મધુવન

કલરવ
કલરવ

ભાગ્યની ચોપાટ પર ઢાળી સમયનાં સોગઠાં
આંધળા વિશ્વાસ સાથે ખેલવું સારું
નથી ઃ
શિર્ષક શેર માં જંયતિલાલ તુલસીરામ દવે “વિશ્વરથ” કિસ્મત પર વધારે પડતો આધાર ન રાખવાની વાત કરે છે. જે દાંત આપે એજ ચાવણ આપશે એવો આંધળો ભરોષો ઘણીવાર સાચો પડતો નથી હવે સમય બદલાયો છે આજે તો મહેનત કરે છે એજ સફ્ળતા ના શિખરે બિરાજમાન થાય છે, આથી નશીબ ના રહેતાં માણસે સખત પરિશ્રમ કરવો જોઇએ
જિંદગીને એક પરપોટો ગણી લે “વિશ્વરથ
અબઘડી આકાર લઇને અબઘડી ફૂટી જશે
ગઝલકાર અહીં જીવનની ક્ષણભંગુરતાને પોતાના શબ્દોમાં વાચા આપે છે . આપણે અકબર-બીરબલની વાર્તા વાળા મૂરખા છીએ જે ઘોડા ઉપર બેસવા છતાંય માથા ઉપર પોતાની પોટલી ઉપાડીને બેસે છે આપણે પણ આ જગતની બધીજ સમસ્યાઓને મગજમાં લઇને ફરીએ છીએ. આજે જેના શેર માણવાના છે એવા શાયર વિશ્વરથનું મૂળ વતન સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું નાગોશ. ૩૦મી ડિસેમ્બર ૧૯૧૧ ના રોજ એમનો જન્મ થયેલો
જેમની સંસારમાં વસમી સફર હોતી
નથી ;
એમને શું છે જગત એની ખબર હોતી નથી.
જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ
કોઇની વ્યોમે હવેલી કે કબર હોતી નથી
જિંદગી એક સફર છે. અને સફરમાંતો કંઇ બધે રસ્તામાં ફૂલો જ પાથરેલા હોય એવું ભાગ્યે જ બને સફરમાં ક્યાંક પુષ્પો તો કયાંક કંટકો ક્યાંક ઢાળ તો ક્યાંક ચઢાણ હોવાના જ . જેને રસ્તાની બધી ઠોકરોનો અનુભવ છે એમને જ સાચા અર્થમાં જિંદગીના સફરની ખબર હોય છે, રેડિમેડ જિંદગી ભલે થોડીવાર આપણને આકર્ષક લાગે એ ક્યારેય આપણા માપની હોતી નથી. એમાં આપણી જાત થોડીવામાંં જ ગૂંગળાવા લાગે છે,
ચાહવાને યોગ્ય છે રંભા અને કુબ્જા ઉભય ,
દેહ સુંદર કોઇનો દિલ કોઇનું
સોહામણું ! ”
સૌથી સુદર સ્ત્રી કે પુરુષ એ છે કે જે તમને ચાહે છે. સ્વર્ગની અપસરાઓ વિષે ખૂબ વાંચ્યુ સાંભળ્યું છે એ ક્યારેય ઘરડીજ થાતી નથી એમની સુંદરતા અજરામર રહે છે. આથી એમને પામવાની ઇચ્છા થવી સ્વાભાવિક છે કેમકે એ સમ્રગ સૃષ્ટીમાં સૌથી સુંદર
છે .ક્યારેક ખૂબ વિચારીએતો લાગે છે કે આ બધી વાતો માણસની અધૂરી એષણાઓની નીપજ છે. સૌ કોઇ સુપેરે
જાણે છે કે આ દેહતો હાડમાંસનું બનેલું છે અને પરિવર્તનશીલ છે છતાંય ખબર નહી કેમ ? આપણે પસંદગીની વાત આવે ત્યારે સંસ્કારોને બદલે સુંદરતાને પ્રથમ પ્રાધાન્ય આપીએ છીએ અને જિંદગીભર પસ્તાવો કરીએ છીએ. શાયરના શબ્દોમાં કહીએ તો બંન્ને ચાહવાને યોગ્ય હોય છે. કેમેકે
કોઇનો દેહ તો કોઇનું દિલ સુંદર હોય છે, સુંદરતા સ્વભાવ સાથે જોડાયેલી છે જેનો સ્વભાવ સારો હોય એ ભલે ભીને વાને જ કેમ ન હોય ચોક્ક્‌સ સુંદર લાગે છે. અને એક મજાની વાત એ છે કે આપણા પ્રાચીનમાં પ્રાચીન ચિત્રકારોએ શિલ્પકારોએ જેટલી ઇશ્વરની છબીઓ દોરી છે બનાવી છે કંડારી છે એમાં મોટેભાગે શ્યામવર્ણ દર્શાવવામાં આવ્યો છે એ પાછળ ચોક્ક્‌સ કારણો છે ધવલ રંગ ભલે આંખોને આકર્ષતો હોય પણ એમાં ઊંડાણ નથી એનાથી મન તરત ધરાઇ છે.
હું મુક્ત વિહારી માનવ છું, શાયરને દુનિયા કેદ નથી ;
મારે મન ગંગા- મઝમ કે મંદિર- મસ્જિદમાં ભેદ નથી
માધ્યમ છે મારું માનવતા મિલકતમાં મસ્ત ફકીરી છે
શાયર નો પરિચય આ શબ્દોમાં આપણને થાય છે . જે બધી રીતે સ્વતંત્ર હોય છે દુનિયાદારીના બંધનો એને નડતા નથી માનવતા એકમાત્ર એમનો ધર્મ હોય છે જે વિચારોની અદ્રશ્ય કેદ થી પણ મુક્ત હોય છે અંતે જોઇએ વધુ એક શે’ર
ભરી છે આગ યૌવનના રતુમડા બેઉ અધરોમાં,
અગનને ચૂમતાં શીખો અધરને ચૂમતાં પહેલાં .
ઘેંગાભાઇ એન. ‘સરહદી’ (ટડાવ) ગુરૂકૃપા બંગ્લોઝ-૨, નાનીપાવડ રોડ, વજેગઢ, તા. થરાદ. જિ.બ.કાં.
(મો) ૯૪૨૭૬ ૪૪૬૧૧


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.