બહાદુર બીના

કલરવ
કલરવ

બીના જયારે સાત વર્ષની હતી ત્યારે એની માતાનું અવસાન થયું હતું. તે પોતાની મૃત માતાને ભૂલી શકતી નહોતી. એના પિતાજી દરરોજ સવારે વહેલા ઓફિસે જતા રહેતા અને રાત્રે મોડા ઘેર આવતા હતા.એક દિવસ બીનાના પિતાજી રાત્રે પોતાની સાથે એક ઉંમરલાયક સ્ત્રી અને સાથે બે નાના બાળકોને લઈને ઘેર આવ્યા, પેલી ઉંમરલાયક સ્ત્રી બીનાની અપર માતા હતી. એના પિતાએ ગામમાં આવેલા એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા. અપર માતાએ થોડાક દિવસમાં લગ્ન કરી લીધા હતા અપર માતાએ થોડાક દિવસમાં પોતાનો રંગ દેખાડવાનો શરૂ કર્યો. તે બીના પાસે ઘરનું બધું જ કામકાજ કરાવતી હતી, અને કયારેક કારણ વગર બીનાને મારતી હતી. બીના દિવસભર કામકાજ કરતી. દરરોજ તે બધાના સૂઈ ગયા બાદ સૂતી હતી અને વહેલી સવારે ઉઠતી હતી. ઘરના કામકાજને કારણે બીનાને શાળા પણ છોડવી પડી હતી.
બીના પાસે એક અનોખી કલા હતી.તે ઘણા પ્રકારના અવાજ કાઢી શકતી હતી. પોતાના અપર ભાઈઓને શાંત કરવાને માટે અપર માતાનો આબેહૂબ અવાજ કાઢતી હતી, તો કયારેક પિતાજીનો પણ.
એક દિવસ બીનાના પિતાજી બેગ ભરીને રૂપિયા લઈને ઘેર આવ્યા. ઘેર આવીને એમણે કહ્યું કે, આ રૂપિયા ઓફિસના કર્મચારીઓના પગારના છે. કાલે આ રૂપિયા ઓફિસમાં તેઓને આપવાના છે. ઓફિસમાં ચોરીનો ડર હતો એટલે એને ઘેર લઈને આવ્યો છું. રૂપિયા ભરેલી બેગ તિજાેરીમાં મૂકીને એમણે ચાવી અપર માતાને આપી દીધી. બીના પણ ત્યાં ઉભી રહીને બધું જ જાેઈ રહી હતી. ત્યાં જ ફોનની ઘંટડી વાગી. બીનાના પપ્પાએ ફોન ઉપાડયો અને વાત કરી પછી ફોન નીચે મૂકતા એની પત્નીને કહ્યું , હું એક જરૂરી કામે બહાર જઈ રહ્યો છું તું દરવાજાે ધ્યાનથી બંધ કરી લેજે.
રાતના સમયે બીનાની અપરમાતા અને એના બાળકો એક રૂમમાં સૂઈ ગયા. તેઓ ઘસઘસાટ ઊંઘમાં હતા. બીના પણ ત્યાં નજીક સૂઈ ગઈ હતી. પરંતુ એની માતાના નસકોરા બોલવાથી તેને ઊંઘ આવતી નહોતી. તે સૂવાની કોશિષ કરી રહી હતી ત્યાં જ એને કંઈક અવાજ સંભળાયો.
એણે જાગીને જાેયું તો બે માણસો એના ઘરમાં પ્રવેશ કરી રહ્યા હતા. સામે તિજાેરીવાળો રૂમ પણ ખુલ્લો હતો. બીનાએ તરત જ એ દરવાજાે બંધ કરી દીધો. તે પોતાની માતાને જગાડવા લાગી. એની માતાએ જાગીને સાંભળ્યું કે ઘરમાં ચોર આવ્યા છે એટલે તે ગભરાઈને એક ખૂણામાં બેસી ગઈ.
બીના સમજી ગઈ કે હવે જે કાંઈ કરવાનું છે તે તેણે જ કરવાનું છે. એણે દરવાજાના હોલમાંથી જાેયું તો આંગણામાં બે ચોર ઉભા હતા. તેઓ અંદરો અંદર કાંઈક વાતો કરી રહ્યા હતા. પછી બીનાએ એક કડક વ્યકિતના અવાજમાં બોલતા કહ્યું – ‘ સિપાઈઓ શું ખબર પાકી છે કે ચોર અહિયા આવવાના છે.’ પછી બીજાે અવાજ કરતાં તે બોલી ‘ હા હજૂર ! ખબર પાકી છે. પરંતુ તે પકડાઈ જશે, કારણ કે ઘરને ચારે બાજુથી પોલીસે ઘેરી લીધું છે.
પછી બીના તેના પોતાના અવાજમાં કહેવા લાગી , અંકલ, ચોર બચી પણ શકે છે, જાે તેઓ દરવાજાની નજીક આવેલા ભોંયરામાં ઘૂસી જાય અને તે ભોંયરાનો બીજાે દરવાજાે દૂર ખૂલે છે. પરંતુ વાસ્તવમાં આવો કોઈ રસ્તો નહોતો.
આ સાંભળીને પેલા ચોર તો ગભરાઈ ગયા.તેઓ તરત જ દરવાજની નજીક આવેલા ભોંયરામાં દાખલ થઈ ગયા અને અંદર જઈને બીજાે દરવાજાે શોધવા લાગ્યા. એજ સમયે બીના દોડીને બહાર આવી અને ભોંયરાનો દરવાજાે બહારથી બંધ કરી દીધો. પછી આજુબાજુના લોકોને જગાડી દીધા અને પછી પોલીસને ફોન કરીને બોલાવી. પોલીસે આવીને બંને ચોરોને પકડીને લઈ ગઈ.
જયારે બીનાના પિતાજી આવ્યા ત્યારે એમની પત્નીએ બીનાની આખી વાત કહી સંભળાવી.બીજા દિવસે અખબારમાં બીનાની બહાદુરીના પરાક્રમો છપાયા અને એને સરકાર તરફથી બહાદુરીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો.
હવે બીના શહેરની સૈાથી મોટી શાળામાં ભણવા લાગી. અને એની અપરમાતાનો વ્યવહાર પણ બીના તરફ બદલાઈ ગયો. અને એને એક પુત્રી સમાન પ્રેમ કરવા લાગી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.