જેમ જેમ વાવ ની પેટા ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ ચૂંટણી નો પ્રચાર વેગ પકડી રહ્યો છે. ત્યારે ગતરોજ વાવ ખાતે આવેલ લોક નિકેતન છાત્રાલય ખાતે વાવ બેઠક ના કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિહ રાજપૂત ના સમર્થનમાં જીજ્ઞેશ મેવાણીના અધ્યક્ષ સ્થાને એક ભવ્ય મીટીંગ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યા માં મેઘવાળ સમાજ અને ઇતર સમાજ ના લોકો હાજર રહ્યા હતા.
શક્તિ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે દલિત સમાજે ભાજપ ને પરચો બતાવી કોંગ્રેસ ને મત આપવાનું આહવાન કર્યું હતું. સમગ્ર ઠાકોર સમાજ ને ગેનીબેન ના પડખે રહી ગુલાબસિંહ ને વિજય બનાવવાનું જણાવ્યું હતું. ગુલાબસિહ વાવની પ્રજાનું નેતા તરીકે નહિ બેટા તરીકે બનીને કામ કરશે જે પસંગે જીજ્ઞેશભાઈ મેવાણી એ જણાવ્યું હતું કે ગુલાબસિહ એક સરળ સ્વભાવ ના વ્યક્તિ છે એમના દાદા ના ગુણો તેમના માં છે દરેક મતદારો ને કૉંગ્રેસ તરફી મતદાન કરવાનું જણાવ્યું હતું.
ભાજપ સરકાર ગોમાંસ વેચનારી કંપની ઓ પાસે થી ફાળો લઈ ચૂંટણી ઓ માં વાપરે છે. દરેક સમાજ ને કોંગ્રેસ તરફ મતદાન કરવાનું જનાવ્યું હતું 10 થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસ માં જોડાયા હતા.જે પસંગે બહોળી સંખ્યા માં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.