ઈમાનદાર ચોર
એકવાર એક રાજયમાં લગાતાર બે વરસ દુષ્કાળ પડવાથી ચોરીની ઘટના બનવા લાગી. રાજાએ રાજયમાં ઘોષણા કરી કે જે કોઈ ચોરને પકડી લાવશે તેને દસ હજાર સુવર્ણમુદ્રાઓ ઈનામમાં આપવામાં આવશે. એક દિવસ રાજયના મોટા વેપારીને ત્યાં ચોરી થઈ. સૈનિકોએ ચોરને જાેતાં જ એને પકડવાને માટે ચોરનો પીછો કર્યો. ચોર ભાગતો ભાગતો રાજયની બહાર આવ્યો. રાજયની સીમા પર બનેલ એક ઝુંપડીનો દરવાજાે ચોરે ખખડાવ્યો. આ ઝુંપડીમાં ગંગા નામની એક વૃદ્ધા પોતાની પૌત્રી સાથે રહેતી હતી. તે યાત્રીઓને ભોજનની વ્યવસ્થા કરી આપવા બદલ એને જે રકમ મળે એમાંથી તે પોતાનું ગુજરાન ચલાવતી હતી.
ગંગાએ દરવાજાે ખોલ્યો તો સામે અજાણી વ્યક્તિ જાેઈ. પેલી વ્યક્તિ જે ચોર હતી તે બોલ્યો, ‘દાદી, હું શહેર જઈ રહ્યો હતો પરંતુ રાત થઈ ગઈ છે. હું ખાવાનું તો ખાઈશ પણ જાે આજની રાત રહેવાની વ્યવસ્થા થઈ જાય તો હું તમને ૧૦ સુવર્ણમુદ્વાઓ આપીશ. ગંગા માની ગઈ.
પૌત્રીને જાેતાં જ ચોરે એના વિશે પુછયું ત્યારે ગંગાએ કહ્યું, મારા પુત્ર અને વહુનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયેલું. મને આ દિકરીના વિવાહની ચિંતા છે.કારણ કે રાજયમાં દુષ્કાળ પડવાથી યાત્રીઓની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે.
ચોરનું નામ મોહન હતું,તે બોલ્યો, દાદી તમે ચિંતા ના કરો.આ સોનાના ઘરેણાં લો અને પૌત્રીના વિવાહ કરો. ગંગા તો ઘરેણાં જાેઈને આભી જ બની ગઈ. જયારે ગંગાએ આ ઘરેણાં વિશે પુછયું ત્યારે મોહને ચોરીની વાત કહી દીધી.ગંગાએ ઘરેણાં લેવાની ના પાડી પરંતુ ચોરે એમને કહ્યું કે તે એને પકડાવી દે જેથી તેને ઈનામની રકમ મળી શકે અને પછી તે પોતાની પૌત્રીના વિવાહ કરી શકે.
ગંગાએ ચોરને પકડાવી દીધો. રાજાએ એને ઈનામમાં સોનાની મુદ્વાઓ આપી ત્યારે ગંગાએ તે લેવાની ના પાડી.રાજાએ એનું કારણ પુછતાં ગંગા બોલી કે,મહારાજ મને સુવર્ણ મુદ્વાઓના બદલે બીજી ભેંટ જાેઈએ છે.તમે આ વ્યક્તિને સજામાંથી મુકત કરી દો. રાજા બોલ્યો,એનાથી તમે શું લાભ થશે ? ગંગા બોલી, મહારાજ, આ વ્યક્તિ ઘણો જ ભલો માણસ છે. એને હું નથી લાવી પરંતુ તે સ્વયં આવ્યો છે.પછી તેણે રાજાને બધી વાત કહી સંભળાવી. રાજાએ ચોરને માફ કરતાં કહ્યું કે, તું કેવી રીતે માની લઉં કે આગળ તું ચોરી નહીં કરે.
ચોરે કહ્યું, મહારાજ મેં મજબુરીમાં ચોરી કરી છે. જાે મને કોઈ કાર્ય મળી જાય તો હું ચોરી છોડી દઈશ.
ત્યારે ગંગા બોલી મહારાજ હું મારી પૌત્રીના વિવાહ આ વ્યક્તિ સાથે કરવા માગું છું. આનાથી યોગ્ય અને ઈમાનદાર સાથી બીજાે કોઈ નહીં મળે. રાજાએ ગંગાની વાત માની અને એને ઈનામમાં સુવર્ણ મુદ્રાઓ આપી તથા પેલા ચોરને રાજયમાં સૈનિકની નોકરી આપી. કમલેશ કંસારા મુ.અમદાવાદ