સિંહ અને ભરવાડ2: ભાગ-2

કલરવ
કલરવ

ટનનન..ટન..ટન…ટન..
શાળાનો ઘંટ વાગ્યો. પ્રાંગણમાં રમતા બાળકો દોડતાં દોડતાં દરવાજામાં પ્રવેશે છે.ત્યાં એક ચીથરે હાલ માણસ દોડતો દોડતો આવે છે. તેનાં કપડાં મેલાં અને ફાટેલાં છે. વાળ વિખરાયેલા છે અને હાથ પગે ધુળ લાગેલી છે. તે એકદમ જઈ દરવાજા આડો ઉભો રહી બુમો પાડે છે.
‘એય છોકરાંઓ જતા રો’.. ભણી ભણીને શું દા’ડા વળવાના છે. કહું છું જાઓ બધાં..’
એમ કહી છોકરાંઓને પાછાં કાઢી મુકે છે. તેનું નામ છે જગદીશ પણ લોકો આ અÂસ્થર મગજના માણસને જગા ગાંડાના નામથી ઓળખે છે. જગો આમતો ખાસ કોઈને પરેશાન કરતો નથી. પરંતુ શાળાનો સમય થાય ત્યારે ગમે ત્યાંથી અચુક તે શાળાના દરવાજે આવી જાય છે અને છોકરાંઓને શાળાએ જતાં રોકે છે. અને જા છોકરાંઓ તેનું ન માને તો તે પથરા લઈ તેમની પાછળ પડે છે. આજે પણ એ દરવાજે ઉભો છે અને બાળકોને શાળાએ જવા દેતો નથી. પેલી બાજુ સામે ઉભેલા બે છોકરાંઓ તેની જ વાત કરી રહ્યાં છે. ગાંડો અંગ્રેજીમાં કાંઈક બોલે છે. તે સાંભળી તરૂણ કહે
‘એય ! મનોર જા જે આ ગાંડો તો અંગ્રેજીમાંય બોલે છે.’
‘તરૂણ, તું યે શું યાર, ગાંડોને તે વળી ગામ હોય,
‘એતો જેમ ઠીક લાગે એમ બોલ્યા કરે’ મનોરે કહ્યું.
‘ના..ના… ચાલને આપણે તેની પાસે જઈએ’ કહેતો તરૂણ તેની તરફ ચાલ્યો જગો એકી નજરે તેની તરફ જાઈ રહ્યો હતો. તરૂણને આ તરફ આવતો જાઈ જગો વિફર્યો અને એકદમ ઘુરકીયું કરી બોલ્યો.
‘એય છોકરાં એક વખત ન કહ્યું કે નિશાળ નથી જવાનું જાઓ ઘેર..જાઓ..’ કહેતો જગો ઘસ્યો.
‘અમે નિશાળે નથી જતા’ તરૂણે કહ્યું.
‘તો ઝખ મારવા આવ્યા છો’ જતા રો’ નહીં તો આ ઢેખાળો જાયો છે’ પથ્થર ઉગામતાં જગો બોલ્યો.
‘તરૂણ એ તરફ જઈશ નહીં મારશે હો’ કહેતાં મનોર જરાક પાછળ હટ્યો. પરંતુ તરૂણ તો જગાની પાસે ગયો અને નજીક જઈ કહ્યું.
જગાભાઈ અમને ભણવાની તમે કેમ ના પાડો છો.’
‘અલ્યા પુછવા આવ્યો છે તેને ખબર નથી ભણેલા આજે ભૂખે મરે છે.’ જગાએ જવાબ આપ્યો.
‘એટલે ભણવું નહીં.’તરૂણ બોલ્યો.
‘ના, આ જમાનો ભણેલાઓનો નથી. ચોર, લૂંટારા, ભ્રષ્ટાચારી, કાળા બજારીયા અને પૈસાના પુજારીઓનો છે આહાહા.. બોલતાં બોલતાં જગાએ અટ્ટહાસ્ય કર્યું.
‘જાઓ.. જાઓ.. ઘેર જતા રહો.. રમી ખાઓ પીઓને મજા કરો..’ જગો બોલ્યે જતો હતો.
તરૂણે મનોર સામે જાઈ કહ્યું. ‘આ નિશાળે નહીં જવાદે હોં !’

