મારાથી હત્યા ન થાય

કલરવ
કલરવ

એક બકાનંદજી હતા. બકાનંદજી આટલે બગલો અને બીજા હતા ગધાનંદજી ઉર્ફે ગધાજી…બકાજીનું રહેઠાણ તળાવના કિનારે હતું જ્યારે ગધાજીનું રહેઠાણ તળાવથી સહેજ દુર વડના ઝાડ નીચે હતું. આમ તો ગધાજીનું રહેઠાણ વડનું ઝાડ હતું પણ એમની એ રહેઠાણ ગમતું ન હતું. એ તો જયારે જુઓ ત્યારે તળાવના કીનારે જ હોય. એનાથી એમને બે ત્રણ ફાયદા હતા. એક તો તળાવના પાણી પરથી ઠંડો પવન આવતો પાણી પીવા મળતું અને તળાવમાં તબિયતથી સ્નાન કરવા મળી જતું.
ગધાજીને મન આ બધી ગમતી બાબતો હતી ત્યારે બકાનંદજીને એ બાબતે ખુબ જ ચીડ હતી. એ તો કચવાતા મને બડબડાટ કરી દેતા. આ હાળો ગધ્ધો શું મધ લેવા અહીં પડયો રહેતો હશે ? એની જગ્યાએ જતો હોય તો શું વાંધો ? બકાનંદજીએ ગધાજીને કહેલું અહીં ઝાઝું આવવું નહીં પાણી પીધા પછી ઝડપથી ચાલ્યા જવું.
બકાનંદજીની વાત સાંભળી ગધાજી અકળાયેલા કહેવા લાગેલા.. તળાવ કંઈ કોઈના ડોહા બાપાનું છે તે છોડીને ચાલ્યો જાઉં..?
બસ પછી એ દિવસથી વેરના વાવેતર મંડાયા હતા. ગધાનંદજી જાણી જાઈને તળાવના કીનારે બેસી રહેતાઅને બગલો જેવો તળાવના પાણીમાં માછલી પકડવા જાય કે હોંચી હોંચી કરી નાખે આ તરફ ગધાનંદજીનું હોંચી હોંચી અને બીજી તરફ માછલીનું છટકી જતા રહેવું આ મામલે પણ છટપટ થઈ હતી.
બકાજીએ કહેલું, જ્યારે હું માછલી પકડવા મારો ખોરાક લેવા વાંકો વળું છું ત્યારે પણ તું હોંચી હોંચી કરીને મારો શિકાર બગાડે છે.
એ વખતે પણ ગધાનંદજીએ કહી દીધેલું એ મારી અંગત બાબત છે. તું એમાં ડબડબ કે ટપટપ કરી શકે નહી હું અડધી રાત્રે પણ મારા સુમધુર સૂર રેલાવી શકું છું.
ગધાનંદજી એમના સૂરને સુમધુર માને એનો પ્રચાર કરતા હતા. મારે તારો બંદોબસ્ત કરવો જ પડશે. બકાજીએ આકાશ સામે પોતાની ચાંચ કરતાં સાફ સાફ જણાવી દીધું.
હવે રસ્તો પકડ..બંદોબસ્ત કરવા નીકળી હાલ્યો છે..
ગધાનંદજી બોલ્યા, ગધાનંદજીની જીભ વાણી જરા બરછટ હતી. એકાદ બે વાર તો જણાવી દીધેલું ડાબા કે જમણા પગની એક જા આપી દઈશ તો ગ્લાસ પાણી પણ નહીં માગે…
એમને રોજ ખટપટ ચટપટ થઈ…
એકબીજાને મારી નાખવાની.. ડાચું તોડી નાખવાની ધમકીઓ મળતી.. ત્યારે તળાવના કાંઠે આવેલા આંબલીના વૃક્ષ પર ચંડ ચકલો રહેતો હતો. એ આ રોજેરોજની છકડ પકડથી ત્રાસી ગયો હતો એક સવારે એણે આ બંનેની રોજે રોજની ગરબડથી કરી દીધું. ગધાનંદજી તમે તમારી જ્યાં જગ્યા હોય ત્યાં રહેતા હોય તો આ તકરાર ન થાય. માણસે કે પશુ પંખીએ જ્યાં એનું નિવાસસ્થાન હોય ત્યાં જ રહેવું જાઈએ.બીજાનામાં જાય ત્યારે માથાકુટ થતી હોય છે.
ચંડ ચકલાની વાત કંઈક સાચી હતી. પણ ગધાનંદજીએ અવળો અર્થ લેતાં કહી દીધું.. ઓ ચૌદસ ચંડ બીજામાં પટપટ ટપટપ કર્યા વિના તારૂં સંભાળ.. કયાંક લાત મારીશ તો અડધો લોટો પાણી પણ નહીં માગે.
ગધાનંદજીએ ચંડ ચકલાનું પણ ઘસીને અપમાન કરી દીધું.
આ તરફ ગધાનંદજીનો વિરોધી બકાજી તો હતો જ હવે એમાં ચંડ ચકલો ઉમેરાયો. એ બંનેએ ગધાનંદજીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એક દિવસ એમણે ચર્ચા કરી પછી ગોઠવી દીધું જંગલમાંથી કચરીયા વાઘને બોલાવીને બાવળો અને આ ગધાનંદજીનો સફાયો કરાવી નાખો. .પૈસા માગે તો આપવા..બંનેએ વિચાર્યું.બીજી તરફ જંગલમાં કચરીયો વાઘ પૈસા લઈને નાના મોટાં કામ કરી આપતો હતો. ઘણાએ એની પાસે કામ કરાવ્યા, કામ કઢાવ્યા હતા.. બેય જણા ચંડ ચકલો અને બકાજી પહોંચ્યા કચરીયા વાઘની પાસે ત્યારે કચરીયો ભરપુર જમણ કરીને ઊંઘી રહ્યો હતો બેય જણાએ એને જગાડવાનું.
બે દિવસ પછી ગયા ત્યારે પણ એ કચરીયો ઘોરતો હતો. ચંડ અને બકાજીને પાછા ફરવું પડયું.આવું ત્રણ વખત બન્યું.
ચંડ ચીડાયો.. બોલી ઉઠયો.. આ કચરીયો ઉંઘવા સિવાય બીજું કોઈ કામ કરે છે નહીં ?
આખરે છઠ્ઠા દિવસે ગયા ત્યારે એ કચરીયો જાગતો બેઠો હતો. એટલે પેલા બંને જણાએ સલામ મારીને પોતે જે કામ માટે આવ્યા હતા એ જણાવ્યું.કામ હતું કચરીયો આવે અને ગધાજીનો.. ગધાનંદજીનો સફાયો કરી નાખે. કચરીયાએ સાંભળ્યું એ સાથે એ સ્તબ્ધ થઈ ગયો.મનોમન ગણગણ્યો પૈસા લઈને હત્યા ?
પૈસા આપીશું.. ચંડે કહ્યું.. કચરીયાએ એ સાથે જ ત્રાડ નાખતાં કહ્યું જેવા આવ્યા છો એવા જ ચુપચાપ ચાલ્યા જાવ.. હું પૈસા લઈને જરૂરથી કરૂં છું પણ કોઈની હત્યા નથી કરતો સમજ્યા..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.