જોક્સ
ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને
ખાલી ડબામાં રોટલી ડૂબવીને ખાતા હતા….
તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા
“અલ્યા ડબામાં શાકતો નથી ?”
ગણિત શિક્ષક બોલ્યા અમે તો શાકને એક્સ ધારેલ છે.
_____________
બકો લગ્નમાં જમવા ગયો,
ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઈને
તેમને થયું કે આ પણ કોઈ ખાવાની ચીજ હશે.
તે લઈને મોઢામાં મૂકવા જતા હતા
ત્યાં બકુડીએ રાડ પાડી,
ખાતા નહીં ….. હાવ મોળું સે…..
_______________
વધારે ચિંતા ના કરો
બધાના લગ્ન ગર્લફ્રેન્ડ સાથે જ થશે.
હવે કોની ગર્લફ્રેન્ડ સાથે કોના લગ્ન થાશે
એ મને નથી ખબર હો.
________________
પતિ હિબકે ચડીને રોયો,
જ્યારે પત્નીનું આઠમાં ધોરણનું પ્રમાણપત્ર
હાથમાં આવ્યું અને એમા લખ્યું હતું,
“કોમલભાષી અને શાંતિપ્રિય”