કાંકરેજ તાલુકામાં આંગણવાડી કાર્યકરો પડતર પ્રશ્નો અંગે હડતાળ પર ઉતર્યા

કાંકરેજ તાલુકામાં આંગણવાડી કાર્યકરો પડતર પ્રશ્નો અંગે હડતાળ પર ઉતર્યા

કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી પાસે ત્રણ ઘટકની આંગણવાડી અને તેડાગર બહેનો દ્વારા. કોર્ટના ચુકાદાને લાગુ કરવા અને કાર્યકર તેમજ તેડાગરને માનદ વેતનમાંથી મુક્ત કરી વર્ગ ૩.૪ સમાવેશ કરવો. મોબાઈલ આપવા માટે ૨૦૨૨ માં કહ્યું હતું. જોકે હજુ સુધી કોઈ મોબાઈલ ફોન નથી આવ્યો. નવી નવી એપ કાર્યકરોને પોતાના મોબાઈલ ફોન પર કામ કરવા માટે મજબુર. AVT એપને નકામી ગણાવી અને આવા પ્રયોગો ના કરવા વિનંતી કરી. માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અને બેનરો સાથે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જેમાં બનાસકાંઠા જિલ્લા આંગણવાડી કાર્યકરોના ઉપપ્રમુખ રેખાબેન જોષીએ જણાવ્યું હતું કે, સરકારે બજેટમાં કોઈ ફાળવણી નથી કરી. અને અમને કોઈ જાણકારી આપી નથી. અને ત્યારબાદ આંગણવાડી કાર્યકરોએ પોતાના પડતર પ્રશ્નો અંગે હડતાળ પાડી કાંકરેજ મામલતદાર ગૌતમભાઈ દરજીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે આઈ.સી. ડી.એસ.ના સી.ડી.પી.ઓ રેખાબેન કાપડીને આવેદનપત્ર આપી પોતાના પડતર પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા માટે માંગ કરી હતી. જોકે ત્રણ દિવસ સુધી આંગણવાડી કાર્યકરો પોતાની કામગીરીથી અળગા રહીને હડતાળ ચાલુ રાખવા માટે કહ્યું હતું.  જોકે હવે સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોની માંગણીઓ પૂરી પાડવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *