મધુવન

કલરવ
કલરવ

વો જો મિલ ગયા થા અચાનક કિસ્મત સે
બિના મિલે હી બિછડ ગયા મુજસે .

શિર્ષક શે’રમાં શાયરના આભા ચંદ્રા અચાનક કિસ્મતથી મળવા વાળા અને મળીને છૂટા પડી જવા વાળા લોકોની વાત વ્યક્ત થઇ છે. એવું કહેવાય છે કે પાછલા જન્મની લેણ-દેણ હોય તો જ લોકો આપણને કોઇના કોઇ બહાને આપણને મળે છે. નહિંતો આ અબજો-ખર્વોની માનવ વસ્તીમાં કોણ કોને મળે છે? કોઇ બાકી હિસાબ હોય તો જ આ જિંદગીમાં લોકો મળે છે અને જેના વિશે બિલકુલ વિચાર્યું જ નહોય અને એ અચાનક આવી મળે અને એની સાથે આપણા વિચારો મળે, એવું લાગે કે આ ને તો હું વર્ષોથી સદીઓ થી ઓળખું છું. એવું પણ કહેવાય છે કે જેને ખુદા લોહીના સંબંધથી સાંકળવાનું ભૂલી જાય છે એની એ ભૂલને મિત્રો આપીને ખુદા પોતે સુધારી લેતો હોય છે.

તુમ હી વક્ત થે ન હમહી થે રાસ્તા કોઇ,
જાના થા જબ છોડકર તો આયે હી ક્યું ?

શાયરાના સુરેશ સાંગવાન ‘સરુ’ ના આ શે’ ર માં ફરિયાદ છે. જીવનસફરમાં અચાનક કોઇ આવીને મળે છે. જેની આપણે ન તો ક્લ્પના કરી હોય છે ના કોઇ ઇંતઝાર કર્યો હોય છે. જ્યાં અંજળ પાણી હોય છે. જ્યાં ગલીઓને ઇંતઝાર હોય છે. આ જગતમાં કોઇ વસ્તુ એમને એમ બનતી નથી. કોઇ આવે છે. અને સાથે ચાલતાં ચાલતાં એની આદત પડી જાય છે પણ આવવાવાળાને તો એક દિવસ જવાનું જ હોય છે અને એ એનો સમય આવતાં ચાલ્યું જાય છે ત્યારે સવાલ ઉઠે છે કે એ કેમ આવ્યાં ?

મૈં દેર તક તુજે ખુદ હી ન રોકતા લેકિન,
તું જિસ અદાસે ઉઠા હૈ, ઉસીકા રોના હૈ.

‘ફિરાક’ ગોખપુરીના આ શે’ ર માં પણ એજ વાત છે કે જવા વાળાને રોકીતો શકાતું નથી પણ જવાની,વિદાયની એક વિધિ હોય છે. સ્વજનો જયારે જુદા પડે છે ત્યારે એક-મેકને ગળે મળીને એકબીજાની ભૂલો માફ કરીને ફરી મળવાના વાયદા સાથે જુદા પડે છે. એમના મીઠા સંસ્મરણો આજીવન દિલમાં રહે છે. પણ એમેને એમ મળ્યા વગર કોઇ કાયમી માટે ચાલ્યું જાય છે ત્યારે દિલને ખૂબ જ દુઃખ થાય છે.

લે ચલા જાન મેરી રુઠ કે જાના તેરા,
એસે જાને સે તો બહેતર થા ન આના તેરા.

નવાબ મિર્ઝા-ખાં એટલે ‘દાગ’ દહેંલવીના આ શેર માં રિસાઇને ચાલ્યા ગયેલા પ્રિયજનની વાત છે. માણસ ત્યારે જ રિસાય છે જ્યારે એને ખબર હોય છે કે કોઇ એને મનાવી લેશે. એ માણસ ખરેખર નશીબદાર છે જેને કોઇથી રિસાવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું છે. ક્યારેય ન રિસાતો માણસ રસહિન છે રિસાવું શબ્દ જ કદાચ રસ ઉપરથી આવ્યો હશે. પણ જેને રિસાયેલા સ્વજનને મનાવવાનો અવસર જ ન મળે ત્યારે માત્ર રિસાઇને પ્રિયજન નથી જાતું એની સાથે જાન પણ નિકળી જાય છે.

જાને વાલે કો ન રોકો કિ ભરમ રહ જાએ,
તુમ પુકારો તો ભી કબ ઉસકો ઠહર જાના હૈ.

અહમદ ‘ફરાજ ’ ના આ શે’રમાં જવા વાળાને ન રોકવાની વાત છે આમ પણ જવા વાળાને કંયા રોકી શકાતું હોય છે ? તુમ્હારે જાને કે બાદ કૌન રોકતા હમેં, તો જી ભરકે ખુદ કો બર્બાદ કિયા હમને. એક શાયરે કહ્યું છે કે ‘જિદ કર બૈઠે હો જાને કી, તો યે ભી સુન લો , ખૈરિયત કભી મેરી ગૈરો સે મત પૂછના. અને એજ સ્વજને ભેટ આપેલી ભગવાનની મૂર્તિ આગળ એ દરરોજ પ્રાર્થના કરે છે. ‘તું લાખ દુઆ કર લે મુઝસે દુર જાને કી,મેરી દુઆ ભી ઉસી ખુદા સે હૈ તુઝસે કરીબ લાને કી. |

ન હાથ થામ સકે, ના પક્ડ શકે દામન ,
બડે હી કરીબ સે ઉઠકર ચલા ગયા કોઇ.

મીનાકુમારી ના આ શે’ ર માં રંજ છે. દૂર નું કોઇ ચાલ્યું જાય તો અફસોસ થાતો નથી. ‘જરા સી બાત પર ના છોડ કિસી અપને કા દામન,જિંઅગી બીત જાતી હૈ અપનો કો અપના બનાને મેં . ’ સાચે જ કોઇના બની જવું કે કોઇના પોતાના બનાવી લેવાનું કામ કપરું છે, કેમકે ખુદાએ આટલા મોઅટા જગતમાં એકસરખા માણાસો બનાવ્યાં જ નથી. બધાંને પોતપોતાના આગવા વિચારો, માન્યતાઓ,અને જીવનશૈલી હોય છે. અને એ એ મુજબ જીવન જીવે છે. કોઇના બની જવું એટલે અહંકારને છોડવો. પ્રેમમાં માણસ નિરહંકારી બની જાય છે. કોઇની સાથે જીવવું એ જીવનની મોટમાં મોટી કલા છે. ખૂબી અને ખામીનો સરવાળો એટલે માણસ. સામેની વ્યક્તિઓની ત્રુટીઓ સ્વીકારીને એની સાથે જીવવું એજ સાચું જીવન છે. અને ત્રુટીઓ દરેકમાં હોય છે. આપણે માણસમાં શું જોઇએ છીએ એ મહત્વનું છે. અંતે

આપણે જોઇશું એક શે’ ર
તુમ મુઝે છોડ કે જાતે હો તો જાઓ લેકિન,
અપને ભેજે હુએ ખત સારે જલાકર જાના,
તાકિ તન્હાઇસે ઘબરાઉં તો બાતે કર લૂં,
અપની તસ્વીર કો ક્મરે મે લગા કે જાના.
ધેંગાભાઇ એન. ‘સરહદી’ (ટડાવ)

ગુરૂકૃપા બંગ્લોઝ-૨, નાનીપાવડ રોડ, વજેગઢ, તા. થરાદ, જિ.બ.કાં.
(મો) ૯૪૨૭૬ ૪૪૬૧૧


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.