ઘમંડી હાથી

કલરવ
કલરવ

એક હાથી હતો કદાવર, લાંબો, પહોળો અને ખુબ અભિમાની. કોઈપણ જાનવર સાથે સીધી વાત ના કરે વાત વાતમાં લડવાને માટે તૈયાર જંગલના બધાં જ પ્રાણીઓ એના વ્યવહારથી દુઃખી હતા. એક વાર તો એણે જંગલના મહારાજા શેરસિંહનું પણ અપમાન કરી નાખ્યું હતું. જંગલના અન્ય પ્રાણીઓના સમજાવવાથી રાજા શેરસિંહનું પણ અપમાન કરી નાખ્યું હતું. જંગલના અન્ય પ્રાણીઓના સમજાવવાથી રાજા શેરસિંહે હાથીને માફ કરી દીધો.
એક દિવસ હાથી તળાવના કીનારે ફરી રહ્યો હતો. આ તળાવના કીનારે ઉંદરોની એક વસ્તી હતી. ઉંદરોએ પોતાના દર બનાવી રાખ્યા હતા. દરરોજ હાથી ત્યાંથી પસાર થતો ત્યારે ઉંદરોના દરો ભાંગી જતા હતા અને કેટલાક ઉંદરો હાથીના પગ નીચે ચગદાઈને મરી જતા હતા.
એક વાર જ્યારે હાથી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઉંદરોના સરદારે હાથીને ઉભો રાખીને તેને કહ્યું, અરે હાથીદાદા, તમે તમારી શક્તિના નશામાં એ ન ભુલો કે અમે પણ આ વનના વનવાસીઓ છીએ. જંગલમાં અનેક જાનવરો રહે છે તો તમને અમારા આ દરો દેખાતા નથી. જુઓ તમે અમારા કેટલા ઉંદરોને મારી નાખ્યા છે અને અમારા ઘરબાર પણ તોડી નાખ્યા છે અને અમારા ઘરબાર પણ તોડી નાખ્યા છે.હાથીએ તો પોતાની ભુલ સ્વીકારવાને બદલે ઉંદરોને ધમકાવતા બોલ્યો, તમે તમારા દરો બીજે કેમ નથી બનાવતા ? હું તો અહીંયા દરરોજ ફરવા આવવાનો છું. તમારામાં તાકાત હોય તો મને રોકી જાેજાે. આ પ્રકારે હાથી દરરોજ ત્યાં આવીને ઉંદરોના દરો તોડવા લાગ્યા અને રોજ કેટલાય ઉંદરો એના પગ નીચે મરવા લાગ્યા.જંગલના બધા જ જાનવરોએ હાથીને ખુબ સમજાવ્યો પણ તે પોતાની તાકાતના નશામાં કોઈની વાતને માનતો નહીં. ઉલટાનું એમની સાથે ઝઘડી બેસતો.છેવટે એક દિવસ ઉંદરોના સરદારે પરેશાન થઈને જંગલના બધા જ ઉંદરોની એક સભા બોલાવી. આ સભામાં જંગલના હજારોની સંખ્યામાં ઉંદરો ભેગા થયા. બધાએ ભેગા થઈને ઘમંડી હાથીને પાઠ ભણાવવાની એક યોજના બનાવી.એક દિવસ હાથી એક વડના ઝાડ નીચે આરામ કરી રહ્યો હતો. બધા જ ઉંદરોએ એક સાથે મળીને હાથી પર હુમલો કરવાની યોજના બનાવતા વડના ઝાડની ચારે બાજુ ઉંદરોએ પોતાની વ્યુહરચના બનાવતા હાથીને ઘેરી લીધો. અચાનક સેંકડો ઉંદરોએ હાથીના શરીર પર આક્રમણ કરીને એના શરીર પર ચઢી ગયા. અચાનક શરીર પર હજારોની સંખ્યામાં ઉંદરોના આક્રમણથી હાથી પરેશાન થઈ ગયો.ઉંદરોએ હાથીના શરીર પર પોતાના તીક્ષ્ણ દાંતથી હાથીની ચામડી કાતરવા માંડી. કેટલાક ઉંદરોએ પોતાના તીક્ષ્ણ પંજા વડે હાથીને કોતરવા માંડયું.
હાથીએ તેમનાથી બચવાને માટે ભાગવાની ઘણી જ કોશીશ કરી પરંતુ સેંકડોની સંખ્યા ઉંદરોની સેના જાેઈને તે ભાગવામાં સફળ ના થયો. હાથી આટલી બધી સંખ્યામાં ઉંદરો જાેઈને એમનો મુકાબલો પણ ના કરી શકયો. હાથીના શરીરમાં નાના નાના ઘા પડતા તેમાંથી લોહી નીકળવા લાગ્યું. હાથી દર્દથી ચીસો પાડવા લાગ્યા તે પોતાની જાતને બચાવવાની અસફળ કોશીશ કરતો રહ્યો.અંતમાં દર્દથી પીડાતા હાથીએ ઉંદરોની માફી માંગવા માંડી. ઉંદરોના સરદારે કહ્યું કે, ‘પહેલા તું અમને વાયદો કર કે આજ પછી વનમાં કોઈપણ પ્રાણીને પરેશાન નહીં કરૂં. બધાની સાથે હળીમળીને રહીશ અને કોઈની પણ સાથે લડાઈ-ઝઘડો નહીં કરૂં..ઉંદરના સરદારની વાત માનતા હાથીએ તમામ પ્રકારની શરતો માની. હાથીએ કહ્યું કે, હું મારા કરેલા કાર્યોની માફી માગું છું અને મને સુધરવાની એક તક આપો.’ ઉંદરોના સરદારે હાથીને માફ કર્યો અને પોતાની સેનાની પાછા ફરવાનો આદેશ આપ્યો.ત્યારબાદ હાથી સમજી ગયો કે પોતાની તાકાતને ખોટો ઉપયોગ વિનાશ સર્જે છે..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.