પ્રેમની ભાષા
ઘણા વર્ષો પહેલાંની આ વાત છે.કોઈ એક જંગલમાં એક ઋષિનો આશ્રમ હતો.આશ્રમમાં ઋષિ પોતાના એક જ શિષ્ય સાથે રહેતા હતા.શિષ્યનું નામ હતું આરૂષિ.તે ૧૮ વરસનો યુવાન તો. તે છ વરસનો હતો ત્યારથી આશ્રમમાં રહેતો હતો. ૧ર વરસ કયાંય પસાર થઈ ગયા.તેની ખબર જ ના પડી.આ સમયગાળામાં આરૂષિએ ઘણું જ્ઞાન મેળવ્યું હતું.તે એક આજ્ઞાકારી શિષ્ય હતો તે ગુરૂની દરેક આજ્ઞા માનતો હતો.
એક દિવસ ગુરૂએ આરૂષિને પોતાની પાસે બોલાવીને કહ્યું, ‘વત્સ આરૂષિ ! તેં મારી ઘણા વરસો સુધી સેવા કરી છે.આ સમય દરમ્યાન મેં તને ઘણી બધી શિક્ષા આપી છે પરંતુ હું એવું ઈચ્છું છું કે આના ઉપરાંત પણ તું કાંઈક વધારે શીખે.’ આરૂષિ પોતાના ગુરૂ સામે ગંભીરતાથી જાેતો હતો.એની આંખોમાં જીજ્ઞાસા હતી.થોડીવાર પછી ગુરૂ બોલ્યા, ‘આરૂષિ ! મેં ફેંસલો કર્યો છે કે તું થોડાક દિવસને માટે દેશાટન જા. તને ખબર તો છે કે હું કેટલાક વરસોથી આશ્રમમાં રહું છું એટલે માત્ર બે જ ભાષા શીખ્યો છું પરંતુ તું બહારના સ્થાનોમાં ફરીને સંસારની વધુને વધુ ભાષા શીખી લાવ.
આજ્ઞાકારી શિષ્ય ગુરૂની આજ્ઞા માનીને તેનું પાલન કર્યું. તે સંસારના દેશોમાં જવાને માટે ચાલી નીકળ્યો. રસ્તામાં અને ગુરૂની બહુ જ યાદ આવતી હતી. લગભગ દસ વરસ સુધી સંસારના અનેક દેશોમાં ફરીને લગભગ પ૦૦ જેટલી ભાષાઓ શીખી લીધી.આ દસ વરસમાં આરૂષિએ ઘણું ધન ભેગું કરી લીધું હતું. બધું લઈને એક દિવસ તે ગુરૂના આશ્રમમાં પાછો ફર્યો..રસ્તામાં એણે વિચાર્યું કે,‘ગુરૂજીએ મને માત્ર ભાષાઓ શીખવાનું કહ્યું હતું પરંતુ જયારે ધન કમાઈને આવ્યો છું તે જાણીને ગુરૂ અત્યંત પ્રસન્ન થશે.
આશ્રમ આવતાં જ આરૂષિ ઉત્સાહપૂર્વક આશ્રમમાં પ્રવેશ્યો પરંતુ આ શું ? ગુરૂજી પથારીમાં પડયા હતા. આ જાેઈને તેને થોડુંક દુઃખ થયું પરંતુ એના ઉત્સાહમાં કોઈ જ ઉણપ ના આવી.આરૂષિએ ગુરૂને પ્રણામ કરીને કહ્યું, ‘ગુરૂજી ! તમારો શિષ્ય સંસારની ઘણી બધી ભાષાઓ શીખીને આવી ગયો છે.’ આરૂષિ પોતાના અનુભવો કહેતો ગયો અને ગુરૂ શાંત ચિત્તે એ સાંભળી રહ્યા હતા.એમના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી.ગુરૂ ધીમા અવાજે કહેવા લાગ્યા, ‘વત્સ આરૂષિ ! હું જાણું છું કે તે ઘણી બધી ભાષાઓ શીખી લીધી છે. શું તું મારા એક પ્રશ્નનો જવાબ આપી શકીશ ?’
