સંગ તેવો રંગ

કલરવ
કલરવ

ઘણા વર્ષો પહેલાની આ વાત છે. જ્યારે વાહન વ્યવહારનાં બીજાં સાધનો ન હતા. વેપારીઓ પોતાનો માલસામાન ચીજવસ્તુઓ વેચવા માટે ઊંટ પર માલ ભરીને લઈ જતા હતા. માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરતા વેપારીઓ વણઝારા તરીકે ઓળખાતા હતા. વણઝારાએ ઉંટ પર સામાન લાદીને લઈ જાય તે ઉંટના ટોળાને પોઠ તરીકે ઓળખવામાં આવતી હતી.
તે જમાનામાં લાખો વણઝારો ગુજરાત અને રાજસ્થાનમાં તેના વેપાર માટે ખુબ જ જાણીતો હતો. તે એક શહેરથી બીજા શહેરમાં ફરતો રહેતો હતો અને વેપાર કરતો હતો. દિવસોના દિવસો સુધી ઉંટ પર મુસાફરી કરવી પડતી હતી. તેથી તેની પત્ની પણ તેની સાથે જ રહેતી હતી.
એક દિવસની વાત છે.તેણે ઉંટો પર સામાન લાદી તેના ખેપીયા(ઉંટ ચલાવનાર)ને આગળ રવાના કર્યા. લાખો વણઝારો અને તેની પત્ની પાછળ પાછળ ઉંટ પર સવાર થઈને જઈ રહ્યા હતા.રસ્તામાં તેમણે ઘેટાઓનું એક મોટું ટોળું જાયું.એક ભરવાડ આ ઘેટાઓને ચરાવતો હતો.ચારે બાજુ હરીયાળી છવાયેલી હતી. તે ભરવાડને તરસ લાગી એટલે તે નજીકમાં વહેતા ઝરણાની પાસે ગયો.પાણી પીવા માટે તેની પાસે કોઈ વાસણ ન હતું.તેથી તે ઘેટાની જેમ જ મોં નીચું કરી પાણી પીવા લાગ્યો.લાખા વણઝારાએ તેની પત્ની તરફ જાયું. પછી કહે જા આ જન્મની અસર છે જાત પર ગયો ને..’ વણઝારીએ કહ્યું, ના આ જન્મની અસર નથી જેવો સંગ તેવો રંગ.
વણઝારાએ કહ્યું, ‘અરે ! તું કેવી વાત કરે છે ? આ જનમની જ અસર છે..
આ જનમની અસર કેવીરીતે હોઈ શકે. છેવટે આ ભરવાડ માણસ જાતનો જ છે. કંઈ પશુ નથી તે પશુઓની સાથે રહે છે તેથી પશુઓ જેવી તેને આદત પડી ગઈ છે.. વણઝારીએ કહ્યું.
વણઝારાએ કહ્યું, ના હું તારી વાત સાથે બિલકુલ સંમત થતો નથી. ઘેટાંની સાથે રહીને આની તો બુÂધ્ધ ઘેટાં જેવી થઈ ગઈ છે.
વણઝારી બોલી, આ પણ માનવ છે, પશુ નથી. જા તેને ભણાવવા, ગણાવવામાં આવે અને હોંશિયાર બનાવવામાં આવે તો તે પણ તમારી જેમ જ બુદ્ધિશાળી બની શકે છે અને વેપાર ધંધો કરી શકે છે.

વણઝારાએ ગુસ્સે થઈ કહ્યું, ‘શું વાત કરે છે આ જનાવર જેવો મારા જેવો બુÂધ્ધશાળી બની શકે. મારી જેમ વેપાર કરી શકે.
વણઝારીએ કહ્યું હા કેમ નહીં જા તેને સારી સોબત મળે તો તે તમારી જેમ વેપાર પણ કરી શકે અને રાજકાજ પણ ચલાવી શકે.
વણઝારાને પત્ની પર ઘણો ગુસ્સો આવ્યો તેણે કહ્યું, જા તું તારી સોબતથી આને વધારે હોંશિયાર બનાવ શકતી હોય તો બનાવ. હું પણ જાઉં તો ખરો કે સંગનો રંગ કેવોક લાગે છે, એટલું કહી તેણે વણઝારીને ઊંટ પરથી નીચે ઉતારી દીધી અને તેને જંગલમાં પેલા ગોવાળીયા પાસે છોડી દઈ આગળ વધ્યો..
વણઝારી પણ હિંમત હારે તેવી ન હતી. તે ભરવાડ પાસે ગઈ.ભરવાડ તેને જાઈને ડરી ગયો અને ભાગવા લાગ્યો. વણઝારીએ તેની સાથે તેની રીતે વાત કરી અને તેનું નામ ગામને ઠામઠેકાણું પુછયું. હવે પેલા ભરવાડનો સંકોચ દુર થયો. ડર જરા ઓછો થયો. એટલે વણઝારી તેની સાથે તેની ઝુંપડીએ આવી તેણે સ્વાદિષ્ટ ભોજન બનાવી ભરવાડને જમાડયો અને તેનો વિશ્વાસ સંપાદિત કર્યો. પછી વણઝારી તેને પોતાની સાથે શહેરમાં લઈ ગઈ એક મકાન લીધું અને તેમાં તેની સાથે તે રહેવા લાગી. તેને નવડાવી ધોવડાવીને સ્વચ્છ વ†ો પહેરાવ્યા અને ભણાવવાનું શરૂ કર્યું. તે ભરવાડના આ છોકરાનું માની જેમ પાલન પોષણ કરવા લાગી. થોડા જ દિવસોમાં ભરવાડનો આ છોકરો વાંચતાં લખતાં શીખી ગયો. તે પુસ્તકો પણ વાંચવા લાગ્યો. તેને ઉઠવા, બેસવા અને બોલવાની સરસ રીતભાત આવડી ગઈ. વણઝારીએ તેને વ્યવહારીક જ્ઞાનમાં પણ નિપુણ બનાવવા માંડયો હતો.
હવે ભરવાડનો આ છોકરો બગલાની પાંખ જેવાં સ્વચ્છ શ્વેત કપડાં પહેરી ઘોડા પર સવાર થઈ રાજ દરબારમાં પણ જવા લાગ્યો હતો. તે રાજ દરબારમાં જે કંઈ સાંભળે, જુએ તે બધું રાત પડે એટલે
ઘેર આવીને વણઝારીને કહેતો. અને અમુક વસ્તુ તેને ન સમજાય તો વણઝારી તેને સમસ્યાનું સમાધાન કરી દેતી. કોઈ વાતનો ચોક્કસ અર્થ સમજાવતી અને ભરવાડ જ્યારે પોતાની સુઝસમજથી કોઈ સારૂ કામ કરે તો તેને શાબાશી આપતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.