પસ્તાવો શા કામનો ?
રત્નોજી નામે એક ડોસો હતો. એકલો રહેતો હતો અને માટીના વાસણો વેચતો કયાંક માટલાં ચંબુ, ગઢી, નળિયાં.. પરણાયાં.. નાની નાની કુલડીયો વેચતો.. બાળકોની પાણી પીવાની નાની મોટી ઝારીઓ વેચતો..એ સાથે સાથે રોટલા રોટલી શેકવાની કુલડીઓ વેચતો.આમ તો એની વેચાણની બાબત મોટી હતી. ઘરાકી ઠીક ઠીક રહેતી..
જાેકે એ એકલો હોવાના લીધે પૈસા મામલે તકલીફ રહેતી નથી. સારૂં બનાવીને ખાતો સારાં કપડાં પહેરતો એના ઘેર આવેલ કોઈ માણસને એ પૈસો આપતો. સરવાળે જાેઈએ તો એ સુખી હતો. હા એ જે માટીના વાસણને વેચતો હતો એ બધાં પોતાના ત્યાં બનાવતો ન હતો. તૈયાર લાવતો હતો ને એ પર પૈસા ચડાવીને વેચતો હતો. માટીના વાસણોના મામલે એને સાવધાન રહેવું પડતું. કયાંક એ ફુટી ગયું તો એને એટલું જ નુકશાન રહેતું પણ રત્નોજીને એ બાબતે કંઈ રંજ ન હતો એ તો મળી જાય એમાં ખુશ હતો.
રત્નોજીના ઘર પછવાડે વાડો હતો. એમાં માટીના આ વાસણો પડયાં રહેતાં. એ પછી એક વંડી હતી જેને કોઈ કુદીને આવતું નહીં ના રત્નોજીનાં વાસણ ચોરતા, આખરે માટીના વાસણમાં ચોરવાનું શું હોય ? જાેકે કયારેક વાંદરાની ટોળી આવતી ત્યારે રત્નોજી મોટી લાકડી લઈને વંડી આગળ ઊભો રહેતો ને હીકી હીકી કરતો.. વાંદરાઓ ડરીને ભાગી જતા પણ એમાં એક સરદાર હતો. જે ડરતો નહીં ઉલટાનું દાંતીયા કાઢતો.. આ તરફ રત્નોજી પાસે રહેલી લાકડી એને મારવાને માટે ઉગામતો ત્યારે એ વાંદરો પાછા પડવાના બદલે કે જે કુદકો મારતો કે રત્નાજીના બે ત્રણ વાસણો ઝપટે ચડી જતા. એનો કચ્ચરઘાણ નીકળી જતો.
આવું ઘણા સમયથી થતું હતું ટોળીના અન્ય વાંદરો રત્નોજીની બીકે આવતાં ન હતા પણ સરદારને રત્નોજીની જાણે બીક જ ન હતી.
એક દિવસ રત્નોજી અકળાયો જેવી વાંદરાની ટોળી આવી કે રત્નોજી લાકડી લઈને બહાર નીકળ્યો.. હીકી હીકી કરી એટલે અન્ય વાંદરા ભાગી ગયા પણ સરદારે ભગવાનને બદલે સીધો રત્નોજી પર કુદ્યો.રત્નોજી નમી ગયો પણ વાંદરાના પાછલા પગની થાપટ માટલાને વાગી એ સાથે ચાર માટલાને ત્રણ કલાડીનું નિકંદન વળી ગયું. એ સાથે જ રત્નોજીએ કહ્યું હવે તું આવ તારી શી દશા કરૂં છું.
રત્નાજીએ કહ્યું પણ ત્યારે વાંદરો દુર જઈ ચૂકયો હતો અને રત્નોજી પોતાને કારણ વિના થયેલા નુકશાન મામલે ગુસ્સો કાઢતા હતા. હવે જાે તું હાથમાં આવી ગયો તો.. જાેઈ લેજે.. હું તારી શી દશા કરૂં છું એ…
રત્નોજી બબડયો..એ પછીના દિવસ દરમિયાન એને થતું રહ્યું આ વાંદરો તો મને કારણ વગર નુકશાન આપે છે. મારે એને એવો પાઠ ભણાવવો જાેઈએ કે અહીં આવવાનું જ ભુલી જાય.. એ પછી સાંજ થઈ…
અંધારૂં વધ્યું.. રત્નોજી રાતનું વાળું પતાવી આગળથી ઘર બંધ કરી પાછળ જ્યાં એનાં માટીનાં વાસણ પડી રહેતા હતા ત્યાં ક્રમ પ્રમાણે ઢાળેલા ખાટલામાં લંબાવ્યું..ગામડું હતું ને ઠંડકને વળી જતા વાર ન લાગી. આમ તો રત્નોજીને પડે એવી ઊંઘ આવી જતી પણ આજે આવતી ન હતી. વાંદરાના વિચારો કયારના ય આવે જતા હતા એ અટકતા ન હતા.
આખરે રત્નોજીને જાણે યુક્તિ હાથ લાગી ગઈ. આ ખુલ્લી જગ્યામાં કથરોટમાં રોટલા પાથરવા અને એ વાંદરો આવીને બેસીને ખાતો હોય ત્યારે ઘરમાંથી નીકળીને જાેરથી લાકડી ફટકારી દેવી. પીઠમાં વાગે તો પીઠમાં અને માથામાં વાગે તો માથામાં..રત્નોજીએ પાકો વિચાર કરી લંબાવ્યું.
બીજા દિવસે સવાર સવારમાં ત્રણ રોટલા તૈયાર કરી રાખ્યા. જેવી ટોળી દેખાય કે થાળમાં રોટલા ગોઠવી દેવા. જેવો વાંદરો ખાવા આવે કે લાકડી જાેરથી ફટકારી દેવી..
નક્કી કર્યું.. એ વાત પછી ત્રણ દિવસ વાંદરાની ટોળી ન આવી. ચોથા દિવસે હૂકાહૂક સંભળાઈ. રત્નોજી સાવધ થયો. થાળમાં રોટલા ગોઠવીને ઘરની અંદર લાકડી પકડીને સંતાઈ ગયો. કેટલીક ક્ષણો પસાર થઈ. વાંદરાની ટોળી નજીક આવી જાેકે બીજા વાંદરા એક તરફ ચાલી ગયાં. માત્ર સરદાર વાંદરો નજીક આવી એણે જાેયું તો રોટલા પડયા હતા ને બીજી જ પળે એ છેક નીચે રોટલા પડયા હતા ત્યાં પહોંચીને આરામથી ખાવા લાગ્યો. રોજ પાન પાંદડા હતા. આજે રોટલા અને બીજી પળે.. રત્નોજીએ ધીમે પગલે બહાર આવી સરદાર વાંદરાના માથામાં લાકડીને ફટકારી દીધી.. અચાનક થયેલા હુમલાથી વાંદરો ગભરાઈ ગયો પણ લાકડી બરાબરની વાગી હતી…
લોહી નીકળ્યું એનું અડધું શરીર લોહી લોહી થઈ ગયું.. લોહી આખરે લોહી…
ત્રણ દિવસ બાદ સરદાર વાંદરો મરી ગયો. રત્નોજીને ખબર પડી.. પણ એ બાબતે રત્નોજીને ખુબ દુઃખ થયું અરેરે મે.. શું કર્યું…? પણ એવો પસ્તાવો શા કામનો ?