કડી પોલીસે વડવાળા હનુમાનજી મંદિર સામે રેલવે ફાટક પાસેના છાપરામાંથી ગાંજાનું વેચાણ કરતી મહિલાને ઝડપી પાડી છે. નીલમ રવિભાઈ વાંઝા નામની આ મહિલા પાસેથી 170.700 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. જેની કિંમત રૂપિયા 1,707 આંકવામાં આવી છે. આ મહિલાને થોડા મહિના પહેલા પણ આ જ સ્થળેથી ગાંજાના વેચાણ માટે પકડવામાં આવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેના પગલે કડી પોલીસે સરકારી પંચોની હાજરીમાં રેડ કરી હતી. પોલીસને મળેલી માહિતીના આધારે છાપામારી કરવામાં આવી હતી. મહિલા પ્લાસ્ટિકની થેલીઓમાં ગાંજો રાખીને વેચાણ કરતી હતી. FSL ટીમે ઘટનાસ્થળે આવીને જપ્ત કરાયેલા પદાર્થનું પૃથ્થકરણ કર્યું હતું. જેમાં તે ગાંજો હોવાનું પુષ્ટિ થઈ હતી. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
- July 11, 2025
0
552
Less than a minute
You can share this post!
editor

