જુનૈદ સિદ્દીકી ટી20આઈ ક્રિકેટમાં 100 વિકેટ લેનાર યુએઈનો પ્રથમ બોલર બન્યો

જુનૈદ સિદ્દીકી ટી20આઈ ક્રિકેટમાં 100 વિકેટ લેનાર યુએઈનો પ્રથમ બોલર બન્યો

શારજાહમાં પાકિસ્તાન અને યજમાન સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) વચ્ચે મેચ રમાઈ હતી. T20I ત્રિકોણીય શ્રેણીની આ 5મી મેચમાં, પાકિસ્તાને યુએઈને 31 રનથી હરાવીને T20I ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પાકિસ્તાન તરફથી ફખર ઝમાને શાનદાર અડધી સદી ફટકારી હતી જ્યારે લેગ-સ્પિનર ​ અબરાર અહેમદે તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 9 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટ ગુમાવીને ૧૭૧ રન બનાવ્યા હતા. જવાબમાં યુએઈની ટીમ ફક્ત ૧૪૦ રન જ બનાવી શકી હતી. યુએઈ તરફથી ઓપનર અલીશાન શરાફુએ ૫૧ બોલમાં સૌથી વધુ ૬૮ રન બનાવ્યા હતા. યુએઈ ભલે આ મેચ જીતી ન શક્યું હોય, પરંતુ ટીમના એક બોલરે નવો ઇતિહાસ રચ્યો હતો.

યુએઈનો ફાસ્ટ બોલર જુનૈદ સિદ્દીકી પાકિસ્તાન સામે સૌથી મોંઘો બોલર સાબિત થયો. તેણે 4 ઓવરમાં 52 રન આપ્યા અને માત્ર 1 વિકેટ લીધી. આ રીતે જુનૈદ સિદ્દીકીએ ટી20આઈ ક્રિકેટમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી. સિદ્દીકી ટી20આઈમાં 100 વિકેટ લેનાર યુએઈનો પ્રથમ બોલર બન્યો છે. તેની પહેલા યુએઈનો કોઈ પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યો ન હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *