જગો
આ તરફ પૂર ઝડપે જગો દોડતો હતો. ખટારાવાળાએ એ ત્રણ વખત હોર્ન વગાડ્યું. છોકરાઓ પણ ચીસો પાડવા લાગ્યાં અને ચીં…ચી.. અવાજ સાથે બ્રેક લાગી, પરંતુ ત્યારે ટ્રકની અડફેટમાં આવેલા જગાના શરીર પર ખટારાના બે પૈડાં ફરી ચુક્યાં હતાં. લોહીના ફૂવારા છૂટ્યા, શરીરે વીટેલાં ચીથરેહાલ લુગડાં લોહીથી લથબથ થયાં..
આજુબાજુના લોકો એકદમ ભેગા થઈ ગયા. સૌ કોઈ ખટારાવાળાને ધિક્કારવા લાગ્યા કેટલાક તો તેને મારવા પણ તૈયાર થયા. પણ ખટારા વાળાએ કાક લુઈ કરી કહ્યું, ‘મેં તો અનેક વખત હોર્ન વગાડ્યું હતું. પરંતુ એ ખસ્યો નહીં. ને મારી બ્રેક મારવાનો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો.’ એટલામાં પોલીસ આવી ગઈ. લોકોની ભીડ જામી ગઈ હતી. પોલીસો બધાંને દૂર કરવા લાગ્યા ત્યાં તો ચીસ પાડતી દોડતી દોડતી એક સ્ત્રી આવતી હતી. બધાં માણસો એક તરફ ખસી ગયા. આ સ્ત્રી વધુ નજીક આવી અને એકદમ ચીસ પાડતી ફસડાઈ પડી જગા..જગા..જગદીશ બેટા…કોણ ગોઝારાએ મારા ગરીબની આ મુડી ઝુંટવી લીધી.. શું મળ્યું બોલો.. શું મલ્યું તમને આવેશમાં આવી એ બોલ્યે જતી હતી. બેટા.. કહેતાં તેનો અવાજ ફાટી ગયો. અને જગાના લોહીથી ભીંજાયેલા દેહ પર તે ઢળી પડી અને બેભાન થઈ ગઈ. પોલીસના માણસોએ વિધિવત કાગળો કર્યા એવામાં બોલાવવામાં આવેલી એબ્યુલસ વાન આવી જતાં બન્નેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં.
બીજે દિવસે સવારે જગાની માંની આંખ ખુલી તો તેની આંખ સામે હજી એ જ દૃશ્ય તરવરતું હતું. તેણે ચીસ પાડી ‘જગા.. જગા..’ એટલામાં અવાજ સાંભળી વોર્ડની નર્સ દોડી આવી અને સાંત્વન આપતાં કહ્યું, ‘માજી સુઈ જાઓ, તમને આઘાત લાગ્યો છે, તમારે આરામની જરૂર છે.’
‘આઘાત.. બેન તું મને આશ્વાસન આપવા આવી છો મેં તો જીવનને ડગલેને પગલે આઘાત ઝીલ્યા છેે. તેવા આઘાત કોઈ ઝીલી ન શકે. પણ આ આઘાત મારાથી નહીં જીરવાય સીસ્ટર.. નહીં જ જીરવાય.. કોને મારા જગાને કેમ છે ? સિસ્ટર મને તેની પાસે લઈ જાઓને’ જગાની માંએ કહ્યું.
‘માજી તમે ચિંતા ન કરો તે જરૂર સાજાે થઈ જશે’ નર્સે આશ્વાસન આપ્યું.
આ વાત ચાલતી હતી. ત્યાં પોલીસ ઈન્સ્પેક્ટરે બારણામાં પ્રવેશ કર્યો.
‘ગુડ મોર્નીંગ સીસ્ટર’
‘ગુડ મોર્નીંગ’
‘માજીની તબિયત કેમ છે’
‘વેરી ફાઈન સર, તમે તેમનું સ્ટેમેંટ લઈ શકો છો’
એક નજર માંડી જગાની માંએ ઈન્સ્પેક્ટર સામે જાેયું. ઈન્સ્પેક્ટરની આંખોમાંથી ઉદાસી તે પામી ગઈ.
‘માજી કાલે થયેલા તમારા પુત્રના અકસ્માત બાબતે હું પુછવા માગું છું. ઈન્સ્પેક્ટરે કહ્યું.
‘પૂછો સાહેબ જે પૂછવું હોય તે પૂછો પણ મને મારો જગલો પાછો આપશો.’ એક મીંટ માંડી તેણે કહ્યું.
‘માજી તમારો પુત્ર પાગલ હતો.’ ઈન્સ્પેક્ટર પૂછ્યું. વૃદ્ધાને ઈન્સ્પેક્ટર સામે જાેયું. પછી બોલી.
‘સાહેબ જન્મથી મારો પુત્ર પાગલ ન હતો પરિસ્થિતિ એ તેને પાગલ બનાવ્યો હતો.’ આટલું કહેતાં વૃદ્ધાંની આંખ અશ્રુઓથી છલકાઈ ગઈ.
ઈન્સ્પેક્ટર આશ્વાસન આપતાં કહ્યું. ‘માજી માનવજીવન એવું કપરૂ છે કે અનેક આઘાતો અને ફટકાઓનો તેને સામનો કરવો પડે છે. તમારા જેવાં મજબુત મનમાં માનવીએ કાળજે ઘા ઝીલી શકે છે. જ્યારે કેટલાક કોમળ હૈયાંથી એ ન જીરવાતાં ભાંગી પડે છે.’
‘સાહેબ તમારી વાત બિલકુલ સાચી છે. અમારૂ સાત માણસોનું કટુંબને છે. તેમાં મારે ત્રણ પુત્રઓ અને બે પુત્રો છે સૌથી મોટો આ જગદીશ તેને અમે ખુબ લાડ પ્યારથી કર્યો પેટે પાટા બાંધી ભણાવ્યો . છોકરો પણ ખૂર સંસ્કારી અને સુશીલ હતો. ભણવામાં તે હંમેરા બધાથી આગળ રહેતો. પહેલાં પ્રાથમિક પછી માધ્યમિક અને છેવટે કોલેજમાં ભણી પાસ થયો. અમને પણ તેના તરફ ખુબ જ આશા, આકાંક્ષાઓ હતી કે હવે છોકરો મોટો સાહેબ બનશે અને અમરી પાછલી જિંદગીને સુખી કરશે. પરંતુ કુદરતનું નિર્માણ કંઈક જુદુ જ હતું. મારો જગદીશ ખૂબ પ્રયત્નો કરતો હતોફ રોજેરોજ છાપાંઓમાંથી જાહેરાતો લઈ આવે, અરજીઓકરે.. ટપાલીની રાહ જાેઈ કલાકો સુધી બેસી રહે. છેવટે ઈન્ટરવ્યુનો કાગળ આવે, હું અને તેના પિતા ગમે તેમ કરી તેને ભાડાંના ખર્ચના પૈસા આપીએ તે ઈન્ટરવ્યું આપવા જાય. આવો એક ફરી એજ રફતાર.. ચાલે.. આમ ને આમ એક પછી એક વર્ષો વિતવા લાગ્યાં. જગાના પિતાની નોકરી પણ પુરી થઈ તેમને નિવૃત્ત થયું પડ્યું. પણ જગાને ક્યાંય નોકરી મળી નહીં. અમારી ઘરની હાલત દિવસે દિવસે કથળતી ચાલી ક્યારેક તો ઘરમાં ટંકનું અનાજ પણ ન હોય… જગદીશ હજી પ્રયત્ન કરતો હતો. તેવામાં એક દિવસ અચાનક એક માણસે આવી કહ્યું. ‘ચાલો.. ચાલો.. જગ દીશના બાપુને અકસ્માત થયો. હું અને જગદીશ દવાખાને ગયાં. પણ તે સમયે ઘણું મોડું થઈ ગયું હતું. જગદીશના બાપુ આ દુનિયા છોડી સદાને માટે ચાલ્યા ગયા. આમ કહેતાં આંખમાં આવેલ આંસુ સાડીના છેડા વડે લુંછતાં લુંછતાં વૃદ્ધાએ વાત આગળ ચલાવી.
‘સાહેબ, ત્યાર બાદ અમારી હાલત વધુ ખરાબ થઈ. બિચારો જગદીશ એક વખત બસ સ્ટેશન ઉપર મજુરી કરવા પણ ગયો. પરંતુ જે તેને જુએ તે બસ એમ જ કહે ‘ભાઈ તારી આ લાયકાત ન કહેવાય. અને તને મજુરી ન આપીએ. તારા ભણેલા ગણેલાથી આવું કામ ન થાય. આ બધું સાંભળી જગદીશ ખૂબ જ નિરાશ થઈ ગયો. એવામાં અમે મારી દિકરી હસુની સગાઈ કરી તેનાં લગ્ન લીધાં જગદીશના બાપુના પ્રોવિડન્ડ ફંડના પૈસા આવેલા તેમાંથી લગ્ન કરી નાંખવાનો મારો મનસુબો હતો. લગ્ન લેવાયાં પરંતુ દહેજના પ્રશ્ને વાત વણસી ત્યારે રોતી કકળતી બહેનને જાેઈ જગદીશનું હૈયુ દ્રવી ઉઠ્યું. તે એકદમ સૂનમૂન રહેવા લાગ્યો તેને પોતાનું શિક્ષણ અભિશાપ રૂપ લાગવા લાગ્યું. અને એક દિવસ અચાનક શાળાએ જતાં બાળકોને તે પથરા મારવા લાગ્યો. અમે ઘણો સમજાવ્યો પણ તેને મગજની સ્થિરતા ગુમાવી દીધી હતી. તેથી કાંઈ થઈ શક્યું નહીં. પછી તોલ અમે દરરોજ તેને રૂમમાં પૂરી રાખતાં છતાં જાે ક્યારેક મોકો મળે તો તે નાસી જાય. સાહેબ કહોને મારા જગાને કેમ છે.. કહો સાહેબ..‘માજી મને કહેતાં ખુબ જ અફસોસ થાય છે. કારણ કે તમારો જગદીશ હવે અ દુનિયામાં નથી રહ્યો.’ ઈન્સ્પેક્ટરે ગળગળા થતાં કહ્યું.‘જગા..’ કહેતા વૃદ્ધા ઢળી પડી ત્યારે ઈન્સ્પેક્ટર નર્સ બન્ને સજળ નેત્રે તેને નિહાળી રહ્યાં.