દેડકાંની શેખી
ઉનાળાની ઋતુ જાણે મહામુસીબતની સાથે પુર્ણ થઈ. ગરમ આ ઋતુ દરમિયાન તમામ જળાશયોના પાણી જાણે સુકાઈ ગયાં હતા. નદીની ધુળ કોરી પડી ગઈ હતી તો તળાવના પાણી જ્યાં હિલોળા લેતા હતા ત્યાં જમીન તરડાઈ ગઈ હતી.તો તળાવના પાણી ્જ્યાં હિલોળા લેતા હતા ત્યાં જમીન તરડાઈ ગઈ હતી. સૌ વરસાદની રાહ જાેતા હતા. જંગલના બધા જ પ્રાણી પંખીઓ ત્રાસ ત્રાસ કરી ઉઠયા હતા ત્યારે એક સાંજે આકાશના એક છેડાથી આંધી ઉભી થઈ. ગણતરીના સમયમાં નલના માંડવે વાદળાના ઢગેઢગે છવાયા. આકાશમાં વિજળીઓના ચમકારા થયાને પછી વરસાદ તુટી પડયો.
મોસમનો પહેલો વરસાદ હતો અને એ શા માટે મસ્તીએ ન ચડે ? જાેતજાેતામાં ધરતી વરસાદના તોફાનમાં ઘમરોળાઈ ગઈ. વૃક્ષોનાં પાંદડા ધોવાઈ ગયાં. એટલેકે વૃક્ષોએ ઉભાં ઉભાં સ્નાનની મજા માણી. ધરતી ભીની ભીની પોચી પોચી બની ગઈ ને એમાંથી મસ્ત મહેંક છૂટી.
ધરતીનું રૂપ સ્વરૂપ બદલાઈ ગયું. એટલો બધો વરસાદ થયો કે જાણે નાના નાના ખાડા ખાબોચીયાઓ ભરાઈ ગયાં હતા. તો જંગલમાં આવેલ મોટું તળાવ ભરાઈ ગયું. ગઈકાલ સુધી જે સુકું ભઠ હતું તેનું એકદમ રૂપ સ્વરૂપ બદલાઈ ગયું. આ તળાવ બેય કાંઠે છલોછલ થઈ ગયું.. માનો જંગલી પ્રાણીઓને પક્ષીઓના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો. જેને જેટલું પીવું હોય એટલું પીવે ને નાહવું હોય એટલો સમય નાહ્યા. એવું થયું કોઈ કહેનારૂં નહીં કોઈ રોકનાર પણ નહીં જ.. તરસે મરવાનો સવાલ જ નહીં પણ…
પણ તળાવમાં દેડકાં રહેતા હતાં.
દેડકાં બધાં ચરબી ખાધેલાં હતા. ગઈકાલ સુધી ધરતીના પડમાં સંતાયાં હતાં. છુપાયા હતા એ બધાં વરસાદના આવેલા તાજા પાણીની મહેંકથી બહાર આવી ગયાં હતાં.
આજે જાણે એમને નવું જીવન મળ્યું હતું કોઈ ગાતા હતા તાલી બજાવતા હતા. ઉછળી ઉછળીને તળાવમાં ભરાયેલા પાણીમાં લબાલબ ધબાધબ પડતા હતા. કોઈ આગળના બે પગે તો કોઈ પાછળના બે પગે.. એમાં બિડુર નામનો દેડકો કહે, અલ્યા ઓ.. કામની કોઈ વાત કરશો કે પછી આમ ઉછળકુદ કરો ?
ને બિડુર દેડકાની વાત પછી બધા દેડકાં શાંત થયા. બોલી ઉઠયા,કામને વાત તમે જ સૌને બતાવો ને…
સાંભળો ત્યારે.. બિડુરે કહ્યું. પણ અરે આ માટીવાડા પાણીમાં નહીં ફાવે.. કીનારે આવો..
હા ચાલો.. દેડકાં કુદતાં કુદતાં આગળ વધ્યાં.
સૌ આગળ બીડુર હતો. એ જાણે સૌને દોરતો હતો.
થોડીવારમાં દેડકાં તળાવને કિનારે આવી ગયો. હરોળબદ્ધ ગોઠવાઈ ગયોે. થોડીકવારને માટે ડ્રાઉં ડ્્રાઉં.. કરવાનું બંધ કરી દીધું.બિડુર આગળ આવી જમાતના અન્યને કહેવા માંડયું..
બંધુઓ… બિડુરે જેવું બંધુઓ અન્ય દેડકાં જાેરજાેરથી તાલીઓ વગાડી ઉઠયા..અત્યાર સુધી કોઈએ એમને બંધુઓ કહીને બોલાવ્યા ન હતા એ તો જાણે રાજીના રેડ થઈ ગયા.
બિડુર કહે જંગલ આપણુ..આ ધરતી આપણી. મેઘરાજાએ આ પાણી મોકલ્યું.. એય પાછું આપણું.. એટલે આવતીકાલથી આ પાણી કોઈને પીવા દેવાનુ નહીં. નાહવા દેવાનું નહીં.. આ તળાવના આપણે રાજા.. એમાં જાે પેલા હાથીડા આવે તો..મારીને ભગાડવાના.
બિડુરે કહ્યું..
એમ હાથી ભાગશે ખરા.. એવો ખુબ જ મોટા વજનદાર હોય છે.. ભારે ભડકમ એક પગ જાે આપણા પર મુકે તો ફોદો થઈ જાય..
એક જણાએ કહ્યું..
બાબત એકદમ સાચી છે પણ એમ હાથી ડરવાના નથી..
ભાઈ નકારાત્મક ના બોલો..કાલે જાેઈ લેજાે.. પણ હા સવાર સુધી તળાવમાં કાંટાના છોડ તરતા શીખો.
બિડુરે કહ્યું ને મોટા ભાગના સમજી ગયા.. શું કરવાનું છે એ…
સવાર પડી આ તરફ અને હાથી.. હાથીડા પાણી પીવા.. નાહવા સુંઢ ઉછાળતા આવી ગયા.દેડકાં એ ટાઈમે કિનારે હતો. તેઓ એક સાથે ગર્જી ઉઠયા.. ખબરદાર જાે પાણી પીવા કે નહાવા ઉતર્યા છો તો..
કેમ તળાવ તમારા બાપનું છે ? હાથીઓ પૈકીનો એક બોલ્યો.. આમે હાથી અને દેડકાંને વર્ષો જુનું વેર હતું..શું કરશો ? એકે પુછયું..
પગમાં કાંટા ઘુસાડી દઈશું.. કાન અને સુંઢની એ દશા થશે..
અને બિડુરે બે ચાર દેડકાંઓને ઈશારો કર્યો એ દેડકાંઓ કાંટાળા એ ભાગ લઈ આવ્યા.. સફેદ કાંટા હતા.. તીક્ષ્ણ અને અણીદાર હતા. જાે એ વાગે તો નાની યાદ આવી જાય.. અન્ય હાથીઓ ડરી ગયા.. શિયાવીયા થઈ ગયા.. આખરે એક મદનિયાએ હિંમત કરી. ધબ કરતું ક પાણીમાં પડયું.. કશોય ડર રાખ્યા વગર….
સામે છેડે દેડકાં ગભરાયા.. લબાલબ પાછાં પાણીમાં પડયા.. ને જાણે લડાઈ પુરી થૈ ગૈ.