મધુવન

કલરવ
કલરવ

“કાબિલ” જીવનનો પંથ તો ભૂલી નથી ગયો !
રસ્તામાં કેમ મુજને વ્યાથાઓ નથી મળતી !

શિર્ષક શે” રમાં “કાબિલ” ડેડાણવી જીવનની સફર વિષે વાત કરે છે. જિંદગી એ કંઇ નેશનલ હાઇવે જેવો સીધો સાફ રસ્તો નથી એ નદી જેવો વાંકો ચૂકો અને ખૂબ ઉબડ-ખાબડ રસ્તો છે ક્યાંક ઢાળ છે ક્યાંક ચઢાણ છે. એની કેડીઓ ખૂબ લપસણી છે. અને ચઢવા માટે દરેક કદમ ઉપર સાવધાનીથી કદમ મૂકવા પડે છે નીચે પડવા માટે તો એક કાંકરી જ કાફી હોય છે. અને જિંદગીના રસ્તા પર તમે એકલા નથી ત્યાં ખૂબ ભીડ છે ધક્કામૂકી છે રસ્તો ભટકાવનારા લોકોય છે અને ક્યારેક કોઇ સાચો ભોમિયો પણ મળી જાય. એક વાત સાફ છે કે તમે જે રસ્તે ચાલતા હોવને કોઇ જ મુશ્કેલી ન આવે તો સમજવાનું કે ક્યાંક ગલત રસ્તે તો તમે નથી જતાને ? અહીં દરેક માર્ગ પડકારોથી ભરેલો છે.

ચોટ પહોચાડવી છે હૈયાને ?
તાજુ કોઇ ગુલાબ લઇ આવો .

કાબિલ નો આ શે’ર ખૂબ જ પ્રખ્યાત છે. ફૂલોથી પણ ચોટ કરી શકાય છે. અને એ જખમને જોવા માટે એક શાયર જેવી સંવેદનશીલતા જોઇએ. એને અનુભવવા માટે એને વ્યકત કરવા માટે એક એવું જ હૈયું હોવું જોઇએ જે પુષ્પથી મુલાયમ હોય. નિર્દોષ હોય. જેમજેમ આપણે સમજદાર થતા જઇએ છીએ મોટા થતા જઇએ છીએ, એમ એમ આપણામાં જીવતું એક નિષ્પાપ ભોળું અને પ્રભુમય બાળક મરતું જાય છે. અને ચમતકૃતિ નિખાલસતા હાસ્ય જેવા પાયાના ગુણો દબાતા જાય છે સમજાદારી એટલી વધી જાય છે કે એના બોજ તળે આપણી અસલીયત મરી પરવારે છે.

ફરી મહેમાન થઇ આવી નિરાશા મારા દરવાજે
બધીયે આશને તહેનાતમાં લાગી જવું પડશે.

નિરાશાને આવતી રોકવા માટે જો ઘરના બારી બારણાં અને દરવાજા બંધ કરી દેશો તો આશા કયા દરવાજે આવશે ? નિરાશાઓને આશા જ આપણી કસોટી લેવા માટે મોકલતી હોય છે. જ્યારે નિરાશાને લાગે કે આ વ્યક્તિ હવે કોઇ બાબત કોઇ પણ સફળતાને પચાવી શકવા સક્ષમ છે ત્યારે આશાનું આગમાન થાતું હોય છે, આથી આપણે આપણી સઘળી નિરાશાઓને એવી મહેમાનગતિ કરાવો કે એ તરત જ જઇને આશાને આપણા આંગણે મોકલે. બધી નિરાશાઓ તહેનાતમાં લાગી જાય ત્યારે આશા આપોઆપ પધારે છે.એમની સાથે જ સફળતારૂપી સુંદરી વિજયની વરમાળા લઇને આવતી હોય છે.
ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે.
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
કાબિલ ખૂબ સરળ શબ્દોમાં જિંદગીની વ્યાખ્યા આપણને પોતાના શે’ર માં આપે છે. અબબાસ મુલ્લાં નૂરભાઇ ડેડાણાવાલા એટલે કાબિલ ડેડાણવી. એમનો પરિચય આપતા જલન માતરી લખે છે કે ઃ વ્હોરા કોમના ઝવેચંદ મેઘાણી તરીકે ઓળખાતા, વકૃત્વકળામાં પાવરધા અને સાહિત્યશોખીન એવા પિતા તરફથી મળેલા ખાનદાની સંસ્કાર અને ઉત્તેજનાથી ગુજરાતી ગઝલને એક શાયર પ્રાપ્ત થયો જેણે ગઝલો, નઝમો અને સૉનેટોનો સુંદર ફાલ ગુજરાને આપ્યો . એવા આ શાયર ‘

શાયરની દ્રષ્ટિ જ્યારે જગત પર ફરી ગઇ,
હર ચીજ પર એ માલિકી ખુદની કરી ગઇ.

શાયરની આંખ સામાન્ય લોકની નજર કરતાં વધારે આરપાર જોઇ શકે છે .કારણ કે એમાં દુનિયાદારીના પડળ હોતાં નથી જ્યાં રવિ ના પહોંચી શકે ત્યાં કવિ પહોંચી જતો હોય છે. જગત તટસ્થ છે એને કોઇની સાથે કશું લેવા દેવા નથી, સંબંધ સીધો દિલનો દુનિયા સાથે હોય છે હો દિલ ગમગીન તો દુનિયા ઉદાસ લાગે છે. અને એક શાયરની એક કવિ, સર્જકની નજરથી જુઓ તો જગતની હરચીજ પોતાની લાગે છે. જ્યાંથી મારું-તારું શરૂ થાય છે ત્યાંથી જ સંસાર શરૂ થાય છે. ૧૬ મી ડિસેમ્બર ૧૯૨૭ ના રોજ મુંબઇ ખાતે એમનો જન્મ થયો હતો . એઓ વકીલાતનો વ્યવસાય કરતા હતા.

મારા વિચાર તારા વિચારોમાં રહી ગયા
તારા વિચારે મારી કવિતા બની શકી

ગઝલકારનો આ વિચારનો વિચાર પણ કેવો અજબ છે. એ પોતાના વિચારો તો કોઇ પોતિકા સ્વજન સાથે પ્રિયતમસાથે ભૂલી જાય છે, એમનામાં રહી જાય છે અને હવે જે વિચારો એમની પાસે છે એ તો માત્ર એમના જ વિચારો છે અને સારું છે કે એમના વિચારો છે એ વિચારોથી કવિની કવિતાનો જન્મ થાય છે, કદાચ પોતાના વિચારોથી એ શક્ય ના પણ બન્યું હોત. અંતમાં જોઇએ વધુ એક શે’ ર
બેંગાભાઇ એન “સરહદી” (ટડાવ)
ગુરૂકૃપા બંગ્લોઝ -૨ નાની પાવડ રોડ- વજેગઢ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.