ડીસાની શ્રી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં આવેલ બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા તાજેતરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાળકોએ રાધા-કૃષ્ણ, સીતા-રામ અને અન્ય પૌરાણિક પાત્રોના વિવિધ સ્વરૂપો ધારણ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બાળ રાધા-બાળ કૃષ્ણ, માધવી-માધવ, ભાર્ગવી-શ્રીનિવાસ, સીતા-રામ, અને મનમોહન-કિશોરી જેવા સ્વરૂપોમાં સજ્જ થઈને બાળકોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં 30 થી 50 જેટલા બાળકોએ આનંદ માણ્યો હતો. બાળકોની સાથે સાથે સોસાયટીના તમામ રહેવાસીઓએ પણ આ મનોરમ્ય કાર્યક્રમનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો અને બાળકોના ઉત્સાહને વધાવ્યો હતો. આ ઉજવણીથી સોસાયટીમાં તહેવારનો માહોલ જીવંત બન્યો હતો.
- August 17, 2025
0
142
Less than a minute
You can share this post!
editor

