જોક્સ
૧.
ચમન : બાયોલોજીની પરીક્ષા આપવા ગયો.
પરીક્ષક : આ પગ જાઈને બતાવો કે આ કયું પક્ષી છે ?
ચમન : મને ખબર નથી.
પરીક્ષક : તું ફેલ છે તારૂં નામ બતાવ.
ચમન : મારા પગ જાઈને તમે જ મારૂં નામ બતાવો ને ?
૨.
ચમન : આ તમે શું કરો છો ?
મદન : આ બેબીનો અવાજ રેકોર્ડ કરી રહ્યો છું.
ચમન : એ શા માટે ?
મદન : એ જ્યારે મોટી થઈ જશે તો એને એનો મતલબ પુછીશ.
૩.
ચમન તું કેટલા વરસથી જલેબી બનાવે છે ?
મીઠાઈવાળાએ રૂઆબથી કહ્યું, છેલ્લા ૩૦ વરસથી.
ચમનઃ કેટલી શરમની વાત છે આજ દિવસ સુધી તું સીધી જલેબી બનાવી નથી શકયો ?
૪.
એક માણસ પોતાનું માથું પાણીથી ભરેલા ટબમાં ડુબાડી રહ્યો હતો. એની પત્નીએ પૂછયું આ શું કરી રહ્યા છો ?
એ માણસે જવાબ આપ્યો, ‘મગજ કામ નથી કરતું. જાઈ રહ્યો છું કે કયાંક કોઈ પંકચર તો નથી ને ?