કબૂતરને જાવું નિશાળે
સુંદર મજાનું આકાશ હતું. ખુબ મોટા અને ઉંચા આકાશમાં ઘણા બધા પક્ષીઓ ઉડતા હતા. મેના, પોપટ કબુતર, કાગડાઓ, કોયલ વગેરે આકાશમાં ખુબ ઉંચે ઉંચે ઉડતા હતા. પાંખો વડે ઉડવાની બધા જ પક્ષીઓને ખુબ મજા પડતી.
હવે પક્ષીઓ તો હંમેશા જુથમાં જ ઉડતા હોય તો પક્ષીઓમાં એક ખુબ નાનું અને ધોળું કબૂતર હતું. તેને તો મગ, બાજરો, ઘઉં અને જાર ખુબ જ ભાવે. આ બધા ચબુતરામાં જઈ તેઓ દાણા ચણે, ફટાફટ દાણા ચણીને એ તો આકાશમાં ઉડવા લાગે.
હવે આવું જ એક કબૂતરનું ખુબ મોટું ટોળું હતુ આ જ કબુતર એક સાથે દાણા ચણવા જતા હતા. હવે ખુબ મોટા કબૂતરોના જુથમાં એક ખુબ નાનું કબૂતરરહેતું હતું. નાનું હતું એટલે બધાને ખુબ જ વ્હાલું લાગતું બધા એને લાડ લડાવે.
આ નાના કબૂતરને કશીશના ઘરે દાણા ખાવા જાવું ખુબ ગમતું. કશીશને પણ કબૂતર ખુબ ગમતા. કશીશની અગાસીમાં એક નાનો ચબુતરો હતો. ત્યાં ઘણા કબૂતરો દાણા ખાવા આવતા. કશીશ દરરોજ સવારે ઉઠીને કબૂતરને ખાવા માટે મગના દાણા ચબુતરામાં નાખતી પછી દિવાલ પાછળ જઈને સંતાઈ જતી.
ધીમે ધીમે કરતાં અનેક કબૂતરો દાણા ચણવા માટે ભેગા થઈ જાય. પણ કશીશ તો પેલા નાના કબૂતરની જ વાટ જાેતી રહેતી. કયારે એ નાનું કબૂતર આવે અને કશીશ તેને રમાડે.આ નાનું કબૂતર પણ ખુબ સુંદર હતું. તેને પણ કશીશ સાથે રમવું ગમતું. તે જેવું દાણા ચણવા અગાસી ઘર આવે એટલે તરત જ કશીશ પાસે જઈ તેના ખોળામાં બેસી જતું.
કશીશ અને કબૂતરનો આ નિયમ દરરોજ ચાલતા રહેતા પણ એક દિવસ આવું ન બન્યું. કબૂતર દાણા ચણવા માટે અગાસીમાં આવ્યું પણ કશીશ ન હતી. કબૂતર આમતેમ ફરવા લાગ્યું. ઉડવા લાગ્યું.. પણ કશીશ દેખાઈ નહીં..
કબૂતર તો ખુબ ઉદાસ થઈ ગયું.તેણે દાણા પણ તે ખાધાં.ને રડતાં રડતાં તે આકાશમાં ઊડી ગયું. અને એક ઝાડ પર જઈ બેસી ગયું. બધા કબૂતરો નાના કબૂતરને શોધવા લાગ્યા પણ તે કયાંય ન મળ્યું. શોધતાં શોધતાં બધા કબૂતર ઝાડ પર આવી ગયા. નાના કબૂતરને જાેઈ બધાએ મળીને પુછયું, કેમ તું ઉદાસ છે? અને કેમ રડે છે ? આજે કશીશ પેલી અગાસી પર ન હતી. નાના કબૂતરે કહ્યું.
હા, આજ તો મેં પણ કશીશને જાેઈ ન હતી ત્યાં વચ્ચમાં જ એક કબૂતર બોલ્યું.. આ કશીશ તો આજે નિશાળે ગઈ છે એટલે..
નાનું કબુતર બોલી ઊઠયું.. નિશાળ એટલે શું ?
બીજા કબૂતરે કહ્યું નિશાળ એટલે જ્યાં નાના બાળકો ભણવા જાય, કવિતાઓ ગયા વાર્તાઓ સાંભળે ભેગા મળી ને નાસ્તો કરે.. ભગવાનની પ્રાર્થના કરે. સાથે મળીને રમે..
નાનું કબૂતર બોલ્યું. નિશાળમાં આવું બધું થાય તો મારે પણ નિશાળે જવું છે.. કશીશ સાથે રમવું છે ખાવું છે, ગીતો ગાવા છે. વાર્તા સાંભળવી છે..
ત્રીજું કબૂતરઃ સારૂં તો હું તને કાલે નિશાળે લઈ જઈશ.. આ સાંભળીને નાનું કબૂતર તો ખુશ ખુશ થઈ ગયું..બીજા દિવસે એ પણ વહેલું ઊઠી ગયું અને કશીશની નિશાળે જ આવી ગયું. કશીશની નિશાળની અગાસી ઉપર તે ઉડવા લાગ્યું. કશીશ પણ દોડતી દોડતી અગાસી પર આવી ગઈ અને કબૂતર તરત જ કશીશના ખોળામાં જઈ બેસી ગયું.. કશીશ ખુબ ખુબ રાજી થઈ ગઈ.
હવે કશીશ પણ દરરોજ નિશાળે જવા લાગી હતી અને પેલું કબૂતર પણ દરરોજ નિશાળે આવતું હતું. કશીશ તેના માટે ઘરેથી મગના દાણા લાવતી..
કબૂતરને ખાવા માટે આપે..કશીશ અને કબૂતર સાથે જ ખાતા. કશીશ નાસ્તો કરે અને કબૂતર દાણા ચણે. પછી બંને સાથે પકડાપકડી રમતા, સંતાકુકડી રમતા, ગીતો ગાતાં વાર્તાઓ સાંભળતા.
મને રે ગમતું નાનું કબૂતર,
નાનું નાનું ધોળું કબૂતર
ઝટપટ ઊડતું મારૂં કબૂતર,
સૌને ગમતું વ્હાલું કબૂતર..