ફુલોનો ગજરો
ઘણા સમય પહેલાંની આ વાત છે. સુંદરપુરી નામે એક નગર હતું. તેમાં સુનીલ નામનો એક છોકરો રહેતો હતો. સુનિલના પિતા સામંતસિંહ ફોજમાં નોકરી કરતા હતા. દુશ્મનો સામે જાનની બાજી લગાવી ને લડતા હતા. એમ કરતાં યુદ્ધના મોરચે તે શહીદ થઈ ગયા.
સુનિલના પિતાના સ્વર્ગવાસને ત્રણેક વર્ષ સમય થઈ ગયો. હવે સુનિલ અને તેની માં માટે કપરા દિવસો શરૂ થયા હતા છતાં સુનીલની માતા કોઈપણ રીતે તેનો અભ્યાસ ચાલુ રખાવવા માગતી હતી. સુનીલ પણ પોતાના ઘરની સ્થિતિ સારી રીતે જાણતો હતો. જેથી તે પોતાનો સમય નક્કામા કામોમાં બગાડતો ન હતો પણ ભણવા-ગણવામાં વધુને વધુ વખત વિતાવતો હતો પરંતુ એનો અર્થ એ ન હતો કે તે આખો દિવસ પુસ્તકીયો કીડો બની ગયો હતો. રમતગમત માટે પણ તે સમય કાઢી લેતો હતો.
એક વખત સુનીલ તેની સ્કૂલના વિદ્યાર્થી મિત્રોની સાથે પીકનીક પર ગયો હતો. તે જગ્યા બહુ જ સુંદર હતી. ટેકરીઓ પર લીલું લીલું ઘાસ પથરાયેલું હતું. આખો વિસ્તાર વૃક્ષાચ્છાદિત હતો. નજીકમાં નાનકડું સુંદર ઝરણું ખળખળ વહેતું હતું.પંખીઓનો કિલ્લોલ વાતાવરણનો ભરી દેતો હતો સુનીલને અહીં બહુ જ મજા પડી. તે જંગલની શોભા જાેવામાં મશગુલ બની ગયો. રંગબેરંગી પતંગિયાની પાછળ આમતેમ દોડતો મિત્રોથી વિખુટો પડી તે જંગલમાં આગળ નીકળી ગયો.
દિવસ હવે ઢળવા લાગ્યો. જંગલમાં અંધકાર વધવા લાગ્યો. હવે તો આજુબાજુ કંઈ જાેઈ શકાતું ન હતું. આમ તો સુનીલ ખુબ જ બહાદુર અને હિંમતવાળો છોકરો હતો. છતાં જંગલના આ અજાણ્યા વાતાવરણમાં હવે તે ગભરાવા લાગ્યો.
અચાનક સુનીલે જાેયું કે, દુર વૃક્ષોની બરોબર વચ્ચે પ્રકાશ દેખાતો હતો તે પ્રકાશને એકી નજરે જાેવા લાગ્યો. પ્રકાશ તેની નજીક આવી રહ્યો હતો. પ્રકાશ તેની નજીક આવ્યો ત્યારે તેણે જે દ્રશ્ય જાેયું તેનો તેની આંખોને પણ વિશ્વાસ આવતો ન હતો.
તેની સામે એક સુંદર પરી ઊભી હતી. તેણે પુષ્પોના આભુષણો પહેર્યા હતા. તેના લીલાંછમ વસ્ત્રો વગડાના વૃક્ષોની જેમ લહેરાતાં હતાં. સુનીલે તે પરીને પગથી માથા સુધી જાેઈ. જાેકે આવી સુંદર પરી આ અગાઉ જાેઈ તો કયાંથી હોય તેના વિશે કયારેય તેણે કંઈ સાંભળ્યું પણ ના હતું. તેથી સુનીલ આ દ્રશ્ય જાેઈને પોતાની આંખો ચોળવા લાગ્યો. આ જાેઈ પછી બોલી ઊઠી.
‘સુનીલ આ તું કંઈ સપનું જાેતો નથી. હું ખરેખર તારી સામે ઉભી છું..’
તમે કોણ છો ?
હું વનપરી છું.. તને મદદ કરવા અહીં આવી છું.. પરીએ કહ્યું..
તમે મને ઓળખો છો..
હા, દુનિયાના તમામ નાનાં નાનાં અને ભોળાં બાળકોને હું ઓળખું છું. મને તો બહુજ ગમે છે. હું જાણું છું કે, તું બહુ જ ડાહ્યો છોકરો છે અને તમે ઘણી મુશ્કેલી પડી રહી છે.
વનપરીની વાત સાંભળી સુનીલ તો જાણે કોઈ બીજા જ લોકમાં પહોંચી ગયો.
શું વિચાર કરે છે સુનીલ ?
વનપરીએ ટોકયો એટલે સુનીલ તંદ્રામાંથી જાગી ગયો.
કંઈ નહીં..કંઈ નહીં….
સારૂં તું આમ આવ.. એમ કહીને પરીએ સુનીલને પોતાની નજીક બોલાવ્યો. સુનીલ વનપરીની નજીક આવ્યો તો વાતાવરણ એકદમ સુગંધીત હતું. તે આસપાસ જાેવા લાગ્યો ત્યાં વનપરીએ એક ખુબ જ સુંદર મજાનાં તાજાં ફુલોનો ગજરો તેના હાથમાં મુકયો…
આ ફુલો લે.. વનપરીએ કહ્યું..
સુનીલે ફુલોનો ગજરો હાથમાં લીધો અને તેને નિહાળવા લાગ્યો. હવે તેને સમજાયું કે તેની આસપાસના વાતાવરણમાં જે સુગંધ હતી તે આ ફુલોમાંથી આવતી હતી.
વનપરીએ હવે આ ફુલોના ગજરાનું મહત્વ સમજાવતાં કહ્યું કે,
સુનીલ આ ગજરામાં આઠ ફુલ છે. તેમાંથી એક એક ફુલ કાઢીને તું તેની પાસે તારી ઈચ્છા પ્રદર્શિત કરજે તું જે માંગીશ તે તને મળી જશે. એક ફુલ ફકત એક જ વાર તારી ઈચ્છા પુરી કરશે.
સુનીલ ફુલના ગજરાને લઈ તેના દરેક ફુલને ધ્યાનથી જાેવા લાગ્યો. પછી જ્યાં નજર જરા ઉંચી કરીને જાેયું તો વનપરી ત્યાં ન હતી. થોડોક વિચાર કરીને પછી સુનીલે ગજરામાંથી એક ફુલ કાઢયું અને તેને પોતાને ઘેર પહોંચાડવા જણાવ્યું.