વર્ગ છે.
મને ઇચ્છા નથી મૂર્તિ બની પૂજાઉં હું જગમાં,
ઉઠાવી લે મને શિલ્પી મજાનું ટાંકણું માની. પછી લડવા- ઝગડવાનો રહે છે પ્રશ્ન ક્યાં ‘દિલહર’
અહીં સૌ આપણે રહીએ બધુંયે આપણું માની
‘દિલહર’સંઘવી સ્વર્ગની જ નહીં બલકે મૂર્તિ બનીને પૂજાવાની પણ કોઇ ખેવના નથી. આ જગતમાં એટલું તો પહેલેથી પ્રયાપ્ત છે કે જેનાથી સઘાળા લોકોની જરૂરિયાત પૂરી કરી શકાય. પરંતુ માત્ર એક જ વ્યક્તિનો લોભ સંતોષી શકે એટલું પૃથ્વી પાસે નથી. આખરે જેનું નિધન થવાનું છે એવી વ્યક્તિ આખી જિંદગી ધન-ધન કરતી રહે છે. કેટલા પૈસાના અભાવે તો કેટલાક પૈસાના અતિરેકથી મરી ગઇ છે. આ મારું , આ મારું અને હજી થોડું વધારે . થોડું વધારેમાં માનવી ખૂટી જાય છે.
પરિચય અન્યનો દેતાં હું પડું છું હું વિમાસણમાં,
મને “દિલહર” હજી મારો જ, ખુદનો ક્યાં પરિચય છે ?
દિલહર’ ના આશે’ ૨ માં પરિચયની વાત થઇ છે. આમતો જ્યારે કોઇ પણ વ્યક્તિ બીજાનો પરિચય આપતી હોય ત્યારે એ બીજાનો ઓછો પોતાનો પરિચય વધારે આપતો હોય છે કારણકે વ્યક્તિના શબ્દોમાં એનું આખું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. યાદ રાખો કે બીજાની ગેરહાજરીમાં કોઇના અવગુણો અને નીંદા કરતો માણસ તમારી ગેરહાજરીમાં શી ખાતરી કે તમારી નીંદા નહિ કરે.
આમ જાેઇએ તો આપણને બીજાના વિષે કોઇ ખબર હોતી નથી. હા, માન્યતા હોઇ શકે. કેમકે હજી સુધી આપણે આપણી જાતને પણ પૂરેપૂરા ઓળખતા નથી ત્યાં બીજાને ઓળખવાની વાત આવે ત્યારે શાયરના શબ્દોમાં કહીએ તો વિમાસણમાં મૂકાઇ જઇએ છીએ.
પાગલ દીય નિજની આદત નથી બદલાતા,
ફૂલો હજી કરે છે કાંટાઓ ઉપર પથારી .આખું જગત પ્રેમીઓ અને પ્રેમના
વિરોધમાં છે. અને આ દુનિયાને પ્રેમપૂર્ણ બનાવવાની વાતો કરે છે. લાખો લોકોને પ્રેમ કરવાના બદલામાં રહેંશી નાખવામાં આવ્યા. ખૂબ યાતનાઓ અપાઇ . અને આજે પણ અપાઇ રહી છે . જાેકે એને સફળતા મળી નથી કે ક્યારેય મળશે પણ નહિ. કેમ કે પ્રેમ એ કુદરતનું વરદાન છે. પરમાત્માનું દાન છે. એ ક્યારેય રોકી શકાશે નહિ. ઇતિહાસ જાેઇને અંદાજ લગાવીએ અને પ્રેમીઓની સાથે દુનિયાદારીએ કરેલો વ્યહવાર જાેઇએ તો પ્રેમ તો આજે ખૂદ ઇતિહાસ બની ગયો હોત. જાેકે એવું થયું નથી આજે પણ દીવાના લોકો છે જે પ્રેમ કરે છે, આ આદત બદલી શકાય એવી નથી.
જમાનો કરે છે દીવાનાની યાદી,
સરસ તક છે ચાલો ઉમેરાઇ જઇએ.
દીવાના દિલહર’ સંઘવી નો જન્મ મુબંઇમાં ૧૮ મી નવેમ્બર ૧૯૩૨ માં થયો હતો. એમના વિષે જલન માતરી લખે છે કે ઃ કદમ નીચે સહારા અને નજર સામે હિમાલય રાખનારા, પોતે વણિક છતાં આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કરીને જ્ઞાતિમાં ઉહાપોહ જગાડનારા સાચા દીવાના હતા. ગૌતમી’ અને કસ્તૂરી’ નામે એમણે ગઝલસંગ્રહો આપ્યા છે. જાેઇએ વધુ એક શે’ ૨
નશામાં હું ગઝલ સુણાવું તો કરે ‘વાહવા’
કરે છે એજ ફરિયાઘે પછી મારા વ્યસન માટે !
ઘેંગાભાઈ એન. સરહદી(ટડાવ)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.