મધુવન
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નક્શામાં નથી હોતી.
દરેક ના હોઠ ઉપર રમતો આ શે’ ૨ ગઝલકાર બરકતઅલી ગુલામહુસેન વીરાણી ‘બેફામ’ નો છે. જે રીતે ચણાયેલી ઇમારત એના નકશામાં હોતી નથી. એ જે રીતે સફળતા જિંદગી હસ્તરેખામાં હોતી નથી. આપણા દેશામાં ઘણા લોકો પારબ્ધમાં માને છે, ભાગ્યના આધારેજ જીવે છે. આથી મહેનત કરવાને બદલે માત્ર ઇંતઝાર કરે છે, કોઇ ચમત્કારનો. શેક્સપિયરે કહ્યું છે કે ભાગય ઉપર આધાર રાખી ન શકાય. *
રેખાઓ કા ખેલ હૈ મુકદર ,
રેખાઓસે માત ખા રહે હૈ.
કૈફી આજમી ના આ શે’ ૨ માં મુકદ્દરને હસ્તરેખાઓની રમત ગણાવી છે. કૉન્ફ્યુશિયસ ભાગ્ય પરિવર્તનને માને છે. તે કહે છે ઃ ‘ ભાગ્યચક્ર નિરંતર ફર્યા કરે છે કોણ કહી શકે કે કે પોતે આજે શિખર ઉપર પહોંચી જશે… તો ડિઝરાયેલી નામના વિચારક કહે છે ઃ ‘ આપણે પોતે આપણા એશ્વર્યાની રચના કરીએ છીએ ને પછી એને ભાગ્યનું નામ આપીએ છીએ.’ તો બેકન એજ વાતને આ રીતે જરા જુદા શબ્દોમાં કરે છે ‘ભાગ્યની દેવી જેના ઉપર ખુશ થાય એને મૂર્ખ પણ બનાવી શકે કોને ખબર !
વિધિ સાથે વેર ન થાય ,
જીવન આખું ઝેર ન થાય,
કિસ્મત છે છાપેલો કાગળ,
એમાં કંયાય ફેર ન થાય. “
“અમર” પાલનપુરી ના આ મુઅક્તકમાં કિસ્મતમાં કોઇ ફેરફાર ન કરી શકાય એવી વાત રજૂ થઇ છે. ભતૃહરિએ કહ્યું છે કે; “ કેરાના છોડને પાંદડા હોતા નથી એમાં વસંતનો શો દોષ ? ઘુવડ દિવસે ન જાેઇ શકે એમાં સૂર્ય શું કરે ? વર્ષાનું જળ પપૈયાની ચાંચમાં ન પડે તો એમાં વર્ષાનો શું દોષ ? વિધાતાએ જે ભાગ્ય પહેલેથી લખી રાખ્યું હોય એને કોણ મિટાવી શકે ?. ” જાે કે વિધાતાએ એવું પણ લખ્યું હોય છે કે પ્રયત્ન કરવાથી સફળતાનો દરવાજાે ખુલી જશે એટલે આપણે પુરુષાર્થ કરતા રહેવું જાેઇએ.
હાથમાં છે તોય કાબૂ બાર છે ,
ભાગ્યરેખાઓનો કેવો ભાર છે.
છતાં વાસુકિનાગને માત્ર વાર્યુનું ભક્ષણ કરીને જીવન વિતાવવું પડે છે ! હાથમાં ખપ્પર લઇઅને ભિક્ષા માંગનારા ભગવાન શંકરે અસંખ્ય ભક્તોને સૃષ્ટીનું રાજ્ય આપ્યું એ પ્રતિભા પણ એમના ભાગ્યમાં જ લખેલી હશેને ? જેમના ઘરમાં સાક્ષાત અન્નપૂર્ણા દેવી ગૃહિણી છે એવા શંકર પણ હાથમાં ખપ્પર લઇ ભિક્ષા માંગતા ફરે છે ! વસ્તુત ઃ ભાગ્યમાં લખેલું મિથ્યા જતું નથી.
‘મિસ્કીન’ સાત દરિયા પાર કરી યાર એ મળે , એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.
રાજેશ વ્યાસ “મિસ્કીન” ના આ શે’ ૨ માં ભાગ્યરેખા પડાવવાની વાત વ્યક્ત થઇ છે. નશીબવંતાને દરિયામાં ધક્કો મારીએ તો એ મોમાં મોતી લઇને પાછો આવે છ્હે જ્યારે અને બદ્દનશીબને હીરાની ખાણ જડી જાય તો એમાં એ ચગદાઇ મરે. જાે કે મિસ્કીન પુરુષાર્થ કરવાની વાત કરે છે.હથેળીમાં રેખા પડાવવાનો અર્થ મહેનત કરવી એવો થાય છે. કારણ કે ભાગ્ય સાહસિકોને સહાય કરે છે અને રામતીર્થના શબ્દોમાં કહીએ તો માણસ પોતે પોતાનો ભાગ્યવિધાતા છે.
છે પ્રતિક પુરુષાર્થનું પ્રારબ્ધ પર પ્રસ્વેદ છે,
તોય વંચાયે છે વિધિના લેખ એનો ખેદ છે.
“નાઝિર” દેખૈયાના આ શે’ ૨ માં પુરુષાર્થનો મહિમા વર્ણવ્યો છે. માત્ર ભાગ્યના ભરોષે બેસી રહેવાથી ભાગ્ય બેસી રહે છે. ઊંઘતાનું ભાગ્ય ઊંઘી જાય છે. હિંમતથી ઊભા થવાથી ભાગય પણ ઊભું થાય છે. કૂતરો પોતાની જગ્યાએ બેસી રહે તો ભૂખે મરી જાય. ભાગયના વિચારોમાં મનુષ્ય પોતાની જાતને બાંધી રાખવી એ મૂર્ખતા છે. ‘ નાઝિર’ પોતાના જ બીજા એક શે’ ર માં કહે છે કે ‘ ઘણાય એવા છે જેને પરવા નથી જમાનાથી, જીવે છે વિધાતાના લેખ ઉપર મેખ મારીને.’
મહેનત મને દીધી છે હવે ફેરફારની,
ચાહ્યું તું તે મારું મુકદ્દર લખી દીધું .
૬ અબ્બાસ અ, વાસી એટલે કે શાયર સમ્રાટ સ્વ. મરીઝ ના આ શે’ ર માં મુકદ્દરમાં ફેરફાર કરવા માટે મહેનતની જરૂર છે એ વાત છે. પુરુષાર્થથી જ પ્રારબ્ધ પલટી શકાય છે. યોગેન્દ્રનાથે કહ્યું છે કે ઃ પ્રચંડ પુરુષાર્થ કરનારની સફળતાને પેલો આળસુ સદ્દભાગ્યના નામે જમા કરવાનો આગ્રહ રાખે એ જ આશ્ચર્ય !’. તો ડિઝરાયેલી ના શબ્દો છે ઃ આપણ એજ આપણા આશ્ચર્યની રચના કરીએ છીએ ને પછી તેને ભાગ્યનું નામ આપીએ છીએ, અંતે જાેઇએ ‘મરીઝ’ નો વધુ એક શે’ ર
તમોને હસ્તગત છે સૌ કલા એવું બધા કહે છે ,. બનાવી આપશો કોઇ સરસ નકશો મુદ્દનો .
ધેંગાભાઈ એન. સરહદી (ટડાવ)
મો. ૯૪ર૭૬૪૪૬૧૧