મધુવન

કલરવ
કલરવ

હે દોસ્ત, એ નથી કે અંજામ ભૂલ કેરો.ચાલી ગઇ જવાની ગુજ બાળપણની પાછળ. પોતાના નામને તખલ્લુસ તરીકે ધારણ કરનાર ચમનલાલ કુંવરજી ઠક્કર એટલે કે “ચમન” ઠક્કર ના શે’ર માં બાળપણ પાછળ ચાલી જતી જવાનીની વાત વ્યક્ત થઇ છે. જીવનના મુખ્ય ત્રણ તબક્કાઓમાં બાળપણ સૌથી વધારે યાદગાર, નિર્દોષ, આનંદદાયક અવસ્થા છે, જીવનની સમસ્યાઓ તો બુધ્ધિના આવવા સાથે જ થાય છે એથી જ કોઇ કહ્યું છે કે કેવુ મજાનું બાળપણ . કેવું નિખાલસ ભોળપણ, લાવ શોધી લઉં ફરી, વેરી દઉં આ શાણપણ. ધારણ કરેલી સજ્જનતા અને શાણપણ જીવનની કોઇ મજા લેવા દેતાં નથી. સમજદારી જેમ- જેમ વધતી જાય છે સાહસ અને સાહજિકતા એમ-એમ ઓછાં થતાં જાય છે. અહીં ઇન્સાન પણ એવા “ચમન” જાેવા મળ્યા છે કે, જે માનવતા વિના માનવતા આકાર લાગે છે. “ચમન” ના શે’૨ માં એક મૂંઝવણ વ્યક્ત થઇ છે. ખુદાએ બધા માણસોને એકસરખા બનાવ્યા છે બહારના દેખાવથી.આથી જેનામાં લાગણી, દયા, પ્રેમ, માનવતા નથી એવા માનવદેહધારી પ્રાણીઓ પણ માણસ તરીકે ઓળખાય છે.

ઘણીવાર પ્રાણીઓ સાથે એમની સરખામણી કરીને આપણે પ્રાણીઓને પણ અન્યાય કરતા હોઇએ એવું લાગે છે . કારણ કે બધા પ્રાણીઓ પોતપોતાની મર્યાદા અને નિયમોમાં જીવે છે. પોતાની જ પ્રજાતિના પ્રાણીને મારી નાખવાની ઘટના એમના એમનામાં ભાગ્યેજ બને છે જ્યારે પોતાની જાતને બુધ્ધિશાળી સમજતો માણસ હજારો યુધ્ધો કરી ચૂક્યો છે. નજીવા કારણસર અને ઘણીવાર તો સાવ અકારણ હજારો – લાખોને રહેંશી નાખતા લોકો માણસ તરીકે ઓળખાય છે ! નવાજે પથ્થરોથી જિંદગીભર એમને દુનિયા , મરણ વખતે જ બક્ષે છે મુલાયમ કૈ કફન જેવું.

સુકરાત હોય કે ઇસુ હોય કે ભલે ગાંધી હોય . જ્યાં સુધી મહાપુરુષો જીવે છે ત્યાં સુધી લોકો એમને જીવવા દેતા નથી. એ મહાવીરના કાનમાં શૂળ ભરાવે છે. એ મીરાંને ઝેર આપે છે. આપણી પ્રજા મૂત્યુપૂજક બની ગઇ છે. જે સારા હોય છે જમાનામાં એમની દશા કંયા સારી હોય છે ? એ લોકો જ્યારે આ દુનિયા છોડી જાય છે ત્યાર બાદ આપણે એમની મૂર્તિઓ બનાવીએ છીએ. એમની સાથે સારો વ્યવહાર કરીએ છીએ. એમની પૂજા કરીએ છીએ. એમના જેવું જીવવા લોકોને સમજાવીએ છીએ . પણ એમને જીવવા દેતા નથી. હતી એવી તમન્ના કે સમંદર પણ તરી જાશું,પરંતુ આખરે મૃગજળ મહીં ડૂબી ગયો છું હું . શાયર “ચમન” ઠક્કર ના શે’ રમાં રંજ છે, ૨૩ મી સપ્ટેમ્બર ૧૯૩૯ માં જન્મેલા આ ગઝલકારે ખ્યાતનામ શાયર મહેન્દ્ર “સમીર” પાસેથી ગઝલનું શિક્ષણ મેળવ્યું હતું. ભૂજ (કચ્છ) માં એઓ અનાજના જથ્થાબંધ વેપારી હતા.ઇન્ટર આર્ટસ સુધીનો અભયાસ એમણે કર્યો હતો. સરકી જતા સમયને રોકી શકાતો નથી આથી સમયની પાંખ ઉપર સવાર થઇને ગઝલને લખતા આ ગઝલકારના શે’ ૨ માણીએ સુશોભિત હોઇને પણ જે સુવાસિત થઇ નથી શકતાં, એ કાગળનાં બધાં ફૂલો હવે કુલો હવે કરમાય તો સારું. નકલી ફૂલો શણગારમાં સારા લાગે છે.

જાેકે સુવાસ, બહાર, વરસાદનો એમને કોઇ અનુભવ હોતો નથી. ખીલવું ,ખૂલવું, મહેંકવું, અને શાનથી કરમાવું એમને નશીબ નથી. ઘણા માણસો પણ આવા નકલી ફૂલો જેવા હોય છે. જેમની પાસે કોઇ ભમરો ક્યારેય ગુંજન કરતો નથી. પ્રેમગીતોની એમને કોઇ અસર થાતી જ નથી. કોઇના ગજરે એ ક્યારેય બંધાતા નથી. ક્યારેય એ પ્રભુના પ્રાંગણમાં પ્રવેશ પામતા નથી. કોઇ પૂજામાં એમને સ્થાન આપતું નથી. બસ એ દેખાવના જ ફૂલો હોય છે. અંતમાં જાેઇએ “ચમન”ઠક્કરના આ શબ્દો ઃ ન યાદ આપો હૈયાના રૂઝેલા ઘાવ ખોલીને, કહો થોડું ભલે અમને ઘણું સમજાઇ જાયે છે. ખબર છે આપના ચાલ્યા જવાના ભેદની મુજને,ભ્રમર ક્યાંથી રહે જ્યારે “ચમન” મુરઝાઇ જાયે છે. ધેંગાભાઇ એન “સરહદી”
(ટડાવ)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.