ભાઈની રક્ષા કરતી બહેન

કલરવ
કલરવ

પ્રિયંકા પોતાના મા બાપની એક માત્ર સંતાન હતી. તે દરરોજ પૂજાપાઠ કરીને ઈશ્વર પાસે એક ભાઈની માંગણી કરતી હતી પરંતુ ઈશ્વર એની માંગણી સ્વીકારતો નહોતો.એટલે એક દિવસ તે ઉદાસ બનીને ઘરની બહાર ફરવાને માટે નીકળી પડી. એનું મન ખુબ જ દુઃખી હતું. ચાલતા ચાલતા તે જંગલમાં પહોંચી ગઈ. ત્યાં જ ચાલતા એક મહાત્મા સામેથી આવતા દેખાયા. મહાત્માએ પ્રિયંકાને કહ્યું, બેટા તારા બંને હાથનો ખોળો બનાવીને મારી સામે ધર.’
પહેલા તો પ્રિયંકા ગભરાઈ ગઈ. તેમ છતાં એણે પોતાના બે હાથ સંત મહાત્મા સામે કર્યા. મહાત્માએ પોતાના વાળની લટોમાંથી પ્રિયંકાના હાથમાં દુધની ધારા કાઢી.પછી કહ્યું, બેટા ! તું એને પી જા. પછી તને પક્ષીઓની બોલી સમજવા મળશે..પ્રિયંકાએ દુધ ગ્રહણ કર્યું.પ્રિયંકાએ વિચાર્યું કે જરૂર આ કોઈ સિદ્ધ મહાત્મા છે એણે મનાતા વિચાર્યું કે, શા માટે આ મહાત્મા પાસે કોઈ વરદાન માંગી ના લઉં..?’
પ્રિયંકાએ દુધ પી લીધા બાદ મહાત્મા પાસે એક ભાઈ હોવાનું વરદાન માંગ્યું. મહાત્મા બોલ્યા,‘બેટી ભગવાન તારી બધી જ મનોકામના પુરી કરશે.

પ્રિયંકા બાબાને ધન્યવાદ આપીને પોતાના ઘેર પાછી ફરી. એણે પોતાની માતાને બધી વાત કહી દીધી. એની મા અત્યંત રાજી થઈ. થોડા સમય પછી એની માતાએ એક પુત્રને જન્મ આપ્યો. પ્રિયંકા પોતાના ભાઈને જાઈને અત્યંત ખુશ થઈ.
પ્રિયંકાપોતાના ભાઈ સાથે હસતી રમતી હતી એના ભાઈનું નામ મોન્ટુ હતું. મોન્ટુ ધીરે ધીરે મોટો થવા લાગ્યો. પ્રિયંકા કેટલીય વાર જ્યાં પેલા મહાત્મા મળ્યા હતા ત્યાં ગઈ પરંતુ એ મહાત્મા ફરી કયારેય ના મળ્યા.
એક દિવસ પ્રિયંકાને જંગલના વૃક્ષ પર બેઠેલ બે પક્ષીઓની વિચિત્ર વાત સાંભળવા મળી.
એક પક્ષી બોલ્યું, એના ભાઈની ઉંમર ઘણી જ ઓછી છે. બીજું પક્ષી બોલ્યું જ્યારે એના લગ્ન થશે ત્યાર સાતમા ફેરાસ મયે એનું મૃત્યુ થશે.
પ્રથમ પક્ષી બોલ્યું, જા કોઈ એને એ સમયે દુર્ઘટનાથી બચાવી લે તો તેની ઉંમર વધી શકે છે.
બીજુંપક્ષી બોલ્યું પરંતુ આ તો સૌનો વ્હાલો દિકરો છે. હંમેશા લાડલો પુત્ર મંદબુધ્ધનો હોય છે. જા ઘરવાળા એની પરનજર રાખે તો કદાચ દુર્ઘટનામાંથી બચી જવાય અને તે દીર્ઘાયુ બને.

પ્રિયંકા ગભરાઈ ગઈ એણે કોઈને પણ વાત કર્યા વગર પોતાના ભાઈની દેખરેખ રાખવા માંડી.તે એને વાત વાતમાં ટોકવા લાગી. આ જાઈને એની માં પણ પ્રિયંકાને લડવા લાગી તેમ છતાં પ્રિયંકા પોતાના ભાઈની પર નજર રાખી રહી હતી.
સમય જતાં પ્રિયંકાના લગ્ન થઈ ગયા. થોડા સમય બાદ મોન્ટુના લગ્ન લેવાયા. પ્રિયંકા પોતાના ભાઈના લગ્નમાં પિયર આવી ત્યારે તે ખુબ જ ઉદાસ દેખાતી હતી. એને પેલા પક્ષીઓની ભવિષ્યવાણી યાદ આવી લગ્નનો દિવસ નજીક આવી ગયો.પ્રિયંકાને ઉદાસ જાઈને એનાં માબાપ પણ ચિંતામાં પડી ગયા.
સમયસર મોન્ટુ માંડવે પહોંચી ગયો અને મંડપમાં એના લગ્ન શરૂ થયા. પ્રિયંકા પોતાની સાડીનો પાલવ પોતાના ભાઈના માથા પર ફેલાવીને ઉભી રહી મંડપમાં લોકોએ વિરોધ કર્યો પણ પ્રિયંકાએ કહ્યું કે, મારા સાસરાનો રિવાજ જ છે કે જ્યારે ભાઈ માંડવામાં બેઠો હોય ત્યારે એનીબહેન એના માથા પર સાડીનો પાલવ ફેલાવી રાખે.

થોડીવાર પછી વરવધુ ફેરા ફરવા ઉભા થયા. પ્રિયંકાએ હજુ પણ પોતાનો પાલવ ફેલાવી રાખ્યો હતો. વરવધુ ફેરા લગાવતા હતા ત્યાં જ ઉપરથી પંખો પડયો અને તે પ્રિયંકાની સાડીના પાલવ પર પડયો. જેના કારણે મોન્ટુ આબાદ બચી ગયો. લોકો આ દ્રશ્ય જાઈને માંડવામાં ભેગા થયા અને પ્રિયંકાને ધન્યવાદ આપતાં કહ્યું, તારા સાસરાના રીતરીવાજ મોન્ટુના પ્રાણ બચાવ્યા છે. આજ એના પ્રાણ તારા કારણે જ બચ્યા છે.
લગ્ન પુરા થયા બાદ વર વધુ ઘેર આવી પહોંચ્યા પ્રિયંકાએ પક્ષીઓની ભવિષ્યવાણીની વાત પોતાના માબાપને કહી સંભળાવી ત્યારે પિતાજી બોલ્યા, ‘તેં આ વાત અમારાથી કેમ છુપાવી ?’
પ્રિયંકા બોલી, જા હું એ સમયે તમને કહેત તો તમે મારી વાત સાચી ના માનત અને મારી મજાક ઉડાવતા હોત પરંતુ મને મહાત્મા પર વિશ્વાસ હતો. છેવટે વિશ્વાસનો જ વિજય થયો છે.
માતા પિતાએ પ્રિયંકાના માથા પર હાથ રાખીને માતા બોલી, ‘દિકરી તે આજે સિદ્ધ કરી દેખાડયું કે બહેનો ભાઈની રક્ષા કરે છે..’


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.