ધૂર્તની મિત્રતા

કલરવ
કલરવ

ઘણી જુની આ વાત છે. એક મરઘો હતો. એનો મિત્ર એક સાપ હતો. મરઘો સમયનો પાબંધ હતો. ગરમી હોય કે વરસાદ, કે પછી ઠંડી હોય જેવા સવારના ચાર વાગે એટલે મરઘો બાંગ પોકારતો હતો. પશું જ નહી, માનવ પણ મરઘાની બાંગ સાંભળીને અનુમાન લગાવી દે કે સવારના ચાર વાગ્યાા છે.
સાપ એકદમ આળસુ હતો. તે દિવસ ભર પોતાની બખોલમાં સૂઈ રહેતો અને ભૂખ લાગે ત્યારે બહાર નીકળતો તેને શિકાર કરવામાં પણ આળસ આવતી હતી. કેટલીક વાર તો તે મરઘાના ભોજનથી પોતાની ભૂખ મીટાવતો હતો. મરઘો સાપને સમજાવતો પણ સાપ એક કાનથી વાત સાંભળીને બીજા કાને કાઢી નાખતો હતો.
મરઘાની સાપ સાથેની મિત્રતાની વાત બધાને ખબર હતી. એક દિવસ પોપટે આવીને મરઘાને કહ્યું અરે મરઘાભાઈ ! ખરાબ ના લાગે તો એક વાત કહું. તમે બહુ જ ભોળા છો.પરંતુ આ સાપ સાથે તમારી મિત્રતા બરોબર નથી.
મરઘાને પોપટની વાત સારી ના લાગી. એણે તરત જ જવાબ આપ્યો તને અમારી મિત્રતા પણ ગમતી નથી ! આ સાંભળીને પોપટ તો ચૂપ થઈ ગયો.
સમય પસાર થતો રહ્યો. મરઘાનો એક એક દાણો ભેગો કરીને ઝાડની બખોલમાં જમા કરી રહ્યો હતો. કારણ કે હવે વરસાદના દિવસો શરૂ થવાના હતા. એક દિવસ સાંજના સમયે મરઘો દાણા ભેગા કરીને બખોલ પાસે આવ્યો તો તેણે જાેયું તો ભેગા થયેલા બધા જ દાણા સાપ ખાઈ ગયો હતો. એણે સાપને કહ્યું. તું મકકાર છુ ! આળસી છું ! તને જરા પણ શરમ ના આવી તું દિવસભર આળસુની જેમ પડયો રહે છે તું મિત્રતાના નામ કલંક છું ! મરઘાએ ગુસ્સામાં આવીને કહ્યું.
સાપ તો ચુપ રહ્યો પણ એણે મરઘાને પાઠ ભણાવવાનું નકકી કરી લીધું એ આ અપમાનનો બદલો એક દિવસ જરૂર લેશે. હવે સાપ મરઘાને પાઠ ભણાવવાનું વિચારવા લાગ્યો એણે મરઘા સાથે મિત્રતાનો વ્યવહાર ના છોડયો, પરંતુ તે દેખાવ કરવાને માટે મરઘાને માટે શિકાર પકડીને લાવતો હતો. સાપ જાણી ચૂકયો હતો કે મરઘાને ભોજનમાં મકાઈના દાણા અત્યંત પ્રિય હતા.
એક દિવસે બંને જણા બખોલમાં આરામ કરી રહ્યા હતા ત્યારે સાપે મરઘાને કહ્યું ‘‘ જાે આ બખોલને મકાઈના દાણાથી ભરી દેવામાં આવે તો ? આ સાંભળીને મરઘો આનંદથી કુદી ઉઠયો. સાપે આગળ કહ્યું, મિત્ર, હું સાચુ જ કહું છું આ વૃક્ષના મૂળમાં ઉંદરોનો મહેલ આવેલો છે. કાલે સવારે આ ઉંદરો ખેડૂતના ખેતર પર હુમલો કરવાના છે. ઉંદરો મકાઈના પાક ફસલ કાપ્યા પહેલા જ પોતાનો ભંડાર ભરી દેવાના છે. કાલે સવારે તું જેવી બાંગ પોકારીશ એટલે ઉંદરોનું સૈન્ય ખેડૂતના ખેતરમાંથી મકાઈના દાણા વડે પોતાનો ભંડાર ભરવાનું શરૂ કરી દેશે. જાે તું રાતના બાર વાગે બંાગ પોકારે તો તમને ઘણો જ સમય મળશે. જયારે તેઓ પોતાનો ભંડાર ભરી લેશે ત્યારે હું અને તું બંને ભેગા થઈને એમના ભંડાર પર હુમલો કરી દઈશું બસ પછી તો એ ભંડારના આપણે માલિક કહેવાઈશું.મરઘો તો સાપની વાતોમાં આવી ગયો, તેણે તો રાતના બાર વાગે બાંગ પોકારવાની શરૂઆત કરી દીધી. આસપાસના પશુ પક્ષીઓએ વિચાર્યું કે સવારના ચાર વાગી ચૂકયા છે. બધા પોતપોતાની દિનચર્યા માટે ઉઠયા બધાએ બહાર આવીને જાેયું તો આકાશમાં હજી પણ તારા ચમકે છે. મરઘો તો હજુ અંધારુ જાેઈને સમજી ગયો કે આજે મરઘાએ ચાર વાગ્યાના બદલે રાતના અંધારામાં જ બાંગ પોકારી લાગે છે ! મરઘાની બાંગ બાદ એકપણ ઉંદર નજરે ના ચડયો એણે સાપને કહ્યું ઉંદરો કયા ગયા ? સાપ બોલ્યો, તું સાચુ કહે છે. ઉંદરો થાકી ગયા લાગે છે તું એવું કર વચ્ચે ચોકમાં જઈને મોટી મોટી બાંગ પોકાર બાંગ પોકારવા લાગ્યો, એકવાર જાગીને માનવી તો પાછો સૂઈ ગયો હતો મરઘાની સમય વગરની બાંગ સાંભળીને લોકો તો હાથમાં ડંડા લઈને ચોકમાં આવ્યા અને મરઘાને મારવા લાગ્યા.
કમલેશ કંસારા મુ.અમદાવાદ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.