‘શા માટે નહીં,ગુરૂજી ! આપ આજ્ઞા કરો !’ આરૂષિ પોતાના અનુભવો કહેતો ગયો અને ગુરૂ શાંત ચિત્તે એ સાંભળી રહ્યા હતા.એમના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી.ગુરૂ ધીમા અવાજે કહેવા લાગ્યા, ‘વત્સ આરૂષિ ! હું જાણું છું કે તે ઘણી બધી ભાષાઓ શીખી લીધી છે.શું તું મારા માટે એક પ્રશ્નનો જવાબ આપી શકીશ ?‘શા માટે નહીં ગુરૂજી ! આપ આજ્ઞા કરો !’ આરૂષિ કહેવા લાગ્યો. ઋષિ ફરીથી બોલ્યાં..‘વત્સ ! તે સંસારના ઘણા સ્થળોનો પ્રવાસ કર્યો, પરંતુ તને કોઈ સ્થાન પર એવી કોઈ વ્યક્તિ જાેવા મળી જે લાચાર બનીને બીજાની મદદ કરી રહ્યો હોય ? તને કોઈ એવી માતા મળી જે પોતાના બાળકને ખાવાનું ન આપતાં ભુખ્યો રાખતી હોય..’‘આવી તો ઘણી વ્યક્તિઓ મને સંસારમાં મળી હતી ગુરૂજી !’ આરૂષિ ઉત્સાહીત થઈને બોલ્યો..‘તો શું એ સમયે તારામાં એમના માટે કોઈ સહાનુભૂતિ ના જાગી ? શું તે એમને પ્રેમના બે શબ્દો પણ ના કહ્યા..’ગુરૂનો પ્રશ્ન સાંભળીને આરૂષિ દંગ રહી ગયો.એને ગુરૂ તરફથી આવા પ્રશ્નની કોઈ જ આશા નહોતી. તે બોલ્યો,‘ગુરૂજી ! હું તો તમારી આજ્ઞાનું જ પાલન કરતો રહ્યો.મને એવી ફુરસદ જ કયાં હતી કે હું એ બધું કરત. આટલા વરસોમાં મેં પ૦૦ જેટલી ભાષાઓ શીખી લીધી છે.’ આટલું કહીને તે ગુરૂજીના ચહેરા સામે જાેવા લાગ્યો.
એણે જાેયું તો ગુરૂના ચહેરા પર રહસ્યમયી હાસ્ય આવીને ચાલ્યું ગયું.થોડીવાર પછી ગુરૂજી બોલ્યા, ‘વત્સ ! ભલે તે પ૦૦ જેટલી ભાષાઓ શીખી લીધી છે પરંતુ હજી સુધી તું એ ભાષાઓને જાણી શકયો નથી. તું હજુ પણ પ્રેમ,સહાનુભૂતિ અને કરૂણાની ભાષા શીખ્યો નથી. જાે એ ભાષા શીખી હોત તો તું દુઃખીઓનું દુઃખ જાેઈને મોં ના ફેરવતો હોત. તને મારી દશાનો કોઈ જ ખ્યાલ ના આવ્યો અને મારી ખબર અંતર પૂછયા વગર જ તું તારી વાત કહેવા લાગી ગયો.
ગુરૂજીની તબિયત વધુ બગડવા લાગી.તેઓ તુટતા અવાજે બોલ્યા, ‘વત્સ ! મેં તને જે ઉદ્દેશ્યથી સંસારના દેશોમાં મોકલ્યો હતો તે પુરો નથી થયો.હું તને કરૂણાની ભાષા શીખવવા માંગતો હતો.પ્રેમની ભાષામાં પારંગત કરવા માંગતો હતો પરંતુ તું મારી પરીક્ષામાં અસફળ નિવડયો.બની શકે તો એ ભાષાઓ જીવનમાં જરૂરથી શીખજે..’ આટલું કહીને ગુરૂજી સદાયને માટે શાંત થઈ ગયા.
આરૂષિની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ નીકળવા લાગ્યા. વિધિપૂર્વક ગુરૂની અંતિમ ક્રિયા કર્યા બાદ તે કોઈ અજ્ઞાત દિશામાં ચાલી નીકળ્યો