કડીની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવા મામલે આરોપીના જામીન નામંજૂર

કડીની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવા મામલે આરોપીના જામીન નામંજૂર

મહેસાણા જિલ્લાના કડીની યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારવાની ચકચારી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. બનાવના પગલે પરિવારને જાણ થતા પોલીસ ફરિયાદની સાથે સાથે કોર્ટમાં કેસ ચાલી જતાં મહેસાણા સેસન્સ કોર્ટ દ્વારા આરોપીની જામની અરજી ફગાવી દેવામાં આવી છે. સમગ્ર બનાવની વિગત જોવા જઈએ તો ભોગ બનનાર યુવતી અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર યુવકની એક સામાજિક પ્રસંગમાં ઓળખાણ થયા બાદ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થઈને એકબીજાની નજીક આવ્યા હતા. જે બાદ બન્નેય વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવક દ્વારા યુવતીને લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું.

જેની જાણ થતા યુવતીના પરિવારે આ મામલે બાવલું પોલીસ સ્ટેશનમાં સેનમાં ક્રિષ્ના સંદીપભાઈ સામે ફરિયાદ નોંધાઈ હતી. જોકે આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા મુકાયેલ આગોતરા જામીન અરજીને સરકારી વકીલ પરેશકુમાર કે.દવેની દલીલ આધારે ફગાવાઈ દેવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *