શાયરી
૧.
કોણ કહે છે કે અમે રોતા હતા,
અમે તો આંસુ થી આંખો ને ધોતા હતા,
ઝેર પીને સમજાયું કે અમે ખોટા હતા,
કફન ઊંચું કરી ને જોયું તો અમારા પર હસનારા જ આજે રોતા હતા.
૨.
શબ્દોના બાણમાં એવી છે તાકાત,
કે દરેક ઘા ને કરી દે છે બાકાત,
તેથી સમજદારીથી કરો શબ્દોના પ્રહાર,
નહિ તો કોઈના દિલ પર થઇ જશે એનો વાર..
૩.
મારા દિલ ને આવ્યો એક વિચાર ,
કે કદી ના કરું હવે તેનો વિચાર ,
પણ ફરી ફરી ને આવ્યો એ જ વિચાર ,
કે તેના સિવાય કરું તો કરું કોનો વિચાર????
૪.
પ્રેમ માં દોસ્તો મોડી રજુઆત ના કરશો….
નીભાવી ના શકો તો શરુઆત ના કરશો…
તમારા વગર જીવવાની આદત જ નથી…
તેને ક્યારેય જુદાઈ ની વાત ના કરશો….♥♥
૫.
જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે ,
અને જો વિશ્વાસ રાખો તો એ રડાવે છે .
“એક મ્યાનમાં બે તલવાર સાથે ના રહી શકે.”
એ એક પ્રખ્યાત ઉક્તિ છે.
પણ એક ફૂલદાની માં કેટલા બધા ફૂલ સાથે રહી શકે છે.
જીવન તો ફૂલ જેવું હોવું જોઈએ, નહિ કે તલવાર જેવું..!
Tags Shayari