મધુવન

કલરવ
કલરવ

છું જૂનો, ખુદાનીય જૂની જ મે’ રબાની છે,
તે જ બૂટ જૂનો છે, તે જ શેરવાની છે,
આજ કેમ મજિસ્ટમાં આગમન છે “બેકાર”
આપની યે નૈયત શું બૂટ ચોરવાની છે ?
ઈબ્રાહિમ દાદાભાઇ પટેલ “બેકાર” ગઝલકાર નહીં પણ હઝલકાર (હાસ્યકવિ) તરીકે ઓળખાતા આ કવિ ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના કાનપુર ગામે તારીખ ૨૪/ ૧૨/૧૮૯૯ ના રોજ જન્મેલા. એક કવિની આર્થિક સ્થિતિને પોતાના આ શબ્દોમાં વાચા આપે છે. જૂના બૂટ અને જૂની શેરવાની એ બાબત દર્શાવે છે કે કવિઓની હાલત મોટેભાગે ખૂબ દયનિય હોય છે,
દાળની સાથે એ બિસ્કુટ ખાય છે,
એમાં તારા બાપનું શું જાય છે ?
દૂ ષ્ટીમર્યાદાને તારી શું કહું ?
પૂર્વ- પશ્ચિમ એકતા તો થાય છે !
માત્ર તર્ક કે કલ્પના જ નહીં પણ લોકોના હર્દયની વાતોને જ હઝલમાં ગૂંથવાનું કામ ખૂબ સરસ રીતે તેઓ કરતા જોવા મળ્યા છે. ‘પેલો દાબ્ની સાથે બિસકુટ ખાય છે ’ એવી ટીકા કરતા માણસ ને એમાં તારા બાપનું શું જાય છે એવી રીતેબ ઝાટકાણી કાઢીને પૂર્વ- પશ્ચિમનીએ એકતા સમજાવતા,
ઘરમાં રહ્યોના લોટ, હવે થાય તે ખરું !
ગીરવી મૂક્યો છે કોટ હવે થાય તે ખરું ! સદ્ભાગ્યથી સુકાની મળ્યા છે નવા છતાં,
જૂની છે આગબોટ હવે થાય તે ખરું !
ગુજરાતી ગઝલના ગઝલકારો તો ઘણા છે આજના સમયમાં તો દરપાંચમો માણસ કવિ કે શાયર બની ગયો લાગે છે, પણ હઝલકારો તો ખૂબ જ ઓછા જોવા મળે છે.
બેકારની ગઝલો પણ આપણ ને ખખડાટ હસાવે છે, જ્યારે મુશાયરો ફિક્કો પડતો જણાય કે લોકો એકદમ ઉદાસ બની ગયા હોય ત્યારે એમાં હાસ્યનું મધુર ઝરણું વહાવી શ્રોતાઓને અને સભાને ચેતનવંતી બનાવવી હોય ત્યારે આ હઝલકાર પોતાની આગવી છટા લઇને આવતા.
હિંદને સ્વરાજ્ય મળતાં ના થવાનું થઇ ગયું ,
દોરવાનું જ્યાં હતું ત્યાં હાકવાનું થઇ ગયું.
આમ જનતાનાં ,જુઓને સાફસુપડાં થઇ ગયાં.
પણ ભલું કેવું પ્રધાનોનાં સગાંનું થઇ
ગયું !
આજની વરવી વાસ્તવિકતાની વાતને વ્યકત કરવામાં આવી છે, આ શબ્દોમાં. સાચે જ પ્રધાનો અને પ્રધાનોના સગાઓ ને જ જાણે આઝાદી મળી હોય એવું લાગે છે. જે લોકો દેશસેવા કરવા માટે આવે છે એ પગ દબાવવાનો ડોળ કરી ગળું દબાવી દે છે, આજે એવા લોકોના હાથમાં દેશની ગરદન આવી ગઇ છે એવું ક્યારેક- ક્યારેક આપણને લાગે છે.
કોમવાદી લીડરોના પૂછ્યાં હનુમાન
સમ !
જ્યાં પછાડે ત્યાં બધે લંકાદહન થઇ જાય છે.
પોતાની સત્તા અને વૉબેંક માટે લોકોને ધર્મના નામે જાતિના નામે
પેટાજાતિના નામે વહેંચીને જ્યાં જ્યાં ભડકાઉં ભાષણો આપે છે ત્યાંત્યાં લંકાદહન એટલે કે આગ લાગી જાતી હોય છે. જેમ-જેમ લોકો ટુકડાઓમાં વહેંચાતા જાય છે એમ-એમ એમની શક્તિ ઓછી થતી જાય અને નેતાઓની શક્તિ વધતી જાય છે . અંતમાં
લપસતાં જ પગ કેળના છોતરા પર
ધરા જોઇ લીધી, ગગન જોઇ લીધું !
ઘેંગાભાઇ એન “સરહદી” (ટડાવ. તા. વાવ)
બેંગાભાઈ એન. ‘સરહદી’ (ટડાવ) ગુરૂકૃપા બંગ્લોઝ-૨, નાનીપાવડ રોડ, વજેગઢ, તા. થરાદ. જિ.બ.કાં. (મો) ૯૪૨૭૬ ૪૪૬૧૧


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.