એટલામાં દૂરથી બીજા કેટલાક છોકરાં આવતાં દેખાય. બાળકોનું ટોળું જાઈ જગો ફરીથી વિફર્યો.
‘અલ્યા તરૂણ જા જઈને આપણા માસ્તર સાહેબને કહે કે એક ગાંડો શાળાના દરવાજે ઉભા છે. અંદર આવવા દેતો નથી.’ રમેશે કહ્યું.
‘રમેશની વાત સાચી છે’ મનોરે વાતને ટેકો આપ્યો. ત્યાં તો દૂરથી માસ્તર સાહેબ આવતા દેખાયા. સફેદ ધોતી ઝભ્ભોને ઉપર જાકીટ, પગમાં કાનપુરી ચંપલને હાથમાં થોડાં પુસ્તકો નજીક આવતાં માસ્તરે છોકરાંઓને પુછ્યું.
‘અલ્યા તરૂણ, મનોર, રમેશ બધા અહીં કેમ ઉભ છો.. ચાલો શાળાના સમય થઈ ગયો..’
પણ સાહેબ.. આ ગાંડો અમને દરવાજામાં પેસવા જ નથી દેતો ને.’
ચાલો મારી કહેતાં શિક્ષક આગળ થયા. બધાં છોકરાંઓ તેમને અનુસરી પાછળ પાછળ લપાતા છૂપાતા ચાલવા લાગ્યા. રમેશ સૌથી આગળ ચાલતો હતો. તે જગાની પાસે પહોંચ્યો ત્યારે જગો બોલ્યો.
‘અલ્યા તમને ના પાડી તોય આવી ગયા. જતા રો.’.. અહાહાહા.. ભણીને મોટા પંડિત થવા નીકળ્યા છો, પણ ભણ્યા પછી નોકરી કોણ આલવાનું છે હેં! અહાહાહા..’‘સાહેબ આ ગાંડો જુઓને કોઈ ને નિશાળમાં પેસવા જ દેતો નથી. દરવાજા રોકીને ઉભો છે નજીક જઈએ તો પથરા ઉપાડે છે. ને ધુળ ઉડાડે છે.’ રમેશ બોલ્યો.
‘અલ્યા વેંત એકના છોકરા તેં મને ગાંડો કહ્યો. ગાંડો હશે તારો બાપ… હું કોણ.. હું તો પ્રિન્સ જગદીશ ગ્રેજ્યુએટ અહાહાહા.. આખી દુનિયા જ દિવાની છે. ગાંડી છે. ગાંડી પૈસા પાછળ.. પણ પૈસો તો કુતરાંય નથી. ખાતાં અને આ બધા માનવીઓએ દોટ મૂકી છે.. અહાહાહા.. ‘જગા અમને જવા દે’ શિક્ષકે નમ્રતાથી સમજાવતાં કહ્યું. ‘એય માસ્તાર તું ઘણો હોંશીયાર છે તે હું જાણું છું. આ ભણાવવા ગણાવવાનું મૂકી દે, ભણીને ક્યાં કોઈનું ભલું થયું છે. તારૂ પેટીયું રળવા માટે આટલાં બધાં છોકરાંઓની જિંદગી શું કામ બગાડે છે.’ જગો અવિરત બોલ્યે જતો હતો. ‘ભાઈ હું તો કોઈની જિંદગી બગાડતો નથી. બધાંની જિંદગી સુધારવી એ જ મારૂ તો કામ.’
‘હવે જાયો મોટો સુધારવાળો’ એમ કહી એક મોટો પથરો લઈ જગો માસ્તરની તરફ ધસ્યો. માસ્તર તો ડરીને દોડવા લાગ્યા. એક હાથે ધોતીયુંને બીજા હાથમાં ચોપડીઓ માસ્તરની ટોપી તો ક્યાંય દૂર જઈ પડી. તેમની પાછળ હાથમાં પથરા લઈ ચીંથરે હાલ જગો દોડવા લાગ્યો. અને જગાની પાછળ ધૂળ ઉડાડતું છોકરાઓનું ટોળું હુરીયો બોલાવતું હતું.માસ્તર નજીકમાં આવેલી એક દુકાનમાં પેસી ગયા અને ગાંડો તો આવેગ અને ઉશ્કેરાટમાં રસ્તા ઉપર એકદમ દોડ્યો. સામેથી પુર ઝડપે એક ખટારો આવતો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.