રૂ.29 લાખના ખર્ચે નવીન રોડ બનશે, નડતરરૂપ 20 દબાણો દૂર કરાયા; પાલનપુરમાં લક્ષ્મીપુરાને જોડતા રોડ પર ડોકટર હાઉસ પાસે થયેલા દબાણો પર આજે પાલિકાની ટિમ ત્રાટકી હતી. જેમાં ઝૂંપડપટ્ટી પર જેસીબી ફરી વળતા શ્રમજીવીઓ બેઘર બન્યા હતા.
પાલનપુરના લક્ષ્મીપુરા ગામને જોડતા રોડ પર ડોકટર હાઉસ પાસે શ્રમજીવીઓએ ઝુંપડા બનાવી દબાણ કર્યું છે. ત્યારે રોડ બનાવવામાં નડતર રૂપ દબાણો દૂર કરાવવા પાલનપુર નગરપાલિકાની ટીમ પોલીસ સાથે પહોંચી હતી. જ્યા પાલિકાની ટીમે ઝૂંપડ પટ્ટીના દબાણો દૂર કર્યા હતા. જોકે, ઝૂંપડાઓ પર જેસીબી ફરી વળતા શ્રમજીવી ઓ બેઘર બન્યા હતા. આગાઉ પણ આ માર્ગ પર પાલિકા દ્વારા લોકોની રજુઆત ને લઈને દબાણ દૂર કરવામાં આવ્યા હતા. સમય જતા ફરી શ્રમજીવી પરિવારો રોડની સાઈડમાં ઝુંપડા બનાવી રહેવા લાગ્યા હતા.
દરમિયાન, ફરીવાર પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાની ટીમે જેસીબી મશીન સાથે ડોકટર હાઉસના પાછળ ભાગમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં અંદાજીત 20 જેટલા શ્રમજીવી પરિવારના ઝુંપડા તોડી દેવામાં આવ્યા હતા. પાલનપુર ડૉક્ટર હાઉસના પાછળ ના ભાગ થી લક્ષ્મીપુરા ફાટક સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ભાજપ કર્યાલય થી ગુપ્તા સમાજની વાડી સુધી અંદાજીત રૂ.29 લાખ ના ખર્ચે નવીન રોડ બનવવાની કામગીરી ટૂંક જ સમયમાં શરૂ થનાર છે. જેને લઈને દબાણો દૂર કરાયા હતા.