પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલી જ્યોતિ મલ્હોત્રાના રિમાન્ડ ચાર દિવસ માટે લંબાવવામાં આવ્યા છે. પોલીસે રાત્રે જ્યોતિ મલ્હોત્રાની તબીબી તપાસ કરાવી. ત્યારબાદ આજે સવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યોતિને હાઇ સિક્ટોરિટીમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન તેના પરિવારના સભ્યોને પણ તેની નજીક આવવા દીધા નહોતા. જ્યોતિની 16 મેના રોજ ધરપકડ કરાઈ હતી. બાદમાં તે 5 દિવસના રિમાન્ડ પર હતી, ત્યારે હિસાર પોલીસ ઉપરાંત NIA, મિલિટરી ઇન્ટેલિજન્સ, IB અને અન્ય ગુપ્તચર એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. NIA સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલામાં જ્યોતિની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. પહેલગામ હુમલા પહેલાં અને પછી તે કયા લોકોના સંપર્કમાં હતી? તેણે કોની-કોની સાથે વાત કરી? આ સંદર્ભે તેના મોબાઇલની તપાસ કરવામાં આવી રહી છે.

- May 22, 2025
0
109
Less than a minute
Tags:
- Communication Analysis
- Counter-Terrorism Operations
- High Security Detention
- Hisar Police
- Intelligence Bureau
- Jyoti Malhotra
- Medical Examination
- Military Intelligence
- Mobile Phone Examination
- National Investigation Agency
- Pahalgam Terror Attack
- Pakistan Espionage
- police investigation
- Remand Extension
- Spying Charges
You can share this post!
editor