જોક્સ
ઉપવાસની નવી સ્ટાઈલ….
એકાદ દિવસ આ બધી વસ્તુઓ વિના જીવવાનું :
મોબાઈલ ફોન, ફેસબૂક, વીજળી, ઈન્ટરનેટ, બાઈક,
વોટસએપ, ટીવી….
આ ઉપવાસ કરીને જુઓ
ભગવાન પણ જમીન પર આવીને કહેશે.
બસ ગાંડા રડાવીશ કે શું.
_________________________
જરૂરીનથી કે
કોઈ તમારી જીંદગીમાં આવેને ત્યારે જ ખુશી મળે…
અમુક અમુક “પનોતી”
તમારી જીંદગીમાંથી વય જાય
તો ય જીંદગી જન્નત થઈ જાય…
_______________________________________
અમૂક તો એવા હોય ને કેગાડી માંગીને લઈ જાય,
એનોય વાંધો નહીં…
પેટ્રોલ નખાવે કે ન નખાવે
એનો ય વાંધો નહીં…
પણ
વધારાની સલાહ આપતા જાય કે
ગાડી હવે સર્વિસ માંગે છે…!!!
________________________________
ક્યારેક ક્યારેક તો વિચાર આવે કે
ગોકુલધામ સોસાયટીની બધી લેડીઝ
આટલી ખુશ અને શાંતિથી કેમ રહી શકે છે.
પછી ધ્યાન પડ્યું કે કોઈના ઘરે સાસુ જ નથી…
__________________________________
વાળ કપાવતા વખતે ધીમેથી
ટીવી જેવા માટે ગરદન ઊંચી કરીએ,
અને વાણંદ એક જ ઝાટકે
ગરદન નીચી કરી નાખે.
ત્યારે,સાલું લાગી આવે કે,
આ દુનિયામાં આપણી
કોઈ ઈજ્જત જ નથી..