અલ્યા આ તો.. તો પડયો..

કલરવ
કલરવ

સવારના પહોરમાં વરસાદ વિશે..આવી રહેલા ચોમાસાની આગાહી જાેતાં..વાંચતાં જ ઘુંબડ થુંબા થઈ ગયો. આહાહા…હા..આ વખતે જાણે પહેલા દિવસથી જ વરસાદ જાણે બઘરાટી બોલાવાનો છે એ મામલે મને હવામાન ખાતાને..છાપાના એ તંત્રીને ભરચક અભિનંદન આપવાનાં અભરખો થઈ આવ્યો. જાેકે આપણા ત્યાં તો કામ થઈ પતી ગયા પછી અભિનંદનને આપવાનું વલણ છે પણ મને અવળો એક ચીલો ચાતરવાનુંં મન થઈ આવ્યું પણ જ્યાંમને કંઈક સારૂં કરવાનું સુઝે કે મારી પત્ની કાયમ આડે માર્ગે જ ઉભો કરે છે. જ્યાં મને અભિનંદન આપવાનો ઈરાદો થયો કે થેલી લઈને આવીને કહેઃ ‘બઉ ભુખ લાગી છે. પાંનસો ગ્રામ ગરમાગરમ ફાફડા લઈ આવો.. મેં કતરાતી નજરે પુછયું, કેમ ઘરમાં કાંઈ બીજું નથી પડયું ખાવાનું.. અને સવાર સવારમાં વળી શાની ભુખો લાગે છે ? મારામોંએથી ભુખનું બહુવચન ભુખો સાંભળી ભડકી.

લાલ રંગ જાેઈ કોઈ આખલો ભડકી ઉઠે એમ ભડકી.. કહે ગુજરાતીના સાહેબ છો છતાંય ભુખનું બહુવચન ભુખો કરો છો. ખરા છો.. ત્યારે મારા હાથમાં થેલી આવી ચુકી હતી. બીજી તરફ સારા ચોમાસા અંગેની આગાહી સુકાઈ ગઈ. મારૂં મન ચોમાસામાંથી ફાફડાની લંબાઈમાં ફરી ય ગયું.. શું થાય ?

આ લેખ છપાશે ત્યારે શાયદ પહેલી જુલાઈ આવી ગઈ હશે. કહેવાતું.. ચોમાસુ હું આવી ચુકયું હશે અને દર વખતે ચોમાસુ ઈ ઢાકા બંગાળા કરે છે એમ કર્યા હશે એ નક્કી એમ તો હોળીની જવાળાઓ જાેઈને વરસાદની, વર્ષની દર વખતે આગાહીઓ કરવામાં આવે છે. પછી એ આગાહીઓ કેટલી સાચી પડે છે એ આપણે જાણીએ છીએ. અરે સાંભળવા મળે છે વરસાદ પણ બે માણસોના જેવો નઠારો થઈ ગયો છે.ઘોર એક કળીયુગમાં વરસાદ વળી શાનો સમયસર પડે ?જેમ માણસોને તો ખરા ટાણે બગલને તો અધ્ધર કરતાં આવડે છે એમ..
પણ હવામાન ખાતાએ એની આ વખતના ચોમાસા અંગેની આગાહી કરી છે.. રાજયભરમાં નૈઋત્યનું ચોમાસુ પહેલી જુનથી બેસી ગયું. પહેલી તારીખની જેમ પગાર આવી જાય એમ સમજવું..

એટલે પહેલી જુને આખાય રાજયમાં વરસાદ ધુંબડ ધુંબા મચાવશે.. અરે પહેલી તારીખે ઓ બાપ રે.. મરી ગયો રે એટલો એટલે જુલાઈ મહીનામાં ચાર ઈંચ વરસાદ ખાબકયો.. આ તો સાલુ કંઈક ક્રીકેટ જેવું લાગે ખરૂં.. દર વખતે મહેન્દ્રસિંહ ધોની ટીમના દાવ વખતે વચ્ચે આવીને ધમાધમી કરે અરે આ તો ઓપનીંગમાં આવીને જ ધોકાવાળી દેવાવાળી આગાહી મુજબ પહેલી તારીખે જ ચાર ઈંચ અને અત્ર તત્ર

સર્વત્ર પાણી જ પાણી..
જાણે વરસાદની ધુંબડધુંબા…

અરે હા યાદ આવ્યું.. અમદાવાદમાં તો અડધા ઈંચ વરસાદે સર્વત્ર કાંકરીયા કયાંક ચંડોળાના લોકોને મહાદર્શન થાય છે ત્યાં આ વખતે એકીઝાટકે દે ધનીયા દાળમાં પાણી. .ત્યારે શું થશે ખબર હોય કે ના હોય.. બધાય બોગસ પ્રિમોન્સુન પ્લાન તુટી પડવાના અને એ સાથે ભુવા પડવાના.. ખાડા ભરાઈ જવાના.. કયાંક કાંઈકના અંગભંગ વાહનતંગ થવાના.. મહાન દેશની નહીં મહાન રાજયની આ તો મહાનતા છે..

આગાહી મુજબ જુનની પહેલી તારીખથી જ વરસાદ જય રામજી કરવાનો છે.. એટલે પૈસાની સગવડ હોય કે ના હોય કયાંકથી આઘાપાછી કરી અને જ્યાં નોકરી કરતા હોવ ત્યાંથી.. બોસ પાસેથી લોન લો.. પૈસા ઉપાડો.. વરસાદમાં પહેરવાના બુટ, રેઈનકોટ, શરદીના બામની બે ત્રણ બાટલીઓ.. પત્નીના માટે રેઈનકોટ.. એનાં વરસાદી સેન્ડલ ધાબા પર પાથરવાની તાડપત્રી લઈ આવો.. ભાવ વધે એ પુર્વે ચોમાસુ પહેલી જુને… બેસી જવાનું છે. એટલે વહેપારીઓ ભાવ વધારવાની એકે તક નહીં છોડે.. અરે આ આગાહીના સમાચાર પત્ની વાંચે અને ચોમાસાની વસ્તુઓ લાવાવ કચકચ કરે એ પુર્વે લાવીને એના હાથમાં થમાવી દો.. અરે એના મોંઢેથી સાંભળો.. મારા વહાલા તમે કેટલા સમજદાર છો ?

પત્ની તમને કેટલા સમજદાર છો એવું ચોમાસા પુર્વે કે ટાણે કહેતો ધ્યાન ન આપો.. અત્યારે એ જ ધ્યાન રાખો. પહેલીજુને રાજયભરમાં ચોમાસુ જામી જવાનું છે. હવામાન ખાતાની આગાહી છે. .પહેલી તારીખે કોઈ કાર્યક્રમ જાે તંત્રે હમણાં પડતો મુકો.. માનો કે સવારે નવ વાગે ગયા અને દસ વાગે વરસાદે ધુંબડધુંબા કર્યા..આગાહી મુજબ બરાબર ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકયો.. ચારેકોર પાણી ભરાયાં તો જશો કયાં ? પહેલી તારીખે કાર્યક્રમ કેન્સલ કરી ઘરમાં ભરાઈ રહો.. સાંજ સુધી.. રાત સુધી.. અરે દિવસે સવારે ઓફિસમાં બોસને જણાવી દો કે આજે ચાર ઈંચ વરસાદ પડવાનો છે..એટલે હું નહીં આવું.. વરસાદમાં મારૂં પ્રેસર હાઈ થઈ જાય છે આમે મને ડાયાબીટીસ તો છે જ..
અગાઉથી જણાવી દો એટલે બોસની બકબક ચાલુ થઈ જાય છે. એ બંધ થઈ જાય. જાેકે ગઈસાલ એક ઓફિસના બોસ બબલદાસે અડધો ઈંચ વરસાદ થયો ત્યારે ઓફિસમાં હવાલો સંભાળતા હસમુખલાલને જણાવી દીધું હતું કે, વરસાદ થયો છે.મારી વાઈફને તાવ ચડયો હોઈ આવતો નથી. .સંભાળી લેજાે..

હવાલો સંભાળતાં હસમુખલાલ એમનો ચલણી સિક્કા જેવો શબ્દપ્રયોગ કરી નાખ્યો હતો.. માંડ વરસાદ પડયો છે એમાં તમારી વાઈફને તાવ ચડયો છે. અને આ ઓફિસની સુવાવડ મારે કરવાની..?

ખેર, પહેલી તારીખે આગાહી મુજબનો વરસાદ પડવાનો અને ખેલ બગાડવાનો..બાકી આ વખતે રામધુન બંધ વરસાદના રાજાને મનાવવાના ભજન કીર્તન બંધ. અરે દેડકા દેડકીનાં લગ્ન પણ મોકુફ.. એટલું જ નહીં માથે ઢુંઢીયાબાપજીને લઈને નીકળતી સ્ત્રીઓ જાેવા નહીં મળે.. દર વર્ષે વરસાદને લાવવા તપેલામાં બેસીને જે હવન કરવામાં આવે છે એ પણ બંધ.. એની પાછળ થતા નાના મોટા ખર્ચા બંધ..
બાકી દર સાલ તો વરસાદ વહેલો છે વહેલો છે કહીને અડધું ચોમાસુ જવા છતાંય આવતો નથી.. અને આવે છે તો કયાંક એકી રાતમાં અગિયાર ઈંચ વરસાદ અને બીજે સ્થળે જયશ્રીકૃષ્ણ..

છેલ્લાં આંકડા તપાસતાં કદાચ સત્ય એ સામે આવ્યું છે આગાહીમાં જે ટકાવારી બતાવી હોય છે એ પૈકીનો અડધો વરસાદ પણ થતો નથી. તેથી વરસાદને એમ થોડું કહેવાય કે આ કળીયુગમાં માણસો જેવો થઈ ચુકયો છે.. એક વાત મુજબ વહુ અને વરસાદના કરમમાં વખાણ.. વાહ વાહ.. લખ્યાં હોતાં નથી એ સદાય ગાળો ખાતો રહે છે. હશે. એ બે નંબરની વાત છે પણ પહેલીએ ચાર ઈંચ વરસાદનું આગમન થશે અને દીવસે જ જાે ચારેકોર.. સાવર્ત્રિક વરસાદ પડશે તો ચોક્કસ વરસાદની એક વાહ વાહ થશે.. આયો મારો બાપલિયો.. બાકી જાે પહેલીના જવાની સાથે તારીખો લંબાઈ તો વરસાદો ગાળો ખાશે જ.. એના લમણામાં કાયમ લખાયું છે.

આગાહી જાેઈને મારા પાડોશીઓ મને કહ્યું. અવળા હાથના લેખક એક ખેંચી કાઢો વિષય સારો છે.. આમે ચકલાં પોપટની વાર્તામાંથી વિષયાંતર થશે..અને મને એવો ગુસ્સો આવ્યો કે પાડોશીને ચોમાસામાં પહેરવાના રબરના બુટથી ફટાફટ કરી દઉં..?
રેણુબેન વિષ્ણુભાઈ બારોટ